GSTV
GSTV લેખમાળા Others Photos Sports Trending

મિલિ સેકન્ડનો ફરક : કેરળમાં યોજાયેલી બોટ રેસમાં ટીમ માત્ર પલકારાના તફાવતથી થઈ વિજેતા

કેરળમાં દર વર્ષે ચેમ્પિયન્સ બોટ લીગ નામે હોડી સ્પર્ધા યોજાય છે. આ વખતની સ્પર્ધા ચાલુ થઈ ચૂકી છે. 4 સપ્ટેમ્બરથી શરૃ થયેલી સ્પર્ધા 26 નવેમ્બરે પુરી થશે. સમગ્ર સ્પર્ધા વિવિધ રાઉન્ડમાં કેરળના વિવિધ સ્થળોએ યોજાઈ રહી છે. કેરળમાં સર્વત્ર બેક વોટર છે, રાજ્યમાં 40થી વધારે નદીઓ છે અને સેંકડો જળાશયો છે. માટે બોટ રેસ માટે જરૃરી જળ-સંગ્રહની કોઈ કમી નથી. આ સ્પર્ધામાં સેકન્ડ તો ઠીક મિલિ સેકન્ડમાં ટીમ વિજેતા થઈ હતી. ટૂંકમાં સીબીએલ તરીકે ઓળખાતી સ્પર્ધાનો દસમો રાઉન્ડ અલેપ્પુઝાના કાયમકુલમ ખાતે યોજાયો હતો. ત્યાં સ્પર્ધામાં કુલ બાર ટીમોએ ભાગ લીધો હતો.

આ હોડીઓ ખાસ્સી લાંબી હોય છે, માટે સ્નેક બોટ તરીકે ઓળખાય છે. સરેરાશ હોડી 100થી વધારે ફૂટ લાંબી હોય છે અને તેમાં 85થી વધારે નાવિકો હોય છે. આ નાવિકો એક સાથે હલેંસા મારે ત્યારે જે દૃશ્ય સર્જાય એ જોવા જેવુ હોય છે. એ દૃશ્ય જોયા માટે વર્ષે હજારો પ્રવાસીઓ ખાસ કેરળ આવે છે. આ વર્ષે પણ પ્રવાસીઓ સ્પર્ધા જોવા ઉમટી પડ્યા છે.

પ્રથમ 3 ટીમો અને લીધેલો સમય

  1. વાયાપુરમ્મ સી – 5.11.33
  2. પાયીપાડ ચુન – 5.11.69
  3. દેવાસ ચુંડા – 5.12.05

સામાન્ય રીતે દરેક ટીમે સાડા ચારથી સાડા પાંચ મિનિટમાં આ એક કિલોમીટરનું અંતર પુરું કર્યું હતું. હોડી ચલાવવામાં શારીરિક ક્ષમતાની બહુ મોટી કસોટી થાય છે. નાવિકોનો ઉત્સાહ જળવાય રહે એટલા માટે હોડી પર સતત તાલબદ્ધ સંગીત વાગતુ રહે છે. વિજેતાને 10, સેકન્ડને 9 અને થર્ડ ટીમને 8 પોઈન્ટ આપવામાં આવે છે. સામાન્ય રીતે આ રેસ બપોરના 2થી 5 વચ્ચે યોજાય છે. દરેક લીગ મેચના અંતે વિજેતાને 4 લાખની રકમ મળે છે.

કેરળમાં હોડી એ અનિવાર્ય સાધન છે. માટે હોડી સ્પર્ધા અહીંની પરંપરામાં વણાયેલી રમત છે. કાયમકુલમ સરોવરમાં સ્પર્ધાનો 9મો રાઉન્ડ યોજાયો હતો. સરોવરના કાંઠે વિશાળ કદનું મત્સ્યકન્યાનું શિલ્પ ગોઠવવામાં આવ્યું છે. પ્રવાસીઓમાં એ શિલ્પ પણ મોટું આકર્ષણ છે. એક વખતે એક સાથે 3 હોડીને રવાના કરવામાં આવે છે. તેમાંથી જે હોડી ફિનિશ લાઈન સૌથી પહેલી ક્રોસ કરે એ વિજેતા ગણાય છે. એ માટે સરોવરનો ખાસ 1 કિલોમીટર લાંબો પટ્ટો ઉપયોગમાં લેવાય છે. આપણે ત્યાં ક્રિકેટ જોવા માટે જે રીતે લોકો ઊંચા મકાન, વૃક્ષો, પાણીના ટાંકા પર ચડી જાય છે, એવી જ રીતે કેરળની બોટ રેસ જોવા માટે હજારો લોકો જ્યાં જગ્યા મળે ત્યાં ગોઠવાઈ જતા હોય છે.

આધુનિક સમય સાથે સ્પર્ધા આધુનિક બની છે, એટલે તેમાં ડ્રોન સહિતના હાઈટેક સાધનો વપરાય છે. સ્પર્ધામાં કોઈ ગરબડ ન થાય એટલા માટે સંખ્યાબંધ કેમેરા દ્વારા સતત વોચ રાખવામાં આવે છે. એ ઉપરાંત સેન્સર ગોઠવાયેલા હોય છે. માટે ક્યારે હોડી રવાના થઈ ક્યારે હોડીએ ફિનિશિંગ લાઈન પસાર કરી એ સ્પષ્ટ રીતે જાણી શકાય છે.

આ હોડીનો કેરળમાં જબ્બર ક્રેઝ જોવા મળે છે. દરેક ટીમના હજારો ફોલોઅર્સ હોય છે અને ઘણી વખત તો મેચ વખતે એ પરસ્પર ફાઈટિંગ પર ઉતરી પડે છે.

Related posts

કરન્સી બજારમાં રૂપિયો અને યુઆન ઉંચકાયો : ઉછળ્યો સ્પેન તથા જર્મનીમાં ફુગાવો હળવો

Padma Patel

GUJARAT ELECTION / સુરતની મુખ્ય 12 બેઠકો જાળવી રાખવા ભાજપ દ્વારા લગાવાયું એડીચોટીનું જોર, જાણો કઈ બેઠક પરથી ક્યો ઉમેદવાર મેદાનમાં

Kaushal Pancholi

મોર્ગન સ્ટેનલીના એમએસસીઆઈ ઈન્ડિયા ડોમેસ્ટિક ઈન્ડેક્સમાં ૧૧ નવી સ્ક્રિપો-શેરોનો સમાવેશ, શેરોમાં મોટી વધઘટ

Padma Patel
GSTV