GSTV
Home » News » દિગ્વિજય સિંહના આ નિવેદનથી મધ્ય પ્રદેશનું રાજકારણ ગરમાયું

દિગ્વિજય સિંહના આ નિવેદનથી મધ્ય પ્રદેશનું રાજકારણ ગરમાયું

લોકસભા ચૂંટણી પરિણામ આવી ગયા બાદ મધ્યપ્રદેશ સરકારના ભવિષ્યને લઇને અટકળોનો દોર શરૂ થઇ ગયો છે. આ વચ્ચે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન અને ભોપાલના પરાજીત કોંગ્રેસ ઉમેદવાર દિગ્વિજય સિંહે કહ્યું છે કે તેમના ધારાસભ્યોને કરોડો રૂપિયાની લાલચ આપવામાં આવી રહી છે. ભાજપ તે વાતને નથી પચાવી રહી કે રાજ્યમાં કોંગ્રેસની સરકાર છે. અમારા ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

પરંતુ તેઓ લાલચમાં આવ્યા નહીં. કોંગ્રેસને પોતાના બહુમત અને ધારાસભ્યો પર સંપૂર્ણ વિશ્વાસ છે. આ ઉપરાંત તેમણે સમર્થન આપનારા સપા-બસપા અને અપક્ષના ધારાસભ્યો ઉપર ભરોસો જતાવ્યો.. જો કે દિગ્વિજય સિંહના આરોપ પર રાજ્યના પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણે પલટવાર કર્યો હતો અને કહ્યું કે ભાજપ ક્યારેય હોર્સ ટ્રેડિંગ કરતું નથી. તેમજ ભાજપને વર્તમાન એમપી સરકારને તોડી પાડવામાં કોઇ રસ નથી. પરંતુ જો આવું કંઇ બને તો તેમના કારણે બનશે. અમે કશું કરી રહ્યા નથી.

READ ALSO

Related posts

CPEC પર અમેરિકાની પાકિસ્તાન પર લાલ આંખ, ચીનની જાળમાં ફસાતા આપી ચેતવણી

Ankita Trada

વિશાલ ગોસ્વામીના ખંડણી રેકેટ, વધુ એક વ્યકિતની કરાઈ ધરપકડ

pratik shah

વિતેલા જમાનાના બે શાનદાર એક્ટર વચ્ચે ટ્વીટર વૉર, CAA પર આમને સામને આવ્યા

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!