ડિજિટલ રીતે નાણાં ધિરનારા પ્લેટફોર્મ પરથી હવે ગ્રાહકો પાસેથી વધુ વ્યાજ વસૂલી શકશે નહીં. ના તો અનૈતિક રીતે દેવું વસૂલ કરી શકશે. આ માટે RBI રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની સુધારેલી માર્ગદર્શિકા ગુરુવારથી લાગુ પડી જશે. આ સિસ્ટમ 2 સપ્ટેમ્બર પહેલા લીધેલી ડિજિટલ લોન પર જ લાગુ થશે.

30 નવેમ્બર સુધીનો સમય આપ્યો હતો
RBI એ નાણાકીય સંસ્થાઓને વ્યવસ્થા માટે 30 નવેમ્બર સુધીનો સમય આપ્યો હતો. નવા ધારાધોરણો અંતર્ગત લોનની વહેંચણી અને વસૂલાતની સમગ્ર પ્રક્રિયા ઉધાર લેનારના બેંક ખાતાઓ અને નિયમન કરેલ સંસ્થાઓ વચ્ચે જ હાથ ધરવામાં આવશે. લોન સર્વિસ પ્રોવાઈડર્સના કોઈપણ પૂલ એકાઉન્ટનો ઉપયોગ કરી શકાતો નથી. લોન ધિરાણ આપવાની પ્રક્રિયામાં ચૂકવવા પાત્ર ફી અને સરચાર્ની સીધી બેંક અને એનબીએફસી કરશે, તેને ઉધાર લેનાર પાસેથી વસૂલાશે નહીં.
ખરાબ વ્યવહારની ફરિયાદો
ઓનલાઈન ધિરાણ કરનારા પ્લેટફોર્મની વિરુદ્ધ વધુ વ્યાજ અને કર્જ વસૂલી માટે ઉપભોક્તાઓ સાથે દુર્વ્યવહારની ઘણી ફરિયાદો મળતાં આરબીઆઈએ ઓગસ્ટમાં પહેલી વખત દિશાનિર્દેશ જારી કર્યા હતા. નિર્દેશ નવા ગ્રાહકો માટે પણ લાગુ પડશે.
ખાનગી રાખવામાં મળશે મદદ
એન્ડ્રોમીડા લોન્સના કાર્યકારી ચેરમેન વી સ્વામીનાથને કહ્યું કે કોરોના પછી ડિજિટલ લેણું લેવાનો દર વધી જતા આ વ્યવસ્થા જરૂરી હતી. નવા ધોરણો મુજબ ઉપભોક્તા અને નાણાકીય સંસ્થાઓની વચ્ચે ઉપલબ્ધ ડેટા અને પર્સનલ જાણકારી ખાનગી રાખવામાં મદદ મળશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- આવી ગઈ છે હવામાં જ મચ્છરોનો ખાતમો કરતી તોપ! વિશ્વાસ ના હોય તો જોઈ લો VIDEO
- માત્ર એક સભ્યથી ચાલતા ગુજરાતના OBC કમિશનની કામગીરી અંગે હાઈકોર્ટે સરકાર પાસે માંગ્યો ખુલાસો
- સુરત/ ઉનમાં ગોડાઉનમાં આગ લાગતાં નાસભાગ મચી, ફાયરબ્રિગેડની 5 ગાડીઓએ મેળવ્યો કાબુ
- અંજુ 6 મહિના બાદ ભારત કેમ પરત આવી, પાકિસ્તાની પતિ નસરુલ્લાએ કર્યો મોટો ખુલાસો
- પોલીસે કરી સુરક્ષા સમીક્ષા, સલમાન ખાનને મળી હતી ધમકી