GSTV
Home » News » મેં પુલવામા હુમલાને દુર્ઘટના કહીં, ‘હિમ્મત હોય તો મારા પર કાર્યવાહી કરીને બતાવો’

મેં પુલવામા હુમલાને દુર્ઘટના કહીં, ‘હિમ્મત હોય તો મારા પર કાર્યવાહી કરીને બતાવો’

pm narendra modi-digvijaysingh

કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહની તરફથી(Air Strike) પુલવામા આતંકી હુમલાને દુર્ઘટના ગણાવવા વાળા ટ્વીટે હવે વેગ પકડ્યો છે. ભાજપે આ ટ્વીટ પર જ્યાં દિગ્વિજય સિંહને ઘેરવાનો પ્રયત્ન કર્યો છે. ત્યાં ખુદ દિગ્વિજય સિંહે આ મામલા પર હવે મોદી સરકારને પડકાર ફેક્યો છે.

દિગ્વિજય સિંહે કહ્યું હતું કે, “મારા જે ટ્વીટ પર તમે અને તમારા પ્રધાન મને પાકિસ્તાનના ટેકેદાર માનો છો, દેશ દ્રોહી માનો છો, તે મેં દિલ્હીથી કર્યું હતું. જ્યાંની પોલીસ કેન્દ્ર સરકારના હેઠળ આવે છે. જો તમારામાં હિમ્મત છે તો મારા પર કાર્યવાહી કરો.’

મહત્વનું છે કે દિગ્વિજય સિંહે જૈશ-એ-મોહમ્મદના આતંકી કેમ્પ પર ભારતીય વાયુસેનાના હુમલાને લઈને ટ્વીટમાં લખ્યું હતું કે પુલવામા ‘દુર્ઘટના’ બાદ આપણી વાયુસેના દ્વારા કરવામાં આવેલી Air Strike બાદ અમુક વિદેશી મીડિયામાં શંકા ઉભી કરવામાં આવી રહી છે. જેના કારણે આપણી ભારતીય સરકારના વિશ્વસનિયતા પર પણ પ્રશ્ન ચિન્હ લગાવી રહ્યા છે.

દિગ્વિજય સિંહએ પુલવામા આતંકી હુમલાને ખુફિયા એજન્સિઓની નિષ્ફળતા ગણાવી હતી. કોંગ્રેસ નેતાએ પ્રધાનમંત્રી મોદીને પુછ્યું છે કે તેમણે અત્યાર સુધી આ મામલે શું કાર્યવાહી કરી છે.

મહત્વનું છે કે દિગ્વિજય સિંહે વધુમાં જણાવ્યુ કે, વાયુસેનાએ કરેલી એર સ્ટ્રાઈકમાં કેટલાક મંત્રીઓ રહે છે કે, 300 આતંકવાદી માર્યા ગયા. ભાજપ અધ્યક્ષ અમિત શાહ 250 અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ 400 આતંકવાદી જ્યારે આહુવાલિયા એક પણ આતંકવાદી ન મર્યાનો દાવો કરી રહયા છે. ત્યારે પીએમ મોદી આ મામલે મૌન છે.

મહત્વનું છે કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહે વાયુસેનાની એર સ્ટ્રાઈક અંગે કેન્દ્ર સરકાર પાસે પુરાવા માગ્યા હતા. તેમણે એક નિવેદનમાં જણાવ્યું કે, અમે આતંકવાદ વિરોધી કાર્યવાહી અંગે કોઈપણ પ્રકારના સવાલ નથી ઉઠાવી રહ્યા. પરંતુ સરકારે એર સ્ટ્રાઈકની સેટેલાઈટ તસ્વીર જાહેર કરવી જોઈએ. તેમણે જણાવ્યું કે, અમેરિકાએ લાદેનને જ્યારે ઠાર કર્યો ત્યારે પુરાવા આપ્યા હતા. એવી રીતે સરકારે પણ એર સ્ટ્રાઈરના પુરાવા આપવા જોઈએ.

તેમણે વિંગ કમાન્ડર અભિનંદનની વતન વાપસી અંગે પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાનના વખાણ કરતા જણાવ્યું કે, ઈમરાન ખાન બહાદુર હોય તો હવે આતંકવાદી હાફિઝ સઈદ અને મસૂદ જેવા આતંકવાદીઓને પણ ભારતને સોંપે. ત્યારે દિગ્વિજયસિંહે એર સ્ટ્રાઈક અંગે કરેલા સવાલ બાદ તેઓ વિરોધીઓના નિશાને આવ્યા છે. જેથી તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

Read Also

Related posts

લોકસભા ચૂંટણીમાં ભવ્ય જીત બાદ વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે વતનમાં

Mansi Patel

લોકસભા ચૂંટણીમાં RJDના સૂપડા સાફ થઈ જતા લાલુ પ્રસાદ યાદવે અન્નનો ત્યાગ કર્યો

Mansi Patel

ચીટ ફંડ કૌભાંડ મામલે રાજીક કુમાર સામે CBIએ આપી લૂકઆઉટ નોટિસ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!