GSTV
Auto & Tech India News Trending

ડિજિટલ ક્રાંતિ / હવે ગામડામાં પહોંચ્યુ અનોખું ATM, જે પૈસા આપશે પણ અને સ્વિકારશે પણ : મીનિટોમાં ભરી શકાશે અનેક બિલ

શહેરમાં જેટલી સરળતાથી ATMમાં જઈને નાણા ઉપાડી શકાય એટલી સરળતાથી ગામડામાં પૈસા ઉપાડી શકાતા નથી. બીજી તરફ નેટવર્કના પ્રશ્નો થતા હોવાથી દરેક ગામડામાં મોબાઈલ એપ દ્વારા પણ ટ્રાન્ઝેક્શન કરી શકાતા નથી. એટલે સ્વદેશી ફાઈનાન્સિયલ ટેકનોલોજી (ફિનટેક) એપ્લિકેશન xpay life દ્વારા ડોર સ્ટેપ બેન્કિંગની સુવિધા લોન્ચ કરવામાં આવી છે. આ સુવિધા અંતર્ગત આખા ભારતમાં 100થી વધારે મોબાઈલ બેન્કિંગ વેન કામ કરવા લાગી છે અને આગામી દિવસોમાં વધારે સેંકડો વાન ઉમેરાશે. આમ તો શહેરી વિસ્તારમાં કેટલીક બેન્કો પોતાના હરતાં-ફરતાં એટીએમ કે બેન્કિંગ સવલતોની બસો ચલાવતી હોય છે. પરંતુ ગ્રામીણ વિસ્તાર સુધી પહોંચતી હોય અને બધી જ બેન્કોની સુવિધા આપતી હોય એવી આ પહેલી મોબાઈલ પેમેન્ટ એપ છે. ટૂંક સમયમા આ એપ પોતાની યુપીઆઈ સર્વિસ પણ શરૃ કરવા જઈ રહી છે. સૌથી રસપ્રદ વાત એ છે કે આ સેવા માટે કોઈ પ્રકારનો ચાર્જ ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવશે નહીં. માટે ગ્રાણિક વિસ્તારમાં આ પ્રોજેક્ટ લોકપ્રિય સાબિત થાય એવી ઉજળી શક્યતા છે.


આત્મનિર્ભર ભારત પ્રોજેક્ટ હેઠળ તૈયાર થયેલી એપને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ)નો ટેકો પણ છે. આ સુવિધાની સૌથી મોટી ખાસિયત એ છે કે ગ્રામિણ વિસ્તાર જ્યાં બેન્કિંગ કે નેટવર્ક બન્નેની અછત છે ત્યાં તેની બેન્કિંગ ઓન વ્હીલ વાન પહોંચે છે. આ વાનમાં એટીએમ છે, જેમાંથી અન્ય એટીએમની માફક પૈસા કાઢી શકાય છે. તો વળી બિલ ભરવા માટે જો રોકડા લઈને ગયા હોય તો એટીએમમાં જમા કરાવી શકાય છે. વાન સાથે રહેલા અધિકારીઓ બિલ ભરવાથી માંડીને જે કોઈ નાણાકિય વ્યવહારો કરવાના હોય તેમાં મદદ કરે છે.


કઈ સેવાઓ આવરી લેવાશે?

  • ગેસ બૂકિંગ
  • મોબાઈલ બિલ
  • વીજળીનું બિલ
  • વીમો
  • ડીટીએચ રિચાર્જ
  • પ્રિપેઈડ
  • લેન્ડલાઈન
  • સ્થાનિક સ્વરાજની સંસ્થાના વેરા
  • હાઉસિંગ સોસાયટીનું પેમેન્ટ
  • કેબલ ટીવી
  • ફાસ્ટ ટેગ
  • મુંબઈ બેસ્ટની બસ સર્વિસ

ગ્રામિણ વિસ્તારમાં રહેતા ઘણા લોકોને બિલ ભરવા માટે ઘણી વખત શહેરી વિસ્તાર સુધી ધક્કો ખાવો પડતો હોય છે. એ ધક્કો બચી જશે અને વાવણી વગેરેની સિઝનમાં જ્યારે ખેડૂતો પાસે ઘણુ કામ હોય ત્યારે તેનો સમય પણ બચી જશે. બેંગાલુરુ સ્થિત આ સાહસની માહિતી આપતા તેના સંચાલકો રોહિત કુમાર અને દિપક અનંતે કહ્યુ હતું કે વાન સોલાર પાવર સંચાલિત છે. વાન પર સોલાર પેનલો ફીટ કરેલી છે, જે વાનને આઠ કલાક સુધી કાર્યરત રાખશે. એટલે ગ્રામિણ ભારતમાં ડિજિટલ લિટરસી ફેલાવવા ઉપરાંત પર્યાવરણને નુકસાન ન થાય તેનું પણ ધ્યાન રહેશે.


ગુજરાતમાં આ પ્રોજેક્ટ હેઠળ સૌથી પહેલા કચ્છમાં વાન કાર્યરત કરવામાં આવી છે. નાબાર્ડ અને કો-ઓપરેટિવ, સહકારી બેન્કો દ્વારા ખેડૂતોને ઘણી સહાય, મદદ આપવામાં આવતી હોય છે. માટે એક્સ-પે લાઈફ દ્વારા સૌથી પહેલા આવી ખેડૂત અને ગ્રામિણલક્ષી બેન્કો સાથે જ જોડાણ કરવામાં આવ્યું છે. વાનમાં રહેલા પોઈન્ટ ઓફ સેલ મશીન દ્વારા પેમેન્ટ કરી શકાશે અથવા ટચ સ્ક્રીન કિઓસ્ક પર (જે રીતે એટીએમમાં કામ થાય એ રીતે) પેમેન્ટ કરી શકાશે. દેશની અગ્રણી બેન્કો અને નાણા સંસ્થાઓ આ પહેલ સાથે જોડાઈ ચૂકી છે અને બાકીની હવે જોડાઈ રહી છે.


વાનની સુરક્ષા માટે તેમાં સીસીટીવી ફીટ થયેલા છે, જીપીએસ કનેક્ટ છે અને નજીકના પોલીસ સ્ટેશનમાં પણ તેની નોંધણી થયેલી છે. બેન્કો સાથે મળીને એક્સ-પે લાઈફ નક્કી કરશે કે વાન ક્યા દિવસે ક્યા વિસ્તારની મુલાકાત લેશે. એ ઉપરાંત કેટલો સમયે વાન ફરીથી આવશે. હાલ આ પ્રોજેક્ટ દસ રાજ્યોમાં કાર્યરત થઈ ગયો છે. ખુદ વડા પ્રધાન મોદીએ તેની પ્રસંશા કરી છે. ગુજરાતમાં આગામી ત્રણેક મહિનામાં મોટા ભાગના ગામડા આવરી લેવાનો લક્ષ્યાંક છે.

READ ALSO

Related posts

ખેડૂતોની ફરી ચિંતા વધશે / ગુજરાતમાં એપ્રિલના પ્રથમ સપ્તાહમાં કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં વિસ્તારમાં થશે માવઠું

Hardik Hingu

Supreme Court / પક્ષપલટા વિરોધી કાયદામાં ગેરલાયક સાંસદોને ચૂંટણી લડતા અટકાવવાની માંગ, EC એ એફિડેવિટમાં કેન્દ્ર પર કહી આ વાત

Vishvesh Dave

Indian Railways / ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા જ ખોવાઈ જાય ટિકિટ તો તરત જ કરો આ કામ, મુસાફરી ન કરવા પર મળશે રિફંડ!

Vishvesh Dave
GSTV