GSTV

સ્પલિટ કે વિંડો AC! જાણો બંનેના ભાવ અને મેન્ટેનન્સમાં ફરક, કોણ રૂમ વધારે ઠંડુ કરે છે?

Last Updated on June 12, 2021 by Zainul Ansari

ગ્રાહકો સામે મોટો પ્રશ્ન હોય છે કે તે સ્પલિટ એસી લે કે વિંડો, બંને AC કૂલિંગ આપે છે, પરંતુ ભાવમાં તફાવત હોય છે. વિંડો એસી સ્પલિટ એસીની સરખામણીમાં ખૂબ જ સસ્તા હોય છે. જે લોકો અવાજ ઓછી પસંદ કરે છે, તેમના માટે સ્પલિટ એસી યોગ્ય છે. સ્પલિટ એસી મોટા રૂમમાં કૂલિંગ સારી આપે છે, જ્યારે વિંડો એસી નાના રૂમ માટે પરફેક્ટ છે.

વિંડો અને સ્પલિટ એસીમાંથી પસંદગી કરવી મુશ્કેલ કામ છે. આ એવુ કામ છે, જેમાં હંમેશા લોકો કન્ફ્યૂઝ થઇ જાય છે. ખરીદી પહેલા ગ્રાહકોને નક્કી કરી લેવું જોઇએ કે તેમના ઘર માટે શું યોગ્ય છે. બંને એસીનું કામ કૂલિંગ આપવાનું છે, માત્ર કિંમતમાં તફાવત છે. સૌથી પહેલા નક્કી કરી લો કે, બજેટ શું છે. કેટલા રૂપિયા સુધીનું એસી લેવું છે. વિંડો એસી સ્પલિટ એસી કરતા સસ્તી હોય છે. વિંડો એસીનું મેન્ટેનન્સ પણ ઓછો હોય છે.

બંને એસી લગાવવામાં જગ્યાનો ફરક

બંને એસી લગાવવા માટે જગ્યાનો પણ ફરક છે. વિંડો એસીને લગાવવા માટે મોટી સ્પેસ જોઇએ. તેમાં આખી સિસ્ટમ એક યૂનિટ તરીકે લગાવવામાં આવે છે. અથવા આખી બારીમાં વિંડો એસીને લગાવો અથવા દિવારમાં જગ્યા બનાવી તેને સેટ કરો. સ્પલિટ એસીમાં આ વાત નથી થતી. તેમાં બે અલગ અલગ યૂનિટ હોય છે. એક યૂનિટ ઘરમાં લગાવો અને બીજો યૂનિટ બહાર. તેનાથી તમારી જગ્યા બચી જાય છે.

હવે વીજળીના ખર્ચની વાત કરીએ તો, બંનેમાં કોઈ ખાસ અંતર નથી. જોકે બજારમાં 5 સ્ટાર સ્પલિટ એસીની સંખ્યા વિંડો કરતા ઘણી વધારે છે. તેમાં મુખ્ય તફાવત નવા અને જૂનામાં થાય છે. જૂની એસી કોઈ પણ વિંડો અથવા સ્પલિટ તેમા વીજળીનો ખૂબ જ વધારે વપરાશ થાય છે. તેની સરખામણીમાં આજકાલ નવા-નવા પ્રોડક્ટ આવે છે, જે વીજળી બચાવે છે. એસી ખરીદતા સમયે બીઈઈ રેટિંગ જરૂર જોઇ લો.

એસી ચાલવા પર અવાજ

સ્પલિટ એસી ઓછો અવાજ કરે છે. વિંડો એસી વધારે અવાજ કરે છે. એસીના અવાજ માટે કમ્પ્રેસર જવાબદાર હોય છે અને વિંડો એસીમાં કમ્પ્રેસર અને ઇનર બ્લોઅર એક જ હોય છે, તેથી અવાજ વધારે થાય છે. સ્પલિટ અસીમાં આ વાત નથી થતી કારણ કે તેમાં ઇનર અને આઉટર યૂનિટ અલગ-અલગ હોય છે. સ્પલિટ એસીનો કમ્પ્રેસર બહારના યૂનિટમાં હોય છે, જે બહારના ભાગે હોય છે.

કોણ વધારે કૂલિંગ આપે છે

કૂલ કરવાની ક્ષમતા ટન પર નિર્ભર કરે છે. સ્પલિટ એસી ઊંચાઈ પર લગાવવામાં આવે છે, તેથી મોટા સ્પેસને ઠંડુ રાખવામાં સક્ષમ હોય છે. વિંડો એસીથી નાના રૂમ ઠંડુ કરી શકાય છે. સ્પલિટ એસીમાં અલગ-અલગ વેરાયટી છે અને 2 ટનથી ઊપરના પણ એસી લઇ શકો છો. વિંડો એસીમાં એક જ યૂનિટ હોય છે, તેથી મેન્ટેનન્સ ઓછું આવે છે. સ્પલિટ એસીમાં બે યૂનિટ હોય છે, તેથી મેન્ટેનન્સ મોંઘુ પડે છે.

Read Also

Related posts

આતંક/ તાલિબાની આતંકવાદીઓની લોહિયાળ રમત, ગજની જિલ્લામાં 43 લોકોની ગોળી મારી કરી હત્યા

Vishvesh Dave

આ રીતે બાળકોના નામ પર જમા કરો પૈસા, દર વર્ષે આટલા રૂપિયા સુધી બચાવી શકો છો ઈનકમ ટેક્સ

Harshad Patel

નવી ચર્ચા/ 2024 પહેલાં થઈ શકે છે લોકસભાની 1000 સીટ, Central Vista પ્રોજેક્ટમાં સરકાર કરી રહી છે આ તૈયારી

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!