GSTV

ડીઝલના વેચાણમાં થયો મોટો ઘટાડો! ભાવ વધારાથી કંટાળીને લોકોએ શોધી કાઢ્યો આ વિકલ્પ

ડીઝલ

સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ડીઝલના ભાવ કેન્દ્ર અને રાજ્ય સરકારના ઉંચા કરવેરાના કારણે અસહ્ય રીતે વધારી દેવાતા અને આ ભાવવધારો પાછો ખેંચવા વ્યાપક રીતે વિરોધ પ્રદર્શનો અને રજૂઆતો છતાં સરકારે ધરાર વેરાબોજ ઓછો નહીં કરતા પેટ્રોલના વિકલ્પે વાહનોમાં લોકો સી.એન.જી. સહિત ગેસનો તો ડીઝલના વિકલ્પમાં બાયો ડીઝલ તરીકે ઓળખાવાતું ઈંધણ મોટાપાયે વપરાવા લાગ્યું છે. પેટ્રોલ પંપ એસો.એ જણાવ્યું કે આના કારણે રાજ્યના ૪ હજાર પેટ્રોલપંપોને અસર પહોંચી છે અને ડીઝલનુ વેચાણ આશરે ૨૦થી ૨૫ ટકા જેટલું ઘટી ગયું છે.

બાયોડીઝલના વેચાણ એસો.ને મળે છે રોજ ચાર-પાંચ ફરિયાદો

ગુજરાત પેટ્રોલપંપ ડીલર્સ એસો.ના  મહામંત્રી ધીમંત ઘેલાણીએ જણાવ્યું કે બાયોડીઝલના વેચાણને એસો.ને રોજ ચાર-પાંચ ફરિયાદો મળે છે, અમે  અગાઉ આ અંગે મુખ્યમંત્રીને રજૂઆત પણ કરી છે પણ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં  કોઈ પગલા લેવાયા નથી. કચ્છમાં ક્યાંક આ અંગે તપાસ કરાય છે. આ ડીઝલ કેટલું માન્ય અને તેનાથી એન્જીનને શુ ફરક પડે અને તે બાયોડીઝલ છે કે અન્ય કોઈ પ્રકારનું તે અંગે અમને કોઈ સ્પષ્ટ માહિતી નથી.  ગુજરાતમાં આજે પેટ્રોલનો ભાવ રૂ।.૭૭.૭૧ અને ડીઝલનો ભાવ તેનાથી પણ વધારે રૂ।.૭૯.૯૧ થયો છે જેની વ્યાપક રીતે માઠી અસર પહોંચી છે.

ડીઝલ

ગુજરાતમાં વેટમાં વધારો

દિલ્હીમાં ડીઝલના ભાવમાં વેટ ઘટાડાતા નોંધપાત્ર ઘટાડો થયો છે પરંતુ, ગુજરાતમાં વેટમાં વધારો કરાયો છે. આ અંગે ખેડૂતો, વેપારી સંગઠનોએ પેટ્રોલ-ડીઝલના ભાવ  ઘટાડવા ભારપૂર્વક રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસે માંગણી કરી છે તો કોંગ્રેસ  સહિત વિપક્ષોએ ત્રણ-ચાર વખત આંદોલનો, વિરોધ પ્રદર્શન કર્યા છે છતાં સરકાર દાદ દેતી નથી અને ઈંધણના ભાવ ઉંચાઈ પર સ્થિર છે.

ડિઝલનો વિકલ્પ

તેની અસર રૂપે હવે વૈકલ્પિક ઈંધણનો વપરાશ વધ્યો છે, પેટ્રોલનો વિકલ્પ ખાસ કરીને ટુ વ્હીલર ચાલકોને મળ્યો નથી અને તેઓ આ મુદ્દે જ્યારે પેટ્રોલ પૂરાવે ત્યારે ઉંચા કરવેરાને દોષ દેતા હોય છે જ્યારે ભારે વાહનોથી માંડીને બોરવેલ, ખેતી કામ માટે વપરાતા ડીઝલના  વિકલ્પમાં અન્ય ડીઝલ શરુ થયું છે.

Read Also

Related posts

અમદાવાદ/ શહેરની ફોરેન પોસ્ટ ઓફિસમાંથી એક વર્ષમાં ડ્રગ્સના અધધ 80 પાર્સલો જપ્ત, યુવાધનને કોણ દોરી રહ્યું છે ગેરમાર્ગે?

pratik shah

ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આજથી પાંચ દિવસ માટે મળશે, સખ્ત નિયમો અને કોવિડ-19ની ગાઈડલાઈનું ચુસ્ત પાલન કરાશે

pratik shah

પોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!