GSTV

જે દિવસે મોહન ભાગવત ગાંધીજીના સંદેશનું પાલન કરશે ત્યારે દેશમાં મોબ લિન્ચિંગની ઘટના બંધ થઈ જશે

કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહે કહ્યુ કે, સંઘ પ્રમુખ મોહન ભાગવત જ્યારે ગાંધીજીના સંદેશનું પાલન કરશે ત્યારે દેશમાં મોબ લિન્ચિંગની ઘટના બંધ થઈ જશે. ભાગવત એકતાનો સંદેશ આપશે ત્યારે કોંગ્રેસ અને સંઘ વચ્ચે તમામ મતભેદ પૂર્ણ થઈ જશે.

દિગ્વિજયસિંહનું આ પ્રકારનું નિવેદન એવા સમયે આવ્યુ જ્યારે એઆઈએમના નેતા અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યુ હતુ કે, સંઘ પ્રમુખ મોહન ભાગવત મોબ લિન્ચિંગના આરોપીઓને માળા પહેરાવી રહ્યા છે.  ઓવૈસી બાદ કોંગ્રેસ પણ મોબ લિન્ચિંગનો મામલો ઉઠાવી સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે.

ઓવૈસીના મોહન ભાગવત પર આકરા પ્રહાર

એઆઈએમના નેતા અસદુદ્દીન ઓવૈસીએ મોબ લિન્ચિંગનો મુદ્દો ઉઠાવી સંઘ પ્રમુખ મોહન ભાગવત પર આકરા પ્રહાર કર્યા.. તેમણે જણાવ્યુ કે, સંઘ પ્રમુખ મોબ લિન્ચિંગની ઘટનામાં  સામેલ આરોપીઓને માળા પહેરાવી રહ્યા છે. અને આપણા દેશમાં એક ગોડસે પ્રેમી સાંસદ પણ છે.

ઓવૈસીએ કહ્યુ કે, ગાંધી અને તબરેજ અંસારીની હત્યા જે વિચારધારાએ કરી તેનાથી ભારતની બદનામી સૌથી મોટી છે. ઓવૈસીએ આ પ્રકારનું નિવેદન ત્યારે આપ્યુ જ્યારે, મોહન ભાગવતે એક કાર્યક્રમમાં હાજરી આપતા જણાવ્યુ હતુ કે, મોબ લિન્ચિંગના નામે ભારતને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. ભારતનો ઉલ્લેખ કરી મોબ લિન્ચિંગ નામના શબ્દનો ઉપયોગ કરવોએ અયોગ્ય છે. આ શબ્દને ભારતને બદનામ કરવા માટે કરવામાં આવે છે.

Read Also

Related posts

કાંકરેજ : અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે અથડામણ થતા 6 લોકો ઘાયલ, બેની હાલત ગંભીર

Nilesh Jethva

લદ્દાખ પર લડાઈ/ કાશ્મીરમાંથી અલગ કરી લદ્દાખ સાથે અન્યાય કરી રહી છે મોદી સરકાર, તમામ પાર્ટીઓએ ચૂંટણીનો કર્યો બહિષ્કાર

Pravin Makwana

અમદાવાદના ઓઢવમાંથી 16 બાળ મજૂરોને મુક્ત કરાવવામાં આવ્યા, ફેક્ટરીના માલિકની ધરપકડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!