GSTV
Business Finance Photos Trending

Digital Villageથી 20 લાખ લોકોને મળશે નોકરીઓ, 1000 દિવસોમાં 4.5 લાખ ગામોની બદલાશે તસ્વીર

આવનારા 1000 દિવસમાં દેશના લગભગ 4.5 લાખ ગામડાઓની સુરત બદલવા જઈ રહી છે. આવનારા 1000 દિવસોમાં આ ગામોમાં યુવાઓથી લઈને મહિલાઓને નવા અવસરો મળશે. આ યોજના હેઠળ 20 લાખ જેટલી નોકરીઓ ઉભી થશે. વિશેષ વાત તો એ છે કે, આ નોકરીઓ ગામમાં હશે. યુવાઓને તેના માટે પોતાનું ગામ છોડીને શહેરમાં જવું નહીં પડે.

1.5 લાખ ગામોમાં ઓપ્ટિકલ ફાઈબર નાંખવાનું કામ પુરૂ કરી દેવાયું

એટલું જ નહી 1000 દિવસ બાદ ગામના લોકોને દરેક કામ માટે શહેરમાં જઈને સરકારી ઓફિસોના ચક્કર કાપવા નહીં પડે. આ ગામો ડિઝીટલ બનવાથી આ સંભવ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગત 15 ઓગષ્ટના રોજ તેની જાહેરાત કરી હતી કે આવનારા 1000 દિવસોમાં બતેલા તમામ ગામોમાં ઓપ્ટિકલ ફાઈબર કેબલ નાંખવાનું કામ પૂરૂ થઈ જશે. હાલમાં દેશમાં લગભગ 1.5 લાખ ગામોમાં ઓપ્ટિકલ ફાઈબર નાંખવાનું કામ પુરૂ કરી દેવામાં આવ્યું છે. જ્યારે બાકી બચેલા 4.5 લાખ ગામોને ઓપ્ટિકલ ફાઈબર કેબલ સાથે જોડવાનું કામ ચાલી રહ્યું છે.

કેવી રીતે બદલશે ગામની સુરત

આઈટી અને ઈલેકટ્રોનિક્સ મંત્રાલયના અધીનસ્થ કામ કરનારી કોમન સર્વિસ સેંટરના સીઈઓ દિનેશ ત્યાગીએ જણાવ્યું કે, આ ગામોમાં ઓપ્ટિકલ ફાઈબર આવતાની સાથે જ ગામમાં એક એક કોમન સર્વિસ સેંટર ખુલ્લી જશે. એક સેંટર ખોલવાથી ઓછામાં ઓછા પાંચ લોકોને નોકરી મળશે. આ હિસાબે સીધી રીતે ઓછામાં ઓછા 20 લાખ લોકોને રોજગાર મળશે. સીએસસી ખુલવાથી શિક્ષાથી લઈને સારવાર જેવી કેટલીક સુવિધાઓ ગ્રામીણોને મળશે તેને દરેક કામ માટે શહેરમાં જવું પડશે નહીં. દરેક ગામમાં એક વિલેજ લેવર ઈન્ટ્રેપ્રેન્યોરની નિયુક્તિ કરવામાં આવશે. ગ્રામીણોના પાકને ઘરે બેઠા જ વેચાય જાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવશે. બેંકીગ સુવિધાઓ પણ ગામમાં ઉપલબ્ધ થશે.

ઓપ્ટિકલ ફાઈબરનો લાભ

દિનેશ ત્યાગીએ જણાવ્યું કે, ઓપ્ટિકલ ફાઈબર આવતા જ ત્યાં ઈંટરનેટની સ્પીડમાં વધારો થશે અને ડેસ્કટોપ ચલાવવા માટે સરળતા રહેશે. ગ્રામીણ પોતાના ઉત્પાદને ઈ-કોમર્સના માધ્યમથી વહેચી શકશે. સરકારે પણ ગામમાં બનનારા ઉત્પાદકોના વેંચાણ માટે તેને સરકારી ઈ-માર્કેટ સાથે જોડાવવાની સુવિધા દઈ શકે છે. પરંતુ તે ત્યારે સંભવ બનશે જ્યારે ઈંટરનેટની સ્પીડ વધારે હોય જે ઓપ્ટિકલ ફાઈબરની મદદથી સંભવ બનશે.

ભારતનેટ પ્રોગ્રામ હેઠળ જોડાશે તમામ ગામો

વિશેષજ્ઞોના જણાવ્યાં પ્રમાણે કોરોના કાળમાં કે તે બાદ હવે બ્રોડબેંડની સ્પીડ વધવાથી અર્થવ્યવસ્થામાં ઝડપ સંભવ છે. દુરસંચાર વિભાગ પ્રમાણે ભારતનેટ પ્રોગ્રામ હેઠળ તમામ ગામોને ઓપ્ટિકલ ફાઈબરથી જોડવાનું કામ ચાલી રહ્યું છે જે નક્કી કરેલા સમયથી પાછળ ચાલી રહ્યું છે. પરંતુ હવે પ્રધાનમંત્રીએ સ્વયં 1000 દિવસોનું લક્ષ્ય નક્કી કરી દીધું છે. એ માટે નિશ્ચિતરૂપથી આ કામ નક્કી સમયમાં પુર્ણ થઈ જશે. વિશેષજ્ઞોના જણાવ્યા પ્રમાણે દેશને આત્મનિર્ભર બનાવવા માટે દેશના દરેક ગામમાં કેબલના માધ્યમથી મળનારી ઈંટરનેટની સુવિધા આવશ્યક છે.

Related posts

છત્તીસગઢના નવા મુખ્યમંત્રી પર લાખો રૂપિયાનું દેવું, જાણો તેમની પાસે કેટલી છે સંપત્તિ

Hardik Hingu

શું વસુંધરા રાજેએ રાજસ્થાનમાં સર્જી સમસ્યા? ધારાસભ્ય પક્ષની બેઠક ટળી

Nelson Parmar

ભારતીય સેના AI સંચાલિત શસ્ત્રોનો કરશે ઉપયોગ, સરહદ નજીક લડાઈમાં દુશ્મનનો કરશે નાશ

Nelson Parmar
GSTV