GSTV
Health & Fitness Life Trending

શું તમે જાણો છો ટાઇપ 1 અને ટાઇપ 2 ડાયાબિટીસ વચ્ચે શું હોય છે અંતર? અહીં જાણો બીમારીનો તફાવત અને કારણ

દરેક ઉંમરના લોકો ડાયાબિટીસની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે. તમે ડાયાબિટીસ વિશે ઘણું સાંભળ્યું હશે. શું તમે ટાઇપ 1 અને ટાઇપ 2 વચ્ચેનો અંતર સમજો છો? આ બંનેના નામ એકસરખા લાગે છે પરંતુ તે બે અલગ-અલગ રોગો છે. આ બંનેના કારણો અલગ-અલગ છે. સામાન્ય રીતે કહીએ તો, ટાઇપ 1 ડાયાબિટીસ વધુ ખતરનાક છે અને યુવાન લોકોમાં તેનું જોખમ વધારે છે. આજે અમે તમને આ બે પ્રકારના ડાયાબિટીસ વચ્ચેના તફાવત અને કારણો વિશે જણાવીશું.

ડાયાબિટીસ

ટાઇપ 1 ડાયાબિટીસ શું છે?

ટાઇપ 1 ડાયાબિટીસ રોગપ્રતિકારક શક્તિમાં ગડબડીને કારણે થાય છે. આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ આપણને બહારથી આવતા હાનિકારક વાયરસ અને બેક્ટેરિયાથી બચાવે છે. જ્યારે ઑટોઇમ્યૂન રિએક્શન આપણા શરીરના સ્વસ્થ કોષો પર હુમલો કરવાનું શરૂ કરે છે, ત્યારે આ રોગ થાય છે. આ રોગને કારણે શરીરમાં ઈન્સ્યુલિનનું ઉત્પાદન બંધ થઈ જાય છે અને તેના કારણે આપણા કોષોમાં ગ્લુકોઝ યોગ્ય માત્રામાં પહોંચતું નથી. ઇન્સ્યુલિન કોષોમાં ગ્લુકોઝના પરિવહનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

ગ્લુકોઝ કોષો માટે ફ્યૂલ તરીકે કામ કરે છે. જ્યારે ગ્લુકોઝ કોષો સુધી પહોંચતું નથી, ત્યારે તે હાઈ બ્લડ સુગર લેવલ તરફ દોરી જાય છે અને શરીરની કામગીરીને ખરાબ રીતે અસર કરે છે. ક્યારેક સ્થિતી ગંભીર બની જાય છે. આહાર અને જીવનશૈલીમાં ફેરફારથી ટાઇપ 1 ડાયાબિટીસ થતો નથી. મોટાભાગના કિસ્સાઓમાં તે આનુવંશિક કારણોસર થાય છે. હાલમાં, આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિમાં ગરબડ કેમ થાય છે તે અંગે સંશોધન ચાલી રહ્યું છે.

diabetes

ટાઇપ 2 ડાયાબિટીસ શું છે?

ટાઇપ 2 ડાયાબિટીસના દર્દીઓના શરીરમાં ઇન્સ્યુલિન બને છે, પરંતુ રજિસ્ટેંસના કારણે તેનો સાચી રીતે ઉપયોગ થઈ શકતો નથી. આવી સ્થિતીમાં, ગ્લુકોઝ લોહીના પ્રવાહની અંદર જમા થાય છે અને તે રોગોનું કારણ બને છે. આ અનહેલ્ધી લાઈફસ્ટાઈલ અને મેદસ્વિતાના કારણે થાય છે. ટાઇપ 2 ડાયાબિટીસ પણ આનુવંસિક કારણે એક પેઢીમાંથી બીજી પેઢીમાં ટ્રાન્સફર થઈ શકે છે. આ લોકોના બોડી ફંક્શનિંગ પર ખરાબ પ્રભાવ પાડે છે અને સમસ્યા પેદા કરે છે.

READ ALSO:

Related posts

Viral Video : સરકારી સ્કૂલોમાં શિક્ષકોને આ માટે અપાય છે તોતિંગ પગાર, જુઓ સાહેબ આવ્યા અને કપડાં કાઢીને સૂઈ ગયા

Hemal Vegda

વિવાદ/ પઠાણ ફિલ્મના વિરોધમા ટ્વિટ કરનાર કચ્છના હિન્દુ સંતને મળી સર કલમ કરવાની ધમકી

Karan

‘બસ 2 સેકન્ડની ભૂલથી નિષ્ફળ રહ્યુ SSLV રોકેટ’, જાણો ISRO ચીફે શું કહ્યુ?

Hemal Vegda
GSTV