GSTV
Home » News » નહેરૂને અપરાધી કહેનારા શિવરાજને દિગ્વિજયે જે જવાબ આપ્યો તે શિવરાજને હચમચાવી જશે

નહેરૂને અપરાધી કહેનારા શિવરાજને દિગ્વિજયે જે જવાબ આપ્યો તે શિવરાજને હચમચાવી જશે

જમ્મુ-કાશ્મીરથી કલમ-370 હટાવ્યા બાદ મધ્ય પ્રદેશના બે સીનિયર નેતાઓની વચ્ચે શાબ્દીક યુદ્ધ શરૂ થઈ ચુક્યું છે. કાશ્મીર મામલે મધ્ય પ્રદેશના પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચોહાણે દેશના પહેલા પ્રધાનમંત્રી જવાહર લાલ નહેરૂને ‘અપરાધી’ કહ્યું તો હવે તેને લઈને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે તેમના પર નિશાન સાધ્યું છે.

દિગ્વિજય સિંહે શિવરાજ સિંહ પર પલટવાર કરતા જણાવ્યું, ‘નહેરૂના પગની ધૂળ પણ નથી શિવરાજ. શરમ આવવી જોઈએ તેમને.’ તે ઉપરાંત કાશ્મીર પર બોલતા તેમણે જણાવ્યું તે, ‘સરકારે આર્ટિકલ 370 હટાવીને પોતાના હાથ સળગાવી દીધા છે. કાશ્મીરને બચાવવું અમારી પ્રાથમિકતા છે. હું મોદીજી, અમિત શાહજી અને અજીત ડોભાલજીને અપીલ કરૂ છું કે સાવધાન રહોં નહીં તો આપણે કાશ્મીર ખોઈ નાખીશું.’

દિગ્વિજ ઉપરાંત મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે પણ શિવરાજ સિંહ ચોહાન પર નિશાન સાધ્યું છે. કમલનાથે ટ્વીટર પર લખ્યું, ‘દેશના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરૂ, જેમને આધુનિક ભારતના નિર્માતા કહેવામાં આવે છે. તેમણે આઝાદી બાદ સંધર્ષ કર્યો. જેમના કરેલા કાર્યો અને દેશહિતમાં તેમનુ યોગદાન અવિસ્મરણીય છે. તેમના મૃત્યુના 55 વર્ષ પછી આજે અપરાધી કહી સંબોધિત કરવું ખૂબ અપમાનજનક છે.’

Read Also

Related posts

જે રૂટ પરથી ટ્રમ્પ પસાર થવાના છે તે જ ગેટ પવનના કારણે પડ્યો

Mayur

‘જુડવા ટુ’ બાદ હવે વરૂણ ધવને સાઈન કરી વધુ એક કોમેડી ફિલ્મ

Arohi

ટ્રમ્પની ‘વાણી’ એ ભાજપના નેતાઓને ‘પાણી પાણી’ કરી નાખ્યા, 70 લાખ લાવવા ક્યાંથી ?

Mayur
Do NOT follow this link or you will be banned from the site!