GSTV

ડિજિટલ ઈન્ડિયાના નામે ડબલાડૂલ, ભારત નેટબંધીની રાજધાની: 213 અબજનું નુકસાન

ભારતમાં સરકારને ઈન્ટરનેટ કનેક્શન બંધ કરવામાં ફાવટ આવી ગઈ છે. કોઈ પ્રકારની ગરબડ થાય, ટોળું એકઠુું થાય કે પછી પરિસ્થિતિ કાબુ બહાર જતી જણાય એટલે તુરંત જે-તે વિસ્તારમાં નેટ બંધ કરી દેવાય છે. ૨૦૧૪થી ૨૦૧૯ની ૧૫મી ડિસેમ્બર સુધીમાં દેશમાં વિવિધ સ્થળોએ, વિવિધ તબક્કે ૩૫૭ વખત નેટ બંધ કરવામાં આવ્યું હતું. ઈન્ટરનેટ બંધ કરવામાં ભારતે નામના મેળવી છે. સાંપ્રદાયિક માથાકૂટ રોકવા માટે મોટેભાગે નેટ બંધ કરવામાં આવે છે. અત્યારે દેશના અનેક ભાગોમાં સિટિઝન એમેન્ડમેન્ટ એક્ટનો વિરોધ કરી રહેલા લોકોને કાબુમાં લેવા નેટ બંધ કરાયું છે.

ભારત ડિજિટલ ક્રાંતિ તરફ આગળ વધતો દેશ છે. સરકાર બધા જ પ્રકારના પેમેન્ટ ઓનલાઈન થાય એવા પ્રયાસો કરે છે. યુવા પેઢી તો અનેક કામો નેટ દ્વારા જ કરે છે. એવી સ્થિતિ વચ્ચે નેટ બંધ રહેવાથી ભારતને તોતિંગ આર્થિક નુકસાન થયું છે. ઈન્ડિયન કાઉન્સિલ ફોર રિસર્ચ ઓન ઈન્ટરનેશનલ ઈકોનોમિક રિલેશન્સ (આઈસીઆરઆઈઈઆર)ના કહેવા પ્રમાણે કુલ મળીને ૧૬,૦૦૦ કલાક નેટ બંધ રહ્યું છે. આ કલાકો દરમિયાન જે કામ થવું જોઈએ એ ન થયું એટલે અર્થતંત્રને ૩ અબજ ડૉલર (૨૧૩ અબજ રૂપિયા)નું નુકસાન થયું છે.

૬ વર્ષમાં સૌથી વધુ ૧૩૪ વખત ઈન્ટરનેટ ૨૦૧૮માં બંધ કરાયુ હતુ. એ પ્રમાણ આખા જગતમાં સૌથી વધુ છે. આખા જગતમાં જેટલી વાર ઈન્ટરનેટ બંધ થયું એમાંથી ૬૭ ટકા એકલુ ભારતમાં બંધ થયું હતું. ૨૦૧૪માં જ્યારે શરૂઆત કરી ત્યારે સ્કોર બહુ ઓછો રહ્યો હતો. એ વખતે ૬ વાર જ બંધ થયુ હતુ. ૨૦૧૯માં ૧૫મી ડિસેમ્બર સુધીમાં ૯૩ વખત ઈન્ટરનેટ બંધ કરાયુ છે. ઈન્ટરનેટ બંધ કરવાની સૌથી વધુ અને વ્યાપક અસર કાશ્મીરમાં થઈ છે. ઑગસ્ટમાં કલમ ૩૭૦ હટાવ્યા પછી હજુ ઘણા વિસ્તારોમાં ત્યાં નેટ શરૂ કરાયું નથી. વિશ્વમાં પણ જાન્યુઆરીથી જુલાઈ ૨૦૧૯ સુધીમાં કુલ ૧૨૦ પ્રસંગોએ નેટ બંધ કરાયુ હતુ.

ઈન્ટરનેટની સ્થિતિ પર નજર રાખતી વિવિધ વેબસાઈટો દ્વારા આ માહિતી મળી શકી છે. ભારતમાં ૨૦૧૯માં નેટ બંધ કરાયુ એમાં કુલ ૧૬૭ વિસ્તાર પ્રભાવિત થયા હતા. એમાં સૌથી વધુ નુકસાન કાશ્મીરને થયું છે. કાશ્મીરના ૯૩ વિસ્તાર નેટવિહિન સ્થિતિ ભોગવી રહ્યા છે. તો ૨૦૧૯ દરમિયાન રાજસ્થાનમાં ૧૮, ઉત્તર પ્રદેશમાં ૧૧, મધ્ય પ્રદેશમાં ૪, મહારાષ્ટ્રમાં ૨, ઓડિશામાં ૨, આસામમાં ૧૨ વિસ્તાર-પ્રદેશ એવા છે, જ્યાં કોઈને કોઈ વખત નેટ બંધ કરાયું હતું.

બીજા દેશો કોણ છે?

સોફ્ટવેર ફ્રીડમ લો સેન્ટર (એસએફએલસી)ના રિપોર્ટ પ્રમાણે ભારત ઉપરાંત પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, ઈજિપ્ત, કોંગો, સિરિયા, સુદાન, બરુંડી, ઈરાક અને વેનેઝુએલા જેવા સળગતા દેશો વારંવાર નેટ બંધ કરતા રહે છે. 

ક્યા વર્ષે કેટલી વાર બંધ?

વર્ષડિસકનેક્ટ
૨૦૧૪
૨૦૧૫૧૪
૨૦૧૬૩૧
૨૦૧૭૭૯
૨૦૧૮૧૩૪
૨૦૧૯૯૩

READ ALSO

Related posts

બંગાળમાં કોરોના વેક્સિનની લૂટ? સ્વાસ્થ્યકર્મીઓ માટે આવેલી રસીઓ TMC નેતાઓએ લગાવી-BJPનો મોટો આરોપ

Mansi Patel

બિહારમાં કરેલી ભૂલ પશ્ચિમ બંગાળમાં નહિ કરે કોંગ્રેસ, લેફ્ટ સાથે આ હશે આગળની રણનીતિ

Mansi Patel

ચોંકાવનારુ: ધૂમ્રપાન અને શાકાહારી ખાદ્યપાન ધરાવતા લોકોમાં વાયરસનું ઓછું થાય છે સંક્રમણ, સીરોસર્વેમાં થયો મોટો ખુલાસો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!