GSTV
Home » News » PM મોદીએ આજે મતદાન સમયે ન કરી આ ભૂલ, 2014માં ભારે થયો હતો વિવાદ

PM મોદીએ આજે મતદાન સમયે ન કરી આ ભૂલ, 2014માં ભારે થયો હતો વિવાદ

નીચેની બે તસવીરો ધ્યાનથી જુઓ.એક તસવીર વર્ષ 2014ની છે,જેમાં ગુજરાતનાં તત્કાલિન મુખ્યમંત્રી મતદાન કરીને આવ્યા ત્યારની છે. બીજી તસવીર વર્ષ 2019ની છે,જેમાં ભારતનાં વર્તમાન પ્રધાનમંત્રી મતદાન કરીને આવ્યા છે.

આપ સૌ જાણો છો કે બન્ને તસવીર નરેન્દ્ર દામોદરદાસ મોદીની છે. ફરી એક વખત ધ્યાનથી જુઓ આ તસવીરો.આ બન્ને  તસવીરોમાં સૌથી મોટું અંતર એ છે કે એક તસવીરમાં મોદી સેલ્ફી લઇ રહ્યા છે. જ્યારે બીજી તસવીરમાં પીએમ મોદી તસવીર ખેંચાવી રહ્યા છે. આ બન્ને તસવીરો વચ્ચે આમ તો કોઇ મોટું અંતર નથી.પરંતુ બન્ને તસવીરમાં ભેદ શું છે.તે આપણે ઘટનાક્રમ પ્રમાણે જોઇએ તો.

2014

આ વર્ષે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, વડાપ્રધાન પદની હરીફાઇમાં હતાં. તેમણે વોટ આપ્યા પછી પોતાની તસવીર ખેંચાવી હતી. ત્યારે તસવીરમાં તેમનાં હાથમાં કમલનું ફુલ હતું.

કમળનું ફુલ ભાજપનું ચૂંટણી ચિન્હ્ર છે.તેમજ મતદાનનાં 48 કલાક પહેલા અને મતદાન દરમિયાન તેને પ્રદર્શિત કરવું તે આચારસંહિતાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન છે.

30 એપ્રિલ,2014નાં રોજ ચૂંટણી પંચનાં નિર્દેશ પ્રમાણે પોલીસે જનપ્રતિનિધિત્વ કાયદાની કલમ 126(1)A અને 126 (1)B હેઠળની જોગવાઇઓનાં ભંગ બદલ મોદી વિરૂદ્ધ FIR   દાખલ કરી હતી.

મે-2016માં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તેમને આ કેસમાં ક્લિનચીટ આપી હતી.

હવે વાત કરીએ એપ્રિલ 2019ની, તો આ ઉપરની તસવીર 23-એપ્રિલની છે. તેમાં કમળ દેખાતું નથી. કારણ કે જે જનતા તે નારદ છે. બાકીનું બધું જેમનું તેમ છે.

READ ALSO

Related posts

કેન્દ્રીય સંરક્ષણ પ્રધાને સૈન્ય દ્વારા ચલાવાતી સ્કૂલોમાં છોકરીઓના પ્રવેશના પ્રસ્તાવને આપી મંજૂરી

Kaushik Bavishi

દેશમાં લોકોના સ્વાસ્થ્ય સાથે રમતનો એક મામલો સામે આવ્યો,

pratik shah

ઝિમ્બાબ્વેમાં મોંઘવારી આસમાને પહોંચી, એક રાતમાં બ્રેડની કિંમતમાં 60 ટકા વધારો

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!