ચીની રાષ્ટ્રપ્રમુખ શિ જિનપિંગ અને જાપાની વડાપ્રધાન શિંઝો અબેના ભારત આગમન વખતે સ્વાગતમાં તફાવત
શિ જિનપિંગ | શિંઝો અબે |
પ્રોટોકોલનું પાલન | દોસ્તનું સ્વાગત |
2014માં ભારતની મુલાકાતે આવેલા ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ લડાખ ખાતેના સૈન્ય તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહરાજ્ય ગુજરાતમાં આવ્યા હતા. 1962ના યુદ્ધ પહેલી વખત ભારતમાં ભવ્ય સ્વાગત પામનારા પહેલા ચીનની નેતા જિનપિંગ હતા. અમદાવાદ એરપોર્ટ ખાતે ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગનું વિમાન લેન્ડ થયું. ત્યારે તેમના સ્વાગત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં હાજર ન હતા. પરંતુ ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલે જિનપિંગ અને તેમના પત્નીનું સ્વાગત કર્યું હતું.
| 2017માં જાપાનના વડાપ્રધાન શિંઝો આબે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ડોકલામ વિવાદને કારણે પેદા થયેલા તણાવની સમાપ્તિના થોડા સમગાળામાં ભારત આવનારા પહેલા વિદેશી વડાપ્રધાન તરીકે શિંજો આબે ગુજરાત આવ્યા છે. અમદાવાદ એરપોર્ટ ખાતે શિંઝો આબેના આગમન પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી અહીં આવી પહોંચ્યા હતા. શિંઝો આબે વિમાનમાંથી તેમની પત્ની અકી આબે સાથે સીડીઓથી નીચે ઉતર્યા, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની રાહ જોતા ઉભા હતા. આબેને મોદીએ ઉમળકાભેર ભેંટીને આવકાર્યા હતા અને આબેના પત્ની સાથે વડાપ્રધાન મોદીએ હસ્તધૂનન કર્યું હતું. વડાપ્રધાન શિંઝો આબેને ગુજરાત એરપોર્ટ ખાતે ટ્રાઈ-સર્વિસ ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું.
|
જિનપિંગનો ઈન્તજાર | આબે દંપત્તિ ભારતીય રંગમાં રંગાયું |
અમદાવાદ એરપોર્ટથી ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ અને તેમના પત્ની હોટલ હયાત ખાતે પહોંચ્યા હતા. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જિનપિંગ દંપત્તિના સ્વાગત માટે હોટલની બહાર રાહ જોતા ઉભા હતા. હોટલ હયાત ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જિનપિંગને ચીની ભાષામાં આવકાર્યા હતા. રાજધાની નવી દિલ્હી બહારના કોઈ શહેરમાં પહેલી વખત કોઈ વિદેશી રાષ્ટ્રપ્રમુખનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે જ જિનપિંગ અમદાવાદ આવ્યા હતા. અમદાવાદમાં જ કેટલાક કરારો પર મોદી અને જિનપિંગે હસ્તાક્ષર કર્યા હતા.
| અમદાવાદ એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિંઝો આબે રૉડ શોમાં સામેલ થયા હતા. આઠ કિલોમીટર લાંબા રોડ શૉમાં શિંઝો આબે અને તેના પત્ની અકી આબે ભારતીય રંગે રંગાયેલા જોવા મળ્યા હતા. આબેએ કોટી અને કુર્તો-પાયજામો પહેર્યો હતો. જ્યારે અકી આબેએ સલવાર-કમીઝ અને દુપટ્ટો પહેર્યો હતો.
|
ગાંધી આશ્રમમાં જિનપિંગ | ગાંધી આશ્રમમાં આબે |
2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગને મહાત્મા ગાંધીની કર્મભૂમિ સાબરમતી આશ્રમ ખાતે લઈ ગયા હતા. અહીં નરેન્દ્ર મોદીએ જિનપિંગને ભારતની સ્વતંત્રતા સંગ્રામના એક મહત્વના વારસારૂપ સ્થાનની માહિતી આપી હતી. બંને નેતાઓએ સાબરમતી આશ્રમના ઓટલા પર બેસીને વાતચીત પણ કરી હતી. જ્યારે જિનપિંગે આશ્રમમાં મહાત્મા ગાંધી સંદર્ભે પોતાનો મેસેજ લખ્યો ત્યારે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની પાછળ ઉભા હતા. મોદીએ જિનપિંગને તેમના હોમટાઉન વડનગર ખાતે ચીની તીર્થયાત્રી યુ-એન-સાંગની સદીઓ પહેલાની મુલાકાતની વાત યાદ કરાવી હતી. ભારત અને ચીન વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોની વાત પણ ભગવાન બુદ્ધને યાદ કરીને વડાપ્રધાન મોદીએ કરી હતી.
| સાબરમતી આશ્રમ ખાતે શિંજો આબે અને તેમના પત્ની અકી આબે તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી હતી. ત્યાર બાદ ગાંધીજી કાતતા હતા તે ચરખાની માહિતી પણ વડાપ્રધાન મોદીએ શિંજો આબે અને તેમના પત્ની અકી આબેને આપી હતી. ત્યાર બાદ અબે દંપત્તિએ સાબમતી આશ્રમની વિઝિટર્સ બુકમાં મેસેજ લખ્યો ત્યારે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની સાથે રહ્યા હતા.
|
જિનપિંગ રિવરફ્રન્ટ પર | આબે રિવરફ્રન્ટ પર |
ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગના સ્વાગતમાં રિવરફ્રન્ટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભવ્ય તામજામ કરવામાં આવ્યો હતો. અહીં ગુજરાતની ભાતીગળ સાંસ્કૃતિક ઝાંખીનો જિનપિંગ અને તેમના પત્નીને અહેસાસ કરાવવાની કોશિશ કરવામાં આવી હતી. મોદી અને જિનપિંગ ઝુલે બેસી ઝુલ્યા પણ હતા અને ગુજરાતના પરંપરાગત ગરબા પણ જોયા હતા અને ગરબામાં વપરાતી છત્રી પર પણ જિનપિંગે હાથ અજમાવ્યો હતો.
| જાપાનના વડાપ્રધાન શિંજો આબે અને તેમના પત્ની અકી આબે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાબરમતી આશ્રમના ચબૂતરા પાસે પહોંચ્યા હતા. અહીં ત્રણેય પરંપરાગત ખુરશીઓમાં બેઠા હતા. તે પહેલા ચબૂતરા સંદર્ભે પણ વડાપ્રધાન મોદીએ આબે દંપત્તિ સાથે વાતચીત કરી હતી અને ત્યાંથી રિવરફ્રન્ટ પણ દેખાડી હતી. જો કે જિનપિંગ સાથે વડાપ્રધાન મોદીએ રિવરફ્રન્ટ પર વોક ધ ટોક પણ કરી હતી.
|
2014માં જિનપિંગે મોદી-જિનપિંગે રિવરફ્રન્ટ પર વૈશ્વિક મુદ્દાઓ પર વાતચીત કરી | આબે-મોદીએ અમદાવાદની ઐતિહાસિક સિદી સૈયદની જાળીની મસ્જિદની મુલાકાત લીધી |
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે 2014માં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે લટાર મારતા મારતા એકબીજા સાથે વાતચીત કરી હતી. રિવરફ્રન્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક લાડકો પ્રોજેક્ટ રહ્યો છે અને અહીં મોદી-જિનપિંગે ભારત-ચીન સંબંધો અને વૈશ્વિક મુદ્દાઓ પર વાતચીત કરી હતી.
| 2015માં વારાણસી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શિંજો આબે ગંગા આરતીમાં સામેલ થયા હતા. જ્યારે 2017માં શિંજો આબે અને વડાપ્રધાન મોદી ગુજરાતના મહત્વપૂર્ણ અને વિશ્વપ્રસિદ્ધ પુરાતાત્વિક સ્થાન સિદી સૈયદની જાળીની મસ્જિદની મુલાકાતે ગયા હતા. અહીં અદભૂત કોતરણીવાળી જાળી અને તેના સાંસ્કૃતિક મહત્વની માહિતી પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિંજો આબે અને અકી આબેને આપી હતી. મોદી-જિનપિંગની રિવરફ્રન્ટની વોક ધ ટોક કરતા મોદી અને શિંજો આબેની સિદ્દી સૈયદની જાળીની મસ્જિદની મુલાકાતની તસવીરો બિલકુલ અલગ હતી. |