GSTV
Home » News » મણિશંકર બાદ કોંગ્રેસનાં આ નેતાએ પીએમ મોદીને ગાળ આપી કે શું? એવું બોલી ગયા કે…

મણિશંકર બાદ કોંગ્રેસનાં આ નેતાએ પીએમ મોદીને ગાળ આપી કે શું? એવું બોલી ગયા કે…

Narendra Modi BJP

કોંગ્રેસ નેતા અને ભોપાલ લોકસભા બેઠકનાં ઉમેદવાર દિગ્વીજય સિંહે આજે એક સભામાં ભાજપ પર તમતમતા તીરપ છોડ્યા હતાં. દિગ્ગી રાજાએ ભાજપનાં હિંદુત્વ એજન્ડા પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, તે લોકો કહે છે કે હિંદુ ખતરામાં છે. સાડા પાંચસો વર્ષ સુધી મુસલમાનોએ રાજ કર્યુ. ત્યારે ધર્મનો વાળ પણ વાંકો નહોતો થયો તો હવે ધર્મનું કોઇ કાંઇ નહિં બગાડી શકે. દિગ્ગી રાજાએ કહ્યું કે,શું સનાતન હિંદુ ધર્મ એટલો નબળો છે કે કોઇ કહે એટલે હિંદુ ધર્મ ખતરામાં આવી જાય. આ દરમિયાન તેમણે પીએમ મોદીને અપ્રત્યક્ષ રૂપથી ‘નાલાયક’ કહી દીધા હતાં.

digvijay singh

વડાપ્રધાનને નાલાયક ગણાવ્યા

રેલીમાં દિગ્વીજય સિંહે જણાવ્યું હતું કે દેશ ચલાવવો હોય તો બધાને સાથે રાખીને ચાલવું પડે તમામ ધર્મનાં લોકો આ દેશનાં નાગરિકો છે. તેમણે ઇશારામાં પીએમ મોદી પર આકરો હુમલો કરતા જણાંવ્યું કે,તેઓ (મોદી) કહે છે કે હિંદુ ધર્મ ખતરામાં છે. અરે નાલાયકો! સાડા પાંચસો વર્ષ સુધી મુસલમાનોએ આ દેશ પર શાસન કર્યુ ત્યારે ધર્મનું કાંઇ ન થયું અને હવે શું ધર્મ સંકટમાં છે? આગળ વત કરતા કહે છે કે,સનાતન ધર્મ આટલો કમજોર છે કે કોઇનાં માત્ર બોલવાથી ધર્મ સંકટમાં આવી જાય?

કોંગ્રેસ નેતાઓનાં વિવાદીત બોલ

ઉલ્લેખનિય છે કે તાજેતરમાં જ કોંગ્રેસી નેતા મણિશંકર ઐય્યરે પોતાનાં એક લેખમાં વર્ષ 2017માં પીએમ મોદીને ‘નીચ’ કહેનારા પોતાનાં નિવેદનને સાચું ઠેરવ્યું હતું. જો કે તેનાથી કોંગ્રેસની મુસબીતમાં વધારો થયો હતો. તે પહેલા કોંગ્રેસી નેતા સામ પિત્રોડાએ શીખ વિરોધઈ રમખાણો મામલે અસંવેદનશીલ ટીપ્પણી કરી હતી.

READ ALSO

Related posts

મિથુન ચકવર્તીના સંતાનો તેને મિથુન કહીને જ શા માટે બોલાવે છે ? જાણો રસપ્રદ વાત

Path Shah

દેશભરમાં ચર્ચામાં છવાયેલ પીએમ મોદીનો આ પોશાક છે ખાસ, જાણો કોણે બનાવ્યો અને કોણે ભેટમાં આપ્યો

NIsha Patel

કેદારનાથના પહાડો પર મોદી, આ છે તેમની ફિટનેસના 5 નિયમો

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!