GSTV

આ દિવસે લોન્ચ થશે ડિજિટલ વોટર કાર્ડ, જાણો- કોણ અને કેવી રીતે કરી શકે છે ડાઉનલોડ

ઈલેક્ટ્રોનિક ઈલેક્ટોરલ ફોટો ઓળખાણ પત્ર અથવા કાર્યક્રમ 25 જાન્યુઆરીને સત્તાવર રૂપથી લોન્ચ કરવામાં આવશે. ત્યારબાદ મતદાતાઓને ચૂંટણી આયોગની વેબસાઈટથી પોતાના વોટર કાર્ડની કોપી ડાઉનલોડ કરવાની મંજૂરી હશે. આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસેંસ જેવા અન્ય ઓળખાણ પત્ર પહેલાથી જ ડિજિટલ ફોર્મેટમાં હાજર છે. આ પ્રથમ વખત હશે જ્યારે સરકારે ડિજિટલ ફોર્મેટમાં મતદાતા ઓળખાણ પત્ર જાહેર કરશે. 25 જાન્યુઆરી મતદાતા દિવસ છે. આ દિવસે આ કાર્યક્રમને લોન્ચ કરવામાં આવશે.

પોંડીચેરીમાં વિધાનસભા ચૂંટણી આવવાની

ઈલેક્ટ્રોનિક ઈલેક્ટોરલ ફોટો ઓળખાણપત્રને પાંચ રાજ્યોમાં યોજનાર વિધાનસભા ચૂંટણી પહેલા લોન્ચ કરવામાં આવી રહ્યું છે. પશ્વિમ બંગાળ, અસમ, કેરલ, તમિલનાડુ અને પોંડીચેરીમાં વિધાનસભા ચૂંટણી આવવાની છે. હવે પ્રશ્ન છે કે, શું બધા પંજીકૃત મતદાતાઓને ડિજિટલ ઓળખાણ પત્ર મળી શકે છે અને ડિજિટલ ઓળખાણ પત્રથી જ પોલિંગ બૂથ પર મતદાન થઈ શકશે.

પ્રથમ ચરણમાં નવા મતદારને મળશે ડિજિટલ પ્રમાણપત્ર

પ્રથમ ચરણમાં 25 થી 31 જાન્યુઆરીની વચ્ચે માત્ર નવા મતદાતાઓને જ ડિજિટલ પ્રમાણ પત્ર મળશે. જે લોકોએ મતદાતા કાર્ડ માટે અરજી કરી છે અને ચૂંટણી આયોગની સાથે પોતાના મોબાઈલ નંબર નોંધણી કરી છે. તે પોતાના ડિજિટલ વોટર-આઈડી ડાઉનલોડ કરી શકશે.

ચૂંટણી આયોગમાં રજિસ્ટર્ડ નથી

જે લોકોના ફોન નંબર ચૂંટણી આયોગ સાથે જોડાયેલ છે, તે બધી મતદાતા 1 ફેબ્રુઆરીથી પોતાના ઓળખાણ પત્રની ડિજિટલ કોપીઓ ડાઉનલોડ કરી શકશો. જે મતદાતાઓના ફોન નંબર ચૂંટણી આયોગમાં રજિસ્ટર્ડ નહી. તેમને પોતાની જાણકારી ચૂંટણી આયોગની સાથે સત્યાપિત કરવાની હોય છે. ડાઉનલોડ સુવિધાનો લાભ ઉઠાવવા માટે પોતાનો મોબાઈલ નંબર લિંક કરાવલાનું હોય છે.

PDF ફોર્મેટમાં હશે બધા ઓળખાણ પત્ર

બધા ડિજિટલ મતદાતા ઓળખાણ પત્ર PDF ફોર્મેટમાં હશે. નવા મતદાતાઓને તેમના વોટર આઈડી કાર્ડની હાર્ડ કોપી પણ મળી જશે. ડિજિટલીકરણથી આ સુનિશ્વિત કરવાનો છે કે, ચૂંટણી પહેલા મતદાતા ઓળખાણ પત્ર પ્રાપ્ત કરવામાં કોઈ મોડુ ન થાય. તે સિવાય ડિજિટલ કાર્ડથી કાર્ડ, માઈગ્રેશન જેવા નુકસાનની સ્થિતિમાં મદદ મળશે. ડિજિલોકર પર ડિજિટલ વોટર આઈડી કાર્ડ સ્ટોર કરવામાં આવે છે.

ડિજિટસ કાર્ડ પર જનસાંખ્યિકીની સાથે એક સુરક્ષિત QR CODE હશે. જેનાથી તેમને ડુપ્લિકેટ કરવામાં આવશે નહી. તે માટે Log on to https://voterportal.eci.gov.in/, or https://nvsp.in/Account/Login પર લોગઈન કરવાનું હોય છે.

જો તમારી પાસે એકાઉન્ટ નથી, તો મોબાઈલ નંબર અને ઈ-મેલ આઈડી થકી એકાઉન્ટ ક્રિએટ કરવાનું હોય છે અને જો તમારી પાસે પહેલાથી જ એકાઉન્ટ હાજર છે તો લોગાઈન કરી ઈ-ઈપીઆઈસીને ડાઉનલોડ કરી શકાય છે.

READ ALSO

Related posts

કામનું / WhatsApp પર મોકલો છો વીડિયોઝ તો તમારી માટે આવ્યુ છે આ જબરદસ્ત ફીચર, જાણો શું થશે ફાયદો?

Mansi Patel

કંગના રાણાવતે પોતાના જન્મને લઇ કર્યો મોટો ખુલાસો, જયારે ઘરેમાં પેદા થઇ હતી બીજી છોકરી

Sejal Vibhani

વ્હાઇટ હાઉસને ફરીથી કબ્જે કરવાનો ટ્રમ્પનો હુંકાર: મોદીના દોસ્તે હાર બાદ પ્રથમવાર જ જાહેરમાં ભારતને ઉતારી પાડ્યું

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!