GSTV

ભણેલ નહીં ગણેલ ખેડૂત, આંગળીના ટેરવે આખા ખેતર પર રાખે છે બાજ નજર

ગુજરાતના મોટાભાગના ખેડૂતોની સમસ્યા સિંચાઈ અને વિજળી હોય છે. આ બંન્ને વસ્તુ ન હોય તો ખેતી સંભવી શકે નહીં. ત્યારે આજે વિરપૂરના એક એવા જ પ્રગતિશીલ ખેડૂતની વાત કરીએ. જેમણે ખેતીમાં આધુનિકતા અપનાવી ડિઝીટલાઈઝેશન ક્ષેત્રે સફળતાના નવા દ્રાર ખોલ્યા છે.

અરવિંદભાઈ ગાજીપરા જેમણે માત્ર બાર ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. પણ કહેવત છે ને કે ભણવું જેટલું મહત્વનું છે તેટલું જ ગણવું પણ મહત્વનું છે. અને આ કહેવતની દિશામાં જ અરવિંદ ભાઈએ પોતાનું મગજ દોડાવ્યું. જેના કારણે તેમણે મોબાઈલ દ્રારા ખેતીની માવજતનો એક અનોખો દાખલો બેસાડ્યો છે.

અરવિંદ ભાઈના ખેતરમાં વિજળીની સમસ્યા ખૂબ જ રહેતી હતી. આ વિજળીની સમસ્યાથી કંટાળીને તેમણે સોલાર સિસ્ટમ ફિટ કરવાનું નક્કી કર્યું. હવે તમને થતું હશે કે સોલાર સિસ્ટમ તો અત્યારે દરેક ખેડૂત પોતાના ખેતરમાં લગાવતો હોય છે. પણ જણાવી દઈએ કે અરવિંદ ભાઈએ આ સોલાર સિસ્ટમને ડિજીટલ કરી નાખી. સોલાર સિસ્ટમની કાર્ય પદ્ધતિમાં ફેરફાર કરીને મોબાઈલ સાથે કનેક્ટ કરી દીધી. પરિણામે ઘરની બહાર હોય ત્યારે પણ તેઓ ખેતરમાં પાણી પહોંચાડી શકે છે.

આ માટે તેમણે પોતાના મોબાઈલમાં એક એપ્લિકેશન ડાઉનલોડ કરી છે. જેના વડે તેઓ ઘરે બેઠા જ મોબાઇલથી ખેતરમાં પાણીની મોટર ચાલુ કરીને પાકને પિયત કરાવી શકે છે. સાથોસાથ ખેતરમાં કિંમતી સાધન સામગ્રી પર નજર રાખવા ખેતરમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. આ કેમેરાનું જોડાણ પણ મોબાઈલ સાથે હોવાથી ઘરબેઠા જ ખેતરમાં નજર રાખી શકે છે.

અરવિંદભાઈએ કરેલી મહેનત અને તેમની કોઠાસૂઝના કારણે તાજેતરમાં જ તેમને રાજ્ય સરકાર દ્રારા જેતપૂર કૃષિ મહોત્સવમાં ડિજીટલ ખેડૂતનો એર્વોડ એનાયત કરવામાં આવ્યો હતો. ત્યારે અરવિંદ ભાઈની કોઠાસૂઝનો ઉપયોગ અન્ય ખેડૂતો પણ કરી કૃષિ ક્ષેત્રે ડિજીટલાઈઝેશન દ્રારા ક્રાંતિ લાવશે તે માનવું રહ્યું.

READ ALSO

Related posts

મહાસત્તાના 46માં રાષ્ટ્રપતિ Joe Biden ની સેલરી સાંભળી સ્તબ્ધ થઇ જશો, જાણો કઇ-કઇ ફેસિલિટી છે ઉપલબ્ધ

Mansi Patel

સુરત/ પલસાણા નજીક કાર અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં ગર્ભવતી મહિલાનું થયું મોત

Pravin Makwana

અમદાવાદના વટવા સૈયદવાડી વિસ્તારમાં સામાન્ય બાબતમાં બે કોમ વચ્ચે થયો પથ્થરમારો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!