GSTV

ડિજીટલ ઈન્ડિયા અને આત્મનિર્ભરની વાતો કાગળ પર, ખજુદ્રા ગામની ગર્ભવતી મહિલાને ખાટલામાં બેસાડીને કરાવવી પડી નદી પાર

દેશમાં એક તરફ ડિજીટલ ઈન્ડિયા અને આત્મનિર્ભરની વાત કરવામાં આવે છે. પરંતુ રાજ્યના છેવાડાના ગામડાંઓ જોઈએ તો સ્થિતિ જ ઘણી જ જુદી છે. ઉનાના ખજુદ્રા ગામે મહિલાને પ્રસુતિની પીડા ઉપડતાં તેને ખાટલામાં બેસાડી શાહી નદી પાર કરાવવી પડી.

હોસ્પિટલ સુધી પહોંચાડવામાં એમ્બ્યુલન્સ કે અન્ય કોઈ વાહનની સગવડ ન મળી

ગર્ભ ધારણ કરનાર મહિલાને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં એમ્બ્યુલન્સ કે અન્ય કોઈ વાહનની સગવડ ન મળતા અંતે તેમના પરિવારજનો આત્મનિર્ભર બન્યા હતા અને મહિલાને ખાટલામાં બેસાડી બળદ ગાડા વડે નદી પાર કરાવી હતી.

ખાટલામાં બેસાડી બળદ ગાડા વડે નદી પાર કરાવી

ખજુદ્રા ગામમાં આ પ્રકારના દ્રશ્યો અવારનવાર જોવા મળે છે. ખાસ કરીને ચોમાસામાં નદીમાં પાણી આવતા આ પ્રકારના દ્રશ્યો સર્જાય છે. છેલ્લાં 15 વર્ષથી ગામ વચ્ચેથી પસાર થતી શાહી નદી પર પુલ બનાવવાની ગ્રામજનો માગ કરી રહ્યાં છે પરંતુ બહેરા તંત્રના કાને ગ્રામજનોની જરૂરિયાત સંભળાતી નથી જેને પગલે તેઓને ભારે હાલાકી ભોગવવી પડે છે.

READ ALSO

Related posts

પાટણ જિલ્લામાં વીજકર્મીઓએ આંદોલન છેડ્યૂ, 21 તારીખે વીજ કર્મચારીઓએ માસ સીએલ પર જશે

Pravin Makwana

IndvsAus: બીજા દિવસે વરસાદને કારણે 35 ઓવર્સની રમત ધોવાઈ, ઓસ્ટ્રેલિયાના 369 સામે ભારત 62/2

Ali Asgar Devjani

દુનિયાનો સૌથી ગંદો માણસ! આ શખ્સે 65 વર્ષથી નથી કર્યુ સ્નાન, કહાની સાંભળી થઈ જશે ઉલ્ટી

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!