GSTV
Gandhinagar Trending ગુજરાત

સન્માન / ‘ગુજરાત સાહિત્ય અકાદમી’ના વિવિધ એવોર્ડ જાહેર : ગોધરાથી ગગનવાલા સુધી જાણો કોણ કોણ છે વિજેતા?

ગુજરાતી ભાષા માટે કામ કરતી મહત્વની સંસ્થાઓમાં ગાંધીનગર સ્થિત ગુજરાત સાહિત્ય અકાદમીનો સમાવેશ થાય છે. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા દર વર્ષે વિવિધ પુરસ્કારો આપવામાં આવે છે. બે દિવસ પહેલા જ ગુજરાત સાહિત્ય અકાદમી અને સંસ્કૃત સાહિત્ય અકાદમીના વિવિધ પુરસ્કારોની જાહેરાત થઇ છે. જેમાં ગોધરાના અંતરિયાળ ગામના રીન્કુ રાઠોડની પણ પસંદગી થઇ છે. જે સંદર્ભે અકાદમીના અધ્યક્ષ વિષ્ણુ પંડ્યાએ જણાવ્યું કે ‘ખૂણામાં બેસીને શબ્દ સાધના કરતા સર્જકોને પણ શોધી સન્માનવાનો અમારો સતત પ્રયત્ન છે.’

મધુરાય (ગગનવાલા), રિન્કુ રાઠોડ અને પ્રશાંત પટેલ


ગુજરાતી ભાષાના ઓલ ટાઈમ હીટ સુપ્રસિદ્ધ લેખક મધુરાયને 2020નો ગૌરવ પુરસ્કાર જાહેર થયો છે. પોતાની વિશિષ્ટ ભાષાથી વાચકોના દિલ પર રાજ કરતા મધુરાય ‘ગગનવાલા’ નામે પણ જાણીતા છે. ૨૦૧૯નો યુવા ગૌરવ પુરસ્કાર જાણીતા સંશોધક-સંપાદક પ્રશાંત પટેલને જાહેર થયો છે. જે હાલ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં સાહિત્યનું અધ્યાપન કરાવી રહ્યા છે. ૨૦૨૦નો યુવા ગૌરવ પુરસ્કાર જાણીતા કવયિત્રી રિન્કુ રાઠોડને અર્પણ થયો છે. સામાન્ય પરિસ્થિતિમાંથી ઊભા થયેલા રિન્કુ રાઠોડના બે કાવ્યસંગ્રહો ગુજરાતી સાહિત્યમાં પોંખાયા છે.

સાહિત્ય ગૌરવ અને યુવા પુરસ્કાર


સાહિત્ય ગૌરવ (2020) – મધુરાય


યુવા ગૌરવ (2019) – પ્રશાંત પટેલ


યુવા ગૌરવ (2020) રિન્કુ રાઠોડ

સંસ્કૃત સાહિત્યનો યુવા ગૌરવ પુરસ્કાર રાજવી ઓઝાને પ્રાપ્ત થયો છે. આ વર્ષે એમના પુસ્તકને અકાદમીનું પ્રથમ પારિતોષિક પણ મળ્યું હતું. આમ આ વર્ષે એમના બંને હાથમાં લાડુ રહ્યા. સંસ્કૃત ક્ષેત્રે નવી પ્રતિભામાં રાજવી ઓઝાનું અગ્રગણ્ય નામ છે. સાથે સાથે 2020નું વેદ શાસ્ત્ર સન્માન ઋગ્વેદ માટે ગોવિંદભાઈ એન. ત્રિવેદી અને શુક્લ યજુર્વેદ માટે ડૉ. જયદેવ અરુણોદય જાની, 2020 માટે સંસ્કૃત કુટુંબ સન્માન પ્રિયંકા દ્વિવેદી(અમદાવાદ) અને સંસ્કૃત સેવા સન્માન અખિલેશ આચાર્ય(કચ્છ)ને જાહેર થયા છે એમ ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડૉ. હિમ્મત ભાલોડિયાએ જણાવ્યું હતું.


સંસ્કૃત એવોર્ડ


યુવા ગૌરવ (2020) – રાજવી ઓઝા


વેદ-શાસ્ત્ર પંડિત સન્માન (2020) – 1. ગોવિંદભાઈ એન. ત્રિવેદી (ઋગ્વેદ) 2. ડો. જયદેવ અરૃણોદય જાની (શુક્લ યુજુર્વેદ)


સંસ્કૃત કુટુંબ સન્માન (2020) – પ્રિયંકા દ્વિવેદી (અમદાવાદ)


સંસ્કૃત સેવા સન્માન (2020) – અખિલેશ આચાર્ય (કચ્છ)

ગુજરાત સાહિત્ય અકાદમીએ ગુજરાતી ભાષાના જતન-સંવર્ધન માટે કામ કરતી અગ્રણી સંસ્થાઓ પૈકીની એક છે. રાજ્ય સરકાર દ્વારા 30 વર્ષ પહેલા 1982માં તેની સ્થાપના કરાઈ હતી. અકાદમી રાજ્યની મુખ્ય ભાષા ગુજરાતી ઉપરાંત, હિંદી, સંસ્કૃત, સિંધી, કચ્છી અને ઉર્દૂ ભાષાના સંવર્ધન માટે કામ કરે છે.

ALSO READ

Related posts

ક્રિકેટ/ વોશિંગ્ટન સુંદરની જગ્યાએ ટીમ ઈન્ડિયામાં શામેલ કરાયો આ ઘાતક ખેલાડી, કેરિયરમાં પ્રથમ વખત મળ્યું સ્થાનઃ બીસીસીઆઈએ કરી જાહેરાત

GSTV Web Desk

કુશ્તીબાજ દિવ્યા કાકરાનને સહાય મુદ્દે નવો ટ્વિસ્ટ, ભાજપનો પ્રચાર કરનાર આપને કરે છે બદનામ

GSTV Web Desk

સ્માર્ટફોન ધમાકા/ Moto G32ની ખરીદી પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ, 12,000 રૂપિયા સુધીનો આ રીતે મેળવો ફાયદો

Hardik Hingu
GSTV