GSTV
Home » News » ક્રૂડ ઓઇલની કિંમતો વધતા ડીઝલના ભાવમાં ઝીંકાયો વધારો

ક્રૂડ ઓઇલની કિંમતો વધતા ડીઝલના ભાવમાં ઝીંકાયો વધારો

ડીઝલની કિંમતો આસમાનને આંબી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતો વધવાથી સોમવારે ડિઝલની કિંમતોમાં  હાલ સુધીની સૌથી ઉચી સપાટી જોવા મળી હતી. વૈશ્વિક બજારોમાં ક્રૂડ ઓઈલનાં ભાવ સતત વધી રહ્યા છે જેની સીધી અસર દેશમાં પેટ્રોલિયમ પેદાશો, આયાત અને ફુગાવા ઉપર થઇ રહી છે.

સૌથી મોટી રિફાઇનર ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર દિલ્હીમાં ડીઝલનો ભાવ લિટરદીઠ રૂ. 61.74 થયો હતો જ્યારે પેટ્રોલનો ભાવ લિટરદીઠ રૂ .71.18 હતો. જે 1 ઓગસ્ટ 2014ટ બાદ સૌથી વધુ ભાવ નોંધાયો હતો.   ઓર્ગેનાઇઝેશન ઑફ ધ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ (ઓપેક) દ્વારા ઉત્પાદનમાં કાપ અને રશિયા દ્વારા સપ્લાય માર્યાદિત કરવામાં આવતા વૈશ્વિક બજારોમાં ક્રૂડની કિંમતોમાં વધારો થયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.

તમારે પેટ્રોલ-ડીઝલના ભાવ શા માટે વધારે ચૂકવવા પડશે તે જાણો  વાણિજ્ય મંત્રાલયમાં જણાવ્યા અનુસાર સોમવારે ક્રૂડ ઓઈલનું ઇન્ડિયન બાસ્કેટ જુન મહિનાથી 64 ટકા મોંઘુ થઈને 76.26 ડોલર થયું હતું. જ્યારે ગત વર્ષનાં સમાન સમય ગાળાની તુલનાએ ઈમ્પોર્ટ બિલ પણ 28 ટકાના વધારા સાથે રૂ. 66,464 કરોડ થયું હતું.

ઉલ્લેખનીય છે કે મંગળવારે સવારે નવી દિલ્હીમાં ડીઝલનાં ભાવમાં 0.14 પૈસાનાં વધારા સાથે 61. 88 પ્રતિ લિટર થયો હતો જ્યારે પેટ્રોલનાં લિટર દીઠ રૂ.71.27 થયા હતા. જ્યારે ગુજરાતનાં પાટનગર ગાંધીનગરમાં 16 જાન્યુઆરી 2018નાં રોજ પેટ્રોલ પ્રતિ લિટર 61.59 રૂપિયા અને ડીઝલ પ્રતિ લિટર 58.18 રૂપિયાના હોવાનું પેટ્રોલડીઝલ પ્રાઈઝ ડોટ કોમ નામની વેબસાઈટ પરથી જાણવા મળે છે.

Related posts

સાવધાન! આ વેબસાઈટ પરથી ક્યારેય ન ખરીદો વીમો, બેન્ક એકાઉન્ટ થઈ જશે ખાલી

Arohi

ખરાબ સમયમાં આ રીતે RuPay કાર્ડ કરશે મદદ, મળશે 10 લાખ રૂપિયા

Arohi

અનિલ અંબાણી જૂથની રિલાયન્સ કોમ્યુનિકેશન જ બેન્કોના એક લાખ તેત્રીસ હજાર કરોડ ડૂબાડશે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!