GSTV

હવે ઈન્ટરનેટ વગર પણ કરી શકાશે ડિજિટલ લેણ-દેણ, RBI જલ્દી શરૂ કરશે પાયલટ પ્રોજેક્ટ!

ઘણી વખત જોવામાં આવ્યુ છે કે, ઈન્ટરનેટ કનેક્શન નહી થવાના કારણે ડિજિટલ પેમેન્ટ અથવા ટ્રાંજેક્શનમાં તકલીફ થાય છે. જોકે, હવે રિઝર્વ બેન્કે એક એવી સુવિધાની શરૂઆત કરી છે. જે થકી તમે ઈન્ટરનેટના કનેક્શન વગર જ ડિજિટલ લેણદેણ કરી શકશો.

200 રૂપિયા સુધીની ચૂકવણીની મંજૂરી

ખરેખર, રિઝર્વ બેન્કે ‘ઓફલાઈન’ એટલે કે ઈન્ટરનેટ વગરરના કાર્ડ અને મોબાઈલ થકી નાની રાશિની ચૂકવણીની મંજૂરી આપી દીધી છે. જે હેઠળ એક વખતમાં 200 રૂપિયા સુધીની ચૂકવણીની મંજૂરી હશે. આ પહેલનો હેતુ તે જગ્યાઓ પર પણ ડિજિટલ લેણ-દેણ માટે ગ્રાહકોને પ્રોત્સાહિત કરવાનો છે. જ્યાં ઈન્ટરનેટના સંપર્કની કનેક્ટિવિટિ ઓછી છે. એટલે કે, લેણદેણ માટે ઈન્ટરનેટ સાથે સંપર્ક કરવાની જરૂરીયાત રહેશે નહી.

સિંગલ પેમેન્ટ માટે મહત્તમ સીમા 200 રૂપિયા

કેન્દ્રીય બેન્કની અધિસૂચના પ્રમાણે પાયલટ યોજના હેઠળ ચૂકવણી કાર્ડ, વોલેટ અથવા મોબાઈલ ઉપકરણો અથવા અન્ય કોઈ માધ્યમથી કરવામાં આવી શકે છે. તે માટે કોઈ અન્ય પ્રકરાના વેરિફિકેશનની જરૂરિયાત હશે નહી. જોકે, હજુ સિંગલ પેમેન્ટ માટે મહત્તમ સીમા 200 રૂપિયા છે, પરંતુ ભવિષ્યમાં આ રકમ વધારી શકાય છે. હાલમાં તેને પાયલટ યોજના હેઠળ ચલાવવામાં આવશે. બાદમાં RBI ઔપચારિક વ્યવસ્થા સ્થાપિત કરવા વિશે નિર્ણય કરશે. પાયલટ યોજના 31 માર્ચ 2021 સુધી ચાલશે.

ઓફલાઈન ચૂકવણીનો ભાગ ઉપલબ્ધ

RBI એ કહ્યુ છે કે, દૂરના વિસ્તારોમાં ઇન્ટરનેટનો અભાવ અથવા તેની ઓછી ગતિ ડિજિટલ ચૂકવણીના રસ્તામાં મોટી સમસ્યા છે. તેને જોતા કાર્ડ, વોલેટ અને મોબાઈલટ ઉપકરણોના માધ્યમથી ઓફલાઈન ચૂકવણીનો ભાગ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. જેનાથી ડિજિટલ ચૂકવણીને વધુ પ્રોત્સાહન મળવાની આશા છે.

કોઈ માનવ હસ્તક્ષેપ થશે નહીં

આમાં ફરિયાદોના નિવારણની આ વ્યવસ્થામાં નિયમ આધારિત અને પારદર્શક રહેશે. જેમાં કોઈ માનવ હસ્તક્ષેપ થશે નહીં અથવા ત્યાં બહુ ઓછું હોય તો પણ. આ પહેલનો ઉદ્દેશ વિવાદો અને ફરિયાદોનો સમયસર અને અસરકારક રીતે નિકાલ કરવાનો છે.

READ ALSO

Related posts

આ બે મહિલા અધિકારી રચશે ઈતિહાસ, ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજનો બનશે ભાગ

Ankita Trada

શેત્રુંજી નદીમાં પિતા- પુત્ર પાણીમાં ડૂબ્યા, પુત્રનું મોત, માલપુરમાં 21 વર્ષનો યુવક નદીમાં ડૂબ્યો

Nilesh Jethva

લોકડાઉન રિટર્ન: અહીં 10 જિલ્લામાં આજ રાતથી લાગશે લોકડાઉન, ઘર બહાર નિકળવા પર પ્રતિબંધ, પેટ્રોલ પંપ પર નહીં મળે કોઈને પણ પેટ્રોલ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!