GSTV
Gujarat Government Advertisement

કોંગ્રેસના આ રાજ્યમાં હવે ડખા પડ્યા, બળવાની સંભાવના પહેલાં દિગ્વિજય સિંહને રાતોરાત કોંગ્રેસે દોડાવ્યા

મધ્ય પ્રદેશ, રાજસ્થાન પછી હવે છત્તીસગઢના કારણે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની ઉંઘ હરામ થઇ ગઇ હતી. છત્તીસગઢમાં પણ કેટલાક વરિષ્ઠ નેતાઓ મુખ્યમંત્રી ભુપેશ ભગેલથી નારાજ હોવાના સમાચાર મળ્યા હતા.આમ તો જે કો કોંગ્રેસ શાસીત રાજ્યોમાં એક માત્ર છત્તીસગઢ જ ૯૦માંથી ૬૯ બેઠકો જીતીને સલામત ઝોનમાં આવી ગયું હતું. ત્યાં બહારથી સત્તાના દાવેદારોનું જોખમ ઓછું છે.

દિગ્વિજય સિંહ અચાનક પહોંચ્યા રાયપુર

એકિકૃત્ત મધ્ય પ્રદેશના છેલ્લા મુખ્યમંત્રી તરીકે રહેલા દિગ્વિજય સિંહ અચાનક જ રાયપુર પહોંચી ગયા હતા. દેખીતી રીતે જ તેઓ દિલ્હીમાં બેઠેલા કોંગ્રેસના મોવડી મંડળની સુચનાના કારણે જ ગયા હશે. ૧૨ કલાક કરતાં પણ ઓછા રોકાણમાં સિંહે મુખ્યમંત્રીપદના બે મજબુત દાવેદારો સ્પીકર ચરણદાસ મહંત અને મુખ્યમંત્રી બનવાની રાહ જોઇ રહેલા ટી.એસ. સિંઘદેવને મળ્યા હતા.

ચોખાના ટેકાના ભાવ ખેડૂતોને નહીં અપાય તો રાજીનામાની ધમકી

સિંઘદેવે તો ખેડૂતોને આગામી પાક પહેલા ચોખાના ટેકાના ભાવ ખેડૂતોને નહીં અપાય તો રાજીનામું આપવાની ધમકી આપી હતી.પરિણામે રાજ્યના રાજકારણમાં ગરમાઓ આવી ગયો હતો. દિગ્વિજય સિંહ ત્યાર પછી એરપોર્ટ જતાં પહેલા તાજેતરમાં જ અવસાન પામેલા અજીત જોગીના ઘરે પણ ત્રણ મિનિટ માટે ગયા હતા.

Gujarat Government Advertisement

Related posts

21 હજાર રૂપિયા સુધી પગાર મેળવનારાઓ માટે મોટો સમાચાર – ખરાબ સમયમાં આશ્રિતોને મળશે પેન્શનની રકમ, જાણો તેના વિશે બધુંજ

Vishvesh Dave

ટિપ્સ / શું ગર્લફ્રેન્ડ સાથેની પહેલી ડેટ પર યુવકને જ બિલ ચુકવવું જોઇઅ? જાણો એક્સપર્ટની ખાસ સલાહ

Zainul Ansari

DRDO ભરતી 2021: અપરેંટિસના પદો પર અરજીની પ્રક્રિયા શરૂ, એક ક્લિકે જાણો તમામ ડિટેલ્સ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!