લોકો ઘણીવખત ક્રેડિટ કાર્ડથી જરૂરિયાતથી વધારે ખર્ચ કરે છે અને કરજની માયાજાળમાં ફસાઈ જાય છે. ક્રેડિટ કાર્ડનું બિલ સમય પર ન ચૂકવવા પર તમારે 3 થી 4 ટકા મહીના સુધી વ્યાજ ચૂકવવું પડી શકે છે. જો તમે પણ આ ફેસ્ટિવ સીઝનમાં વધારે શોપિંગના કારણે કરજમાં ફસાઈ ગયા છો તો અમે તમને જણાવી રહ્યા છીએ કે, તમે તેનાથી કેવી રીતે નીકળી શકો છો. ક્રેડિટ કાર્ડનું બિલ સમય પર ભરી ન શકવાના કારણે તમારો સિબિલ સ્કોર ખરાબ હોય છે. તેથી ક્રેડિટ કાર્ડના બિલને સમય પક ચૂકવવું જોઈએ.
ક્રેડિટ કાર્ડ બિલને EMI માં કરાવી શકો છો કનવર્ટ
તમે પોતાના ક્રેડિટ કાર્ડ બિલને EMI માં કન્વર્ટ કરાવી શકો છો. તેનાથી તમને ઈંટરેસ્ટ ઓછુ દેવું હશે. EMI પર કન્વર્ટ કરાવવા પર બેન્ક 2 ટકા મહીના સુધી ઈંટરેસ્ટ ચાર્જ કરાવે છે.

રિવર્ડ પોઈન્ટ અને કેશબેક પોઈન્ટ
ક્રેડિટ કાર્ડ બિલની ચૂકવણી માટે તમે રિવર્ડ પોઈન્ટ અને કેશબેક પોઈન્ટનો વપરાશ કરી શકો છો. તમારા ક્રેટિડ કાર્ડનું બિલ અત્યાર સુધી જનરેટ થયુ નથી તો તમારા રિવર્ડ પોઈન્ટને છુટ્ટા કરી શકો છો. કેટલાક બેન્ક રિવર્ડ પોઈન્ટનો ઉપયોગ કરી ક્રેડિટા કાર્ડ બિલની ચૂકવણી કરવાની મંજૂરી આપે છે. તમારી પેસા કેશબેક પોઈન્ટ છે અને તમારું બિલ અત્યાર સુધી જનરેટ નથી થયુ તો તમે પોતાના ક્રેડિટ કાર્ડ બિલની ચૂકવણી કરવા માટે તેનો વપરાશ કરી શકો છો.
એકથી વધારે ક્રેડિટ કાર્ડ
- તમારી પાસે જો એકથી વધારે ક્રેડિટ કાર્ડ છે તો પોતાનું ક્રેડિટ કાર્ડ બિલ અથવા અમાઉન્ટને બીજા કાર્ડ પર ટ્રાંસફર કરાવી શકો છો.
- આવુ કરવાથી અલગ ક્રેડિટ પીરિયડ મળી જાય છે.
- તેનો ફાયદો એ હોય છે કે, વ્યાજમાં વધારો થયા વગર તમારે પેમેન્ટ કરવા માટે વધારે સમય મળી જાય છે.
ટોપઅપ લોન અને પર્સનલ લોન
- જો તમે હોમ લોન લઈ રાખી છે તો તમે ટોપઅપ લોનની સુવિધાનો પણ ફાયદો ઉઠાવી શકો છો.
- હોમ લોન પર 10 ટકાથી વધારે વ્યાજ હોતુ નથી અને તમે આ પહેલાથી ચાલી રહેલા હપ્તામાં જ જોડી શકો છો.
- તમે પર્સનલ લોન લઈને પણ પોતાનું ક્રેડિટ કાર્ડની બાકી રકમ ચૂકવી શકો છો.
લોન અગેંસ્ટ ઈન્વેસ્ટમેન્ટ
- તમે FD, PPF અથવા મ્યૂચુઅલ ફંડમાં રોકાણ કરી રાખ્યુ છે તો તમે પોતાના આ રોકાણને બદલે પણ લોન લઈ શકો છો. તમને ઓછા વ્યાજ પર લોન મળી જશે.
- તેનાથી તમે ક્રેડિટા કાર્ડની બાકી રકમની ચૂકલણી કરી શકશો અને તમારા વ્યાજનો બોજો પણ વધારે પડશે નહી.
READ ALSO
- PM-CARES ફંડમાં પારદર્શકતા મામલે 100 પૂર્વ અધિકારીઓએ ઉઠાવ્યા સવાલ, વડાપ્રધાન મોદીને લખ્યો ઓપન લેટર
- મુંબઈ સ્થિત પોતાનું ઘર વેચી રહી છે કરિશ્મા કપૂર, 2020માં ખરીદેલા ઘર માટે મળશે આટલા કરોડ રૂપિયા..
- વેક્સિનની ભરપાઈ માટે મોદી સરકાર કરશે આ કામ, બજેટમાં આ લોકો માટે લાવી શકે છે વેક્સિન સેસ
- PNBએ ગ્રાહકોને ખાસ ભેટ આપી છે, હવે લોકો ઘર બેઠા જ ખાતમાંથી કાઢી અને જમા કરાવી શકશે રૂપિયા
- વેક્સિનેશન બાદ જો થશે આડઅસરો તો વળતર આપશે Bharat Biotech, કંપનીએ કરી આ મોટી જાહેરાત