GSTV

મોટા સમાચાર / ગુજરાતમાં ફરી જન્મી ચિંતાજનક સ્થિતિ, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 67 નવા કેસ

Last Updated on December 8, 2021 by GSTV Web Desk

કોરોના આપણી વચ્ચે છે જ નહીં તેમ માનીને કોવિડ ગાઇડલાઇન્સનું પાલન કરવામાં થઇ રહેલી બેદરકારીથી ફરી ચિંતાજનક સ્થિતિ સર્જાઇ શકે છે. ગુજરાતમાં 8 જુલાઇ બાદ પ્રથમવાર કોરોનાના દૈનિક કેસનો આંક 60 પાર થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 67 નવા કેસ સામે આવ્યા છે જ્યારે કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું નથી. સોમવારે  કોરોનાના ૩૮ કેસ નોંધાયા હતા. આમ, એક જ દિવસમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો નોંધાયો છે.

ગુજરાત

કોરોનાના સૌથી વધુ કેસમાં અમદાવાદ ફરી ‘એપિસેન્ટર’ પુરવાર થઇ રહ્યું છે. અમદાવાદ શહેરમાં 25-ગ્રામ્યમાં 1 સાથે 26 નવા કેસ સામે આવ્યા હતા. સુરત શહેરમાં 7, વડોદરા શહેરમાં 5-ગ્રામ્યમાં 1 સાથે 6, ભાવનગર શહેરમાં 6, વલસાડમાં 4, જામનગર શહેરમાં 3, ખેડા-નવસારીમાં 2 જ્યારે આણંદ-ગાંધીનગર ગ્રામ્ય-જુનાગઢ ગ્રામ્ય-કચ્છ-રાજકોટ ગ્રામ્યમાં 1-1 નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 8,27,873 થયો છે જ્યારે કોરોનાથી કુલ મરણાંક 10,095 છે. છેલ્લા 24 કલાકમાં વધુ 39 દર્દી કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ 8,17,361 દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર ૯૮.૭૪% છે.

Wuhan, China – East Asia, Corona virus, Pneumonia

રાજ્યમાં હાલ 417 એક્ટિવ કેસ છે અને 9 દર્દી વેન્ટિલેટર પર છે. 20 જુલાઇ બાદ પ્રથમવાર રાજ્યમાં એક્ટિવ કેસનો આંક 370 પાર થયો છે. 30 નવેમ્બરે રાજ્યમાં કોરોનાના 275 એક્ટિવ કેસ હતા. આમ, છેલ્લા 7 દિવસમાં જ રાજ્યમાં એક્ટિવ કેસના પ્રમાણમાં 35% નો વધારો નોંધાયો છે. અમદાવાદ સૌથી વધુ 126, વડોદરામાં 54, ભાવનગરમાં 34,  સુરતમાં 31 સાથે સૌથી વધુ એક્ટિવ કેસ છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ 3,82,470 ને કોરોના વેક્સિન આપવામાં આવી છે. આ સાથે જ કુલ વેક્સિનેશન ડોઝ હવે 8.35 કરોડ થયા છે.

Read Also

Related posts

મોટા સમાચાર/ ખુલ્લા બજારમાં મળતી થશે કોવેક્સિન અને કોવિશિલ્ડ, સરકારની એક્સપર્ટ કમિટીની ભલામણ

Pravin Makwana

EDના દરોડા પર CM ચન્નીનો મોટો આરોપ/ મને પણ ફસાવાની હતી કોશિશ, જતાં જતાં EDના અધિકારીઓએ કહ્યું હતું- પીએમ સુરક્ષા ચૂક યાદ રાખજો

Pravin Makwana

વેપાર ઘટ્યો, મુશ્કેલીઓ વધી / સોના-ચાંદીના ધંધામાં લાગ્યો કોરોનારૂપી કાટ, લગ્નસરાની સિઝન હોવા છતા મંદીનો માહોલ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!