GSTV

દિગ્વિજયની ક્લબ હાઉસ ચેટ વાયરલ: સરકાર બનશે તો જમ્મુ કાશ્મીરમાંથી 370 પર ફેર વિચારણા કરવાનો દાવો

Last Updated on June 12, 2021 by Pravin Makwana

દિગ્વિજય સિંહ પોતાના વિવાદીત નિવેદનોને લઈને હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. આ વખતે તેઓ જમ્મુ કાશ્મીર પર નિવેદનને લઈને ફસાયા છે. ત્યારે આા સમયે ભાજપે તેમના પર આકરા પ્રહારો કરવાનું શરૂ કર્યુ છે. ભાજપ એવો દાવો કરી રહ્યુ છે કે, સિંહે ક્લબ હાઉસ પર ચેર દરમિયાન કોંગ્રેસ સત્તામાં આવવશે તો જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 પર ફરી વિચારણા કરશે. સોશિયલ મીડિયા પર હાલ આ મુદ્દો ગરમાયેલો છે. ત્યારે આ બાબતને લઈને ભાજપ એક્ટિવ થયુ છે અને રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યુ હતું કે, શું કોંગ્રેસનું પણ આ જ સ્ટેન્ડ છે ? રાહુલ ગાંધી જલ્દી આ બાબતે સ્પષ્ટતા કરવી જોઈએ. જો કે, કોંગ્રેસ તરફથી હજૂ સુધી કોઈ આ અંગે સ્પષ્ટતા આવી નથી. નેશનલ કોન્ફ્રેન્સના પ્રમુખ ફારૂક અબ્દુલાએ દિગ્વિજય સિંહને આ મુદ્દો ઉઠાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

ફારૂક અબ્દુલાએ આભાર માન્યો

દિગ્વિજય સિંહની ક્લબ હાઉસ ચેટ પર ટિપ્પણી કરતા ફારૂક અબ્દુલાએ કહ્યુ હતું કે, હું દિગ્વિજયનો ખૂબ આભારી છું, તેમણે લોકોની ભાવનાને અન્ય પાર્ટી તરીકે અનુભવ્યુ છે. જેમણે પણ આ અંગે વાત કરી છે. હું દિલથી તેમની આ વાતનું સ્વાગત કરૂ છું. સાથેજ આશા રાખુ છુ કે, સરકાર આ અંગે ફરીથી વિચાર કરશે.

ભાજપે આકરા પ્રહારો કર્યા

જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370નો મુદ્દો ખૂબ જ સંવેદનશીલ છે. એટલા માટે વિપક્ષી પાર્ટીના નેતા નિવેદનો આપવાથી ભાગી રહ્યા છે. કહેવાય છે કે, દિગ્વિજય સિંહની ક્લબ હાઉસ પર ચેટમાં એક પાકિસ્તાન પત્રકાર પણ શામેલ હતા. ત્યારે આવા સમયે ભાજપને પ્રહાર કરવાનો વધુ એક મોકો મળી આવ્યો છે.

READ ALSO

Related posts

ચેતી જજો: રાજ્યમાં ખતરનાક કપ્પા વેરિએન્ટ અને ડેલ્ટા વેરિએન્ટનો પગ પેસારો, બને ત્યાં સુધી બિનજરૂરી બહાર જવાનું ટાળજો

pratik shah

આતંક/ તાલિબાની આતંકવાદીઓની લોહિયાળ રમત, ગજની જિલ્લામાં 43 લોકોની ગોળી મારી કરી હત્યા

Vishvesh Dave

મોટા સમાચાર/ GPSCએ 6 પ્રાથમિક પરીક્ષાઓ રાખી મોકૂફ : ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં યોજાવાની હતી પરીક્ષા, જાણી લો કઈ રહી બંધ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!