GSTV

ઓઈલ કંપનીઓ દ્વારા ફરી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં કરાયો ઘટાડો

ઓઈલ કંપનીઓદ્વારા ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આજેદિલ્હીમાં લિટર દીઠ પેટ્રોલમાં 17 પૈસા અને ડીઝલમાં 16 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યોછે. દિલ્હીમાં પેટ્રોલ 77 રૂપિયા 89 પૈસા અને ડીઝલ 72 રૂપિયા 58 પૈસા પ્રતિ લિટરેમળી રહ્યું છે. જ્યારે મુંબઈમાં એક લિટર પેટ્રોલ 83 રૂપિયા 40 પૈસા અને ડીઝલ 76રૂપિયા પાંચ પૈસા પ્રતિ લિટરની કિંમતે મળી રહ્યું છે.

પેટ્રોલ અને ડીઝલનીકિંમતોમાં છેલ્લા એક પખવાડિયાથી વધુ સમયથી પૈસે-પૈસે થઈ રહેલો ઘટાડો ગ્લોબલમાર્કેટમાં ખનીજતેલની કિંમતોમાં ઘટાડાને કારણે થઈ રહ્યો છે. ગ્લોબલ માર્કેટમાંખનીજતેલની કિંમતો ઓક્ટોબરમાં લગભગ ચાર વર્ષના ઉચ્ચસ્તરે પહોંચ્યા બાદ હવે અંદાજેવીસ ટકા જેટલા તૂટયા છે. ખનીજતેલની કિંમત ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં 86 ડોલર પ્રતિબેરલ ઉપર પહોંચ્યો હતો. પરંતુ હવે આમા 16 ડોલર જેટલા ઘટાડા સાથે એક બેરલ ખનીજતેલ70 ડોલરની આસપાસ વેચાઈ રહ્યું છે.

પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં 18 ઓક્ટોબરથીઘટાડો જોવા મળી રહ્યો છે. 18મી ઓક્ટોબરે દિલ્હીમાં પેટ્રોલ 82.62 રૂપિયા અને ડીઝલ75.58 રૂપિયા પ્રતિ લિટરે મળી રહ્યું હતું. 18મી ઓક્ટોબરતી પેટ્રોલ અને ડીઝલના ભાવઘટયા છે અથવા તો સ્થિર રહ્યા છે.

Related posts

પિતા કે પત્ની? મૃતકના સ્પર્મ પર કોનો અધિકાર, કોર્ટે આપ્યો મોટો ચુકાદો

Bansari

રાજકોટ/ ખેડૂત સંમેલનને લઇને કોંગ્રેસના નેતાઓની કથિત ઓડિયો ક્લિપ વાયરલ, રાજકારણમાં મચ્યો હડકંપ!

pratik shah

મોદી સરકાર ટેન્શનમાં/ 20 રાજ્યોમાંથી આવશે ખેડૂતો, એક લાખ ટ્રેક્ટરની રેલી નીકળી તો દિલ્હી ટ્રેક્ટરોથી ઉભરાશે

Karan
Do NOT follow this link or you will be banned from the site!