GSTV

પંજાબના રાજકીય જંગમાં આવી તિખાશ/ પટીયાલામાં પોસ્ટર-વોર શરૂ, કેપ્ટન- સિદ્ધુ સામ-સામે: કોણ મારશે બાજી?

Last Updated on June 10, 2021 by pratik shah

પંજાબમાં આગામી વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણી અગાઉ પ્રદેશ કોંગ્રેસમાં ખેંચતાણ વધતી જઈ રહી છે. પંજાબના પટિયાલામાં હવે મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને તેમની વિરુદ્ધ મોર્ચો ખોલનાર નવજોત સિંહ સિદ્ધુના જુદા-જુદા પોસ્ટર લાગ્યા છે. બંને નેતા 2022 વિધાનસભા ચૂંટણીમાં પટિયાલાથી ચૂંટણી લડવાની વાત કરી રહ્યાં છે. એવામાં અમરિંદર વિરુદ્ધ સિદ્ધુની લડાઈ વધુ મોટું સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામા આવી રહી છે.

કોંગ્રેસ

કોંગ્રેસમાં ચાલી રહેલા ધમાસાણમાં બંને વચ્ચે સીધી ટક્કર

આ પોસ્ટર વૉર પર કેપ્ટન અમરિંદર સિંહની દીકરી જય ઈન્દર કૌરે કહ્યું કે,‘મારા પિતા જ પટિયાલાથી ચૂંટણી લડશે અને હું તેમની માટે પ્રચાર કરીશ.’ પટિયાલાની શહેરી બેઠક પરથી અમરિંદર જ ચૂંટણી લડતા રહ્યાં છે, જ્યારે નવજોત સિંહ સિદ્ધુ અમૃતસર ઈસ્ટ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. જોકે કોંગ્રેસમાં ચાલી રહેલા ધમાસાણમાં બંને વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે.

શું પંજાબમાં ઘર્ષણ અટકશે?

પંજાબ કોંગ્રેસમાં રહેલા ધમાસાણને કારણે કોંગ્રેસ હાઈકમાન્ડે એક કમિટી બનાવી હતી. આ કમિટીએ ઘણા ધારાસભ્ય-મંત્રીઓ સાથે મુલાકાત કરી હતી. સિદ્ધુ અને કેપ્ટન અમરિંદર પણ આ કમિટીને મળી ચૂક્યા છે. હવે જોવાનું એ રહેશે, આ કમિટી પંજાબમાં ઘર્ષણને અટકાવવા માટે શું પગલા લે છે.

READ ALSO

Related posts

અટકળો/ તાનાશાહ કિમ જોંગ ફરી બિમાર, 20 કિલો વજન ઘટવાની સાથે નવી બહાર આવેલી તસવીરોથી કોરિયામાં ચિંતાનો માહોલ

Harshad Patel

વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો આપવામાં નિષ્ફળ ગઈ ભાજપ સરકાર: શિક્ષકોવિનાની શાળા, શાળા વિનાનું ગામ અને પાઠ્યપુસ્તકો વિના વિદ્યાર્થીઓ

Pravin Makwana

મની લોન્ડરિંગ/ દેશમાં પાનમસાલા ગ્રૂપ પર દરોડા : ૪૦૦ કરોડથી વધુની બેનામી સંપત્તિ પકડાઈ, આટલા કિલો તો સોનું મળ્યું

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!