GSTV
Home » News » ઉમેદવારી નોંધાવી દિગ્વિજય સિંહે કહ્યું હિન્દુત્વ શબ્દ મારા શબ્દભંડોળમાં નથી

ઉમેદવારી નોંધાવી દિગ્વિજય સિંહે કહ્યું હિન્દુત્વ શબ્દ મારા શબ્દભંડોળમાં નથી

ભોપાલના કોંગ્રેસનાં ઉમેદવાર દિગ્વિજય સિંહે કહ્યું કે હિન્દુત્વ નામનો શબ્દ તેમના શબ્દકોષમાં નથી. દિગ્વિજય સિંહે શનિવારે ભોપાલથી ઉમેદવારી નોંધાવી હતી. જે બાદ પત્રકારો સાથે વાતચીત દરમિયાન દિગ્વિજય સિંહે જણાવ્યું હતું કે  હિન્દુત્વ શબ્દ તેમની શબ્દકોશમાં નથી. તેમણે કહ્યું કે તમે લોકો કેમ હિન્દુત્વ શબ્દનો ઉપયોગ કરી રહ્યા છો?

ભોપાલમાં દિગ્વિજયસિંહ સામે માંલોગાંલ બ્લાસ્ટની આરોપી સાધ્વી પ્રજ્ઞા ભાજપની ટિકીટ પર ચૂંટણી લડી રહી છે. સાધ્વી પ્રજ્ઞાનાં શહીદ પોલીસ જવાન હેમંત કરકરે પર કરેલા નિવેદન પણ પૂછવામાં આવેલા પ્રશ્નમાં દિગ્વિજય સિંહે કહ્યું કે તે બિન્દુ છે. ચૂંટણી પંચ અને પ્રજ્ઞા જી વચ્ચે, તેમાં વચ્ચે હું ક્યાંથી આવી ગયો ?

દિગ્વિજયસિંહે સાજે ટવીટ કરીને જણાવ્યું કે તેઓ હિન્દુ ધર્મને માને છે. જે હજારો વર્ષોથી વિશ્વને જીવન જીવવાનું શીખવી રહ્યું છે. તેમણે કહ્યું કે તેઓ તેમનો ધર્મ હિદુત્વનાં ક્યારે પણ સોંપશે નહીં. તેમણે ટવીટમાં કહ્યું કે હું હિન્દુ ધર્મને માનું છે જે હજારો વર્ષથી વિશ્વને જીવન જીવવાનું શીખવી રહ્યું છે. હું મારા ધર્મને હિન્દુત્વનાં હાથમાં નહીં આપું જે ફ્કતને ફક્ત રાજનીત સત્તા મેળવવા સંઘનું ષડયત્ર છે. મને મારા સનાતન હિન્દુ ધર્મ પર ગર્વ છે. જે વસુધૈવ કુટુમ્બકમની વાત કરે છે.

READ ALSO

Related posts

3 લેયરમાં થાય છે EVMની સુરક્ષા, આજુબાજુ ચકલુંયે ફરકી ન શકે એવી હોય છે સિક્યોરિટી

Bansari

ભાજપના નેતાનો આક્ષેપ, કોંગ્રેસનાં ધારાસભ્યો પાસે કામ નથી એટલે અધિકારીઓને ધમકાવે છે.

Mansi Patel

ઈવીએમને લઈને ભાજપના આ પૂર્વ મુખ્ય મંત્રીએ કોંગ્રેસને માર્યો ટોણો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!