કોંગ્રેસ અધ્યક્ષની બેરંગ લાગતી ચૂંટણીમાં એકાએક રંગ આવી ગયો છે. જેના માટે હમણાં સુધી વાતાવરણ સાવ શૂષ્ક હતું તે રોમાંચક બની ગયું છે. એક-બે નેતા જ કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડે તેવી સંભાવના હતી. તેના સ્થાને હવે સંખ્યાબંધ નેતાઓ ખાંડા ખખડાવવા લાગ્યા છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી દિગ્વિજયસિંહ કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે.

તાજેતરમાં તેઓ રાહુલ ગાંધી સાથે ભારત-જોડો યાત્રામાં સામેલ થયા હતા. ગુરૂવારે તેઓ દિલ્હી પહોંચીને નામાંકન દાખલ કરવાના છે. શું દિગ્વિજયસિંહને ગાંધી પરિવારનું સમર્થન પ્રાપ્ત છે? એ વિશેની ચર્ચાએ વેગ પકડ્યો છે. 30મી સપ્ટેમ્બરે બપોરે 12-30 કલાકે શશી થરૂર નામાંકન કરવાના છે.
અશોક ગેહલોત કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડશે કે નહીં તે નક્કી નથી અને લડશે તો તેમને ગાંધી પરિવારનું સમર્થન મળશે કે કેમ? તે પણ એક સવાલ છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- આ રાજયમાં વાયુ પ્રદૂષણને જોતા સરકારે તંદૂર પર પ્રતિબંધ મૂક્યો, પાલન ન કરનારને દંડની જોગવાઇ
- Bing ગૂગલના વર્ચસ્વને પડકારશે ! માઈક્રોસોફ્ટના સીઈઓએ કહ્યું- આ ઓનલાઈન સર્ચિંગની નવી શરૂઆત છે
- એલોય વ્હીલ કે સ્ટીલ વ્હીલ કયું વધુ સારું ? કાર ખરીદતી વખતે ચોક્કસ ધ્યાન રાખજો
- ઔરંગાબાદમાં આદિત્ય ઠાકરેના જૂથ પર પથ્થરમારો, કાર્યવાહિ કરવાનો અનુરોધ કરવામાં આવ્યો
- પુત્ર કપુત્ર નીકળ્યો / પિતાના અંતિમ સંસ્કાર માટે પુત્રએ માંગ્યા રૂપિયા, પુત્રીએ કર્યા અગ્નિસંસ્કાર