GSTV
Gujarat Government Advertisement

વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ક્રિકેટરે ભારતીય બોલરોની પ્રશંસાના બાંધ્યા પુલ કહ્યું, ‘મને વિશ્વાસ જ નથી આવતો’

Last Updated on December 14, 2019 by

વર્તમાન સમયે ભારતીય બોલરોનો આક્રામક પ્રદર્શનની દુનિયાભરના ક્રિકેટ દિગ્ગજો વખાણ કરી રહ્યા છે. ત્યારે વેસ્ટ ઈન્ડિઝનાં પૂર્વ ફાસ્ટ બોલર ઈયાન બિશપે વર્તમાન ભારતીય બોલિંગને લઈ પ્રતિક્રિયા આપી છે. તેમણે ભારતના ફાસ્ટ બોલરોને લઈ કહ્યું છે કે, ભારતની ફાસ્ટ બોલિંગે આક્રમણનો પાયો નાંખ્યો છે. પણ વર્તમાન સમયે ભારતીય ટીમ જે રીતે પ્રદર્શન કરી રહી છે તેની તેમણે બિલ્કુલ આશા નહોતી રાખી. બિશપે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, ભારતીય ફાસ્ટ બોલિંગનો પાયો કપિલ દેવ દ્રારા નાખવામાં આવ્યો હતો. હાલ વિરાટ કોહલીએ તેને મજબૂત કર્યો છે. જે આક્રામક બનીને રમવામાં વિશ્વાસ રાખે છે.

52 વર્ષીય બિશપે ભારતના પૂર્વ બોલરોને યાદ કરતા કહ્યું કે, યાદ રાખવું જોઈએ કે બોલરોની આ ટૂકડી અત્યારના સમયમાં તૈયાર નથી થઈ. પણ તેનો પાયો પહેલા જ ઉભો કરી દેવામાં આવ્યો હતો. જો તમે કપિલ દેવના યુગમાં જશો તો તેના પછી તમને શ્રીનાથ, ઝહીર ખાન, મુનાફ પટેલ, એસ.શ્રીસંત જેવા ફાસ્ટ બોલરો જોવા મળશે.

ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ સહિતના યુવા બોલરોની પ્રશંસાના પુલ બાંધતા બિશપે કહ્યું કે, હવે તેને એક એવો કેપ્ટન મજબૂતી આપી રહ્યો છે કે જેમને તેમના પર ભરોસો છે. સાથે જ જસપ્રીત બુમરાહ જેવી પ્રતિભા જે એકવાર જ મળે છે તે પણ મળી છે. પેઢીમાં એક વખત મળનારી પ્રતિભા એટલા માટે કારણ કે તે રમતના તમામ ફોર્મેટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે. મોહમ્મદ શમ્મી પોતાના પ્રદર્શનને એક અલગ સ્તર પર લઈ જઈ ચૂક્યા છે. ઈશાંત શર્મા પણ એક અલગ જ લેવલ પર પહોંચી ચૂક્યો છે.

સાથે તેમણે કહ્યું કે, આ તમામ સફળતાનું શ્રેય કોચ ભરત અરૂણ, પ્રશાસકો અને કેપ્ટનને આપવો જોઈએ. હું આટલો બદલાવ નથી જોઈ શક્યો. પણ મને લાગે છે કે એ બોલરોમાં વધારે જ પ્રતિભા ભરેલી છે. જે 90 કિલોમીટરથી વધારે ગતિથી બોલિંગ કરી શકે છે. જો કે બિશપે ભારતની વર્તમાન બોલરોની તુલના વેસ્ટ ઈન્ડિઝના ખ્યાતનામ અને ભૂતપૂર્વ બોલરો સાથે નહોતી કરી. આ અંગે તેમણે કહ્યું હતું કે, ભારતીય બોલરો પ્રદર્શન જ એ રીતે કરી રહ્યાં છે કે તુલના સંભવ નથી. હું તુલનાથી દૂર રહેવા માગીશ. કારણ કે મને ખ્યાલ નથી કે તમે કઈ રીતે તેનું આંકલન કરશો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અલર્ટ / ભૂલીને પણ ના કરો આ લિંક પર ક્લિક, નહીંતર થઇ જશો કંગાળ: SBIએ તેના ગ્રાહકોને આપી ચેતવણી

Zainul Ansari

Cyber ​​Fraud: જો તમારા ખાતામાંથી પૈસા નીકળી જાય તો ગભરાશો નહીં,આ રીતે પાછી મેળવી શકો છો તમારી મેહનતની કમાણી

Vishvesh Dave

અચાનક રૂપિયાની જરૂર પડી? આ વસ્તુ તમારી પાસે છે તો તરત મળી જશે લોન, જાણી લો જરૂરી વાતો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!