GSTV

દિગ્વિજયે શિવરાજને સાથે મળીને મોદી સરકારની સામે વિરોધ પ્રદર્શન કરવા માટે આમંત્રણ આપ્યુ

Last Updated on November 10, 2019 by Mansi Patel

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહ કેન્દ્ર સરકાર વિરુદ્ધ વડાપ્રધાનના નિવાસસ્થાન સામે ધરણા પર બેસવા જઈ રહ્યા છે. આ માટે તેમણે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને પણ ધરણા પર બેસવાનું આમંત્રણ આપ્યું છે. દિગ્વિજયસિંહે આરોપ લગાવ્યો છે કે કેન્દ્રની મોદી સરકાર મધ્યપ્રદેશ સાથે ભેદભાવ કરે છે.

દિગ્વિજયસિંહે શિવરાજસિંહ ચૌહાણને એક પત્ર  લખીને જણાવ્યું હતું કે રાજ્ય દ્વારા કુદરતી આફતથી પીડિત લોકોને તાત્કાલિક રાહત આપવામાં આવી છે, પરંતુ કેન્દ્રને તેની સહાયનો હિસ્સો 90 ટકાથી ઘટાડીને 75 ટકા કરી દીધો છે. વધુમાં તેઓએ કહ્યું હતું કે જયારે શિવરાજસિંહ મુખ્યમંત્રી હતા ત્યારે કેન્દ્રમાં યુપીએ સરકાર હતી અને તેઓએ દિલ્હીમાં ધરણા કર્યા હતા. હવે રાજ્યના ભલા માટે તેઓ મારી સાથે ધરણા પર બેસે, જેથી કેન્દ્રમાંથી રાજ્યને મળનારી સહાય ઝડપથી મળી શકે. 

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે મધ્યપ્રદેશને કેન્દ્ર તરફથી મળનારી સહાય આપવામાં નથી આવી રહી. રાજ્યની જનતા અને ખેડૂતો પરેશાન છે.તેમ છતાં પ્રદેશને તેના હકની રકમ નથી અપાઈ રહી. મધ્યપ્રદેશની જનતાએ ભાજપના 28 સાંસદો ચૂંટીને મોકલ્યા છે છતાં તેઓ રાજ્યની જનતા માટે કેન્દ્ર પાસે સહાયની માંગ કરી રહ્યા નથી. દિગ્વિજયસિંહે આ દરમિયાન ખેડૂત દેવા માફી અંગે જણાવ્યું હતું કે તેનો એક તબક્કો પૂર્ણ થઇ ગયો છે. હાલ કમલનાથ સરકાર દ્વારા NPA દેવમાફ કરવામાં આવ્યા છે અને  હવે આગામી દિવસોમાં રૂ.2 લાખ સુધીના તમામ રાષ્ટ્રીયકૃત બેંકોના દેવા માફ કરવામાં આવશે.

READ ALSO

Related posts

પંજાબ કોંગ્રેસમાં ખટરાગ / પૂર્વ સીએમએ કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓને ગણાવ્યા ‘અનુભવ વગરના બાળકો’

Pritesh Mehta

મુખ્તાર અંસારીએ ફરી ખખડાવ્યા કોર્ટના દરવાજા, પોતાના જીવ પર જોખમ હોવાનું આપ્યું નિવેદન

Pritesh Mehta

મોદી અમેરિકાની ટોપ કંપનીઓના CEOsની સાથે કરી મુલાકાત, વાઈબ્રન્ટ સ્ટાર્ટઅપ સેક્ટર મુદ્દે પણ ચર્ચા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!