કોરોના સામે રક્ષણ આપવામાં રસી કેટલી મહત્વપૂર્ણ છે તે એક તારણમાં સામે આવ્યું છે. આ વર્ષે કોરોનાને કારણે જેટલા પણ લોકોના મોત નિપજ્યા છે તેમાંથી 92 ટકા એવા લોકો છે કે જેમણે કોરોનાની રસી નહોતી લીધી.
નીતિ આયોગના સભ્ય વીકે પોલે જણાવ્યું હતું કે મોતના આંકડા અને રસી લીધી છે કે નહીં તે તારણ પરથી એક વાત સ્પષ્ટ છે કે રસી અને રસીકરણને કારણે કોરોનાથી લાખો લોકોનું જીવન બચાવવામાં સફળતા મળી છે. રસીએ દેશને કોરોનાને કારણે થતા મોતની સંખ્યામાં વૃદ્ધીથી બચાવી લીધો છે.

ભારતીય આયુર્વિજ્ઞાનના ડો. બલરામ ભાર્ગવે જણાવ્યું હતું કે કોરોના સામે રક્ષણ આપવામાં રસી 98.9 ટકા પ્રભાવીત છે. જો રસીના બન્ને ડોઝ લઇ લેવામાં આવે તો રસી 99.3 ટકા અસરકારક સાબિત થાય છે.
આ વર્ષે કોરોનાને કારણે જે પણ લોકોના મોત નિપજ્યા છે તેમાં 92 ટકા લોકો એવા હતા કે જેમણે રસી લીધી જ નહોતી. એટલે કે રસી લીધી હોય તો પણ કોરોના થવાની શક્યતાઓ તો રહેલી છે પણ મૃત્યુ થવાની શક્યતાઓ ઘટી જાય છે.
Read Also
- મોટા સમાચાર / કચ્છની પલારા જેલમાં સર્ચ ઓપરેશન દરમિયાન 6 મોબાઈલ ફોન મળી આવ્યાં, રાજ્યભરની જેલોમાં તપાસ ચાલુ
- આ વિશિષ્ટ ગિટારને તૈયાર કરવામાં થયા છે 700 દિવસ, ગિટારમાં જડવામાં આવ્યા છે ૧૧૪૪૧ જેટલા હિરા
- ગુજરાતની જેલોમાં દરોડા / પોલીસ નિયમાવલીમાં નિયમિત વિઝીટ અને ચેકીંગના આદેશ, તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શા માટે આપવા પડ્યાં આદેશ?
- ચૈત્ર નવરાત્રિના ઉપવાસમાં દિવસ દરમિયાન એનર્જી રહેશેઃ આ ટિપ્સ કરો ફોલો
- WPL 2023 / યુપી વોરિયર્સને હરાવીને મુંબઈ ઈન્ડિયન્સની ફાઈનલમાં એન્ટ્રી, દિલ્હી- મુંબઈ વચ્ચે ખેલાશે ફાઈનલ મુકાબલો