GSTV

Diet Tips: તમારા બાળક માટે આ ફૂડ કોમ્બિનેશન બની શકે છે ઝેર, આજે જ બદલી દો આદત નહીંતર પછતાવા સિવાય નહીં રહે છૂટકો

Last Updated on October 21, 2021 by Pritesh Mehta

તમે અત્યારસુધી એ જ સાંભળ્યું કે વાંચ્યું હશે કે બાળકોને કેવું ભોજન આપવું જોઈએ કે કેવા પ્રકારનો ખોરાક સાથે ખવડાવવા વધુ ગુણકારી હોય છે. પરંતુ શું તમે ક્યારેય એમ જાણવાનો પ્રયાસ કર્યો છે કે બાળકોને કેવા પ્રકારના ફૂડ કોમ્બિનેશન ન આપવા જોઈએ?

ફૂડ

ચોંકવાની જરૂર નથી, કેટલાંક ફૂડ કોમ્બિનેશન એવા છે જેને સાથે આપવાથી બાળકોની ઇમ્યુનીટી અને સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે. આ આર્ટિકલમાં અમે તમને જણાવીશું કે બાળકો માટે ક્યાં પ્રકારના ફૂડ કોમ્બિનેશન હાનિકારક હોઈ શકે છે.

અનાજ અને જ્યુસ

અનાજ હેલ્ધી છે અને આ જ વિચારીને આપણે બાળકોની ડાયેટમાં અનાજને સામેલ કરીયે છીએ. ઘણા ઘરોમાં સવારમાં અનાજની સાથે જ્યુસ આપવામાં આવે છે, જે ખોટું છે. અનાજમાં હાજર કાર્બોહાઇડ્રેટને તોડવા માટે જરૂરી એન્જાઈમ્સની એક્ટિવિટીને ખાટા ફળો જેવાકે સંતરા કે મોસંબીના જ્યુસ ધીમા કરી દે છે. જો તમે બાળકોને આ બંને વસ્તુઓ ડાયેટમાં આપી રહ્યા છો તો તેનાથી પોષકતત્વોની કમી થઇ શકે છે.

બર્ગર અને ફ્રાઈઝ

મોટાભાગના બાળકો બર્ગર અને ફ્રાઈઝ સાથે ખાવાનું પસંદ કરતા હોય છે. એટલે મોટાભાગની જગ્યાઓ પર બર્ગર અને ફ્રાઈઝ એક સાથે આપવામાં આવે છે. તેનાથી બાળકનું બ્લડ સુગર ઓછું થઇ જાય છે. નાના બાળકોની ઇમ્યુનીટી અને પાચન નબળું પડે છે એટલે બાળકોને આ બંને વસ્તુઓ એક સાથે ન આપવી જોઈએ.

પિઝા અને સોડા

બાળકોને પિઝાની સાથે કોલ્ડ ડ્રિન્ક ઘણું જ ટેસ્ટી લાગે છે. પરંતુ આ હાનિકારક છે. પિઝામાં કાર્બોહાઇડ્રેટ ખુબ જ પ્રમાણમાં હોય છે. તેમાં સ્ટાર્ચ અને પ્રોટીન વધુ હોય છે જેને પચાવવા માટે શરીરે વધુ મહેનત કરવી પડે છે. પીઝ્ઝાની સાથે ફિઝી ડ્રિન્ક પીવાથી મામલો વધુ બગડી જાય છે. તેનાથી તમારા બાળકનું પેટ ખરાબ થઇ શકે છે.

કેળા અને દૂધ

કેળા અને દૂધને એકસાથે લેવું ઘણું જ હેલ્ધી માનવામાં આવે છે જયારે આવું નથી. કેળા અને દૂધમાં ઘણાજ પોશાક તત્વો હોય છે પરંતુ તેને એકસાથે ખાવા યોગ્ય નથી. આ પચવામાં ઘણું જ ભારે હોય છે અને તે જમ્યા પછી ઊંઘ આવે છે. એટલે સારું રહેશે જો તમે તમારા બાળકને દૂધ અને કેળા થોડા સમયના અંતરમાં આપો.

ફળ અને યોગર્ટ

આ કોમ્બિનેશનમાં જે ટોક્સિન હોય છે તે દસ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના આંતરડાના ફ્લોરામાં ફેરફાર કરી શકે છે. તેનાથી બાળકને કફ જમવાની, ખાંસી અને શરદી એટલે સુધી ઘણા કિસ્સામાં એલર્જી પણ થઇ શકે છે. એટલે સલાહ આપવામાં આવે છે કે યોગાર્ટ અને ફળ ખાવાના સમયમાં એક કલાકનું અંતર રાખો.

માંસ અને બટાકા

ઘણા લોકો મીટ એટલે કે માંસ બનાવતા સમયે તેમાં બાફેલા બટાકા નાખતા હોય છે જે પેટ મારે અયોગ્ય છે. તેમાં બિલકુલ ફાઈબર નથી હોતું અને ફાઈબર ખોરાકને સરળતાથી પચવામાં મદદ કરે છે. મીટ ભારે હોય છે અને તેને બટાકા સાથે ખાવાથી પાચન પર અસર પડે છે અને પેટનો દુખાવો, અપચો, ગેસ વગેરે સમસ્યાઓ થઇ શકે છે. બાળકની પાચન પ્રક્રિયા માટે પ્રોટીન અને સ્ટાર્ચના કોમ્બિનેશન ઘણું જ ભારે થઇ શકે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

ઓલ્ડ ઇઝ ગોલ્ડ / તમારી પાસે પણ છે આ 2 રૂપિયાનો સિક્કો? તો તમે પણ થઇ શકો છો માલામાલ, જાણો કેવી રીતે

Vishvesh Dave

બાંગ્લાદેશ-પાકિસ્તાન મેચમાં મોટી દુર્ઘટના: બાંગ્લાદેશી બેટ્સમેનના માથામાં વાગી શાહીન આફ્રિદીની બોલ, ડેબ્યૂ મેચમાં જ થઈ આવી હાલત

Zainul Ansari

Sovereign gold bond scheme : આજથી ખુલી છે સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ પરંતુ શું તમે જાણો છો તેના ફાયદા, અહીં જાણો બધું

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!