GSTV
Gujarat Government Advertisement

દિગ્વિજય સિંહે ફરી સિંધિયા પર સાધ્યુ નિશાન, કહ્યું પોતાના સ્વાર્થ માટે સરકાર તોડી…

Last Updated on August 23, 2020 by Ankita Trada

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે ફરી એક વખત પોતાના જૂના મિત્ર જ્યોતિરાદિત્ય સિંધિયા પર નિશાન સાધ્યું છે. દિગ્વિજય સિંહે કહ્યું કે, સિંધિયાને કોંગ્રેસે શું નથી આપ્યું, પરંતુ તેઓએ પોતાના સ્વાર્થ માટે પહેલાં મધ્યપ્રદેશની સરકાર તોડી અને હવે કોંગ્રેસ પર આરોપ લગાવી રહ્યાં છે.

કોંગ્રેસ પર જ નિશાન સાધી રહ્યાં છે

દિગ્વિજયે વધુમાં કહ્યું કે, સિંધિયાના જવાથી ચંબલ ક્ષેત્રમાં કોંગ્રેસ ફરી જીવંત થઈ ગઈ છે. દિગ્વિજયે ગ્વાલિયરમાં સિંધિયાના જૂના ભાષણનો એક વીડિયો જાહેર કર્યો. કોંગ્રેસના નેતાએ કહ્યું કે સિંધિયાને રાહુલ અને પ્રિયંકાના ખાસ માનવામાં આવતા હતા અને તેઓ પાર્ટી છોડ્યા બાદ હવે કોંગ્રેસ પર જ નિશાન સાધી રહ્યાં છે.

ભાજપના લોકો પંડાલ લગાવી શકે

દિગ્વિજયે ભાજપની સદસ્યતા અભિયાનને લઈને પણ પાર્ટી પરપ્રહારો કર્યો. તેઓએ કહ્યું કે ધાર્મિક આયોજનમાં પંડાલ લગાવવામાં મંજૂરી નથી, પરંતુ ભાજપના લોકો પંડાલ લગાવી શકે છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે ભાજપનું હિંદુત્વ કેટલું મજબૂત છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ઝટકો / સિંધિયાની હોમટાઉનમાં જ આબરૂની ધૂળધાણી, ‘બેશર્મ’ ફૂલોની માળા પહેરાવી ભાજપ સરકારનું નાક વાઢી લેવાયું

Dhruv Brahmbhatt

G-7 બેઠક/ ચીનને રેલો આવ્યો : ધમકી આપી કે હવે તમારો સમય પૂરો, ફફડી ગયું

Vishvesh Dave

કોકડું ગૂંચવાયું / કોંગ્રેસ માટે પંજાબમાં દળી દળીને ઢાંકણીમાં, કેપ્ટન અને સિદ્ધુની લડાઈમાં કોંગ્રેસ રાજ્ય ખોશે

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!