GSTV
Gujarat Government Advertisement

બંગાળ પરિણામ / મમતાએ કાલીઘાટ મંદિરમાં પૂજા કરી, કહ્યું ‘ભૂલી જાઓ કે નંદીગ્રામમાં શું થયું’

બંગાળ

Last Updated on May 2, 2021 by Dhruv Brahmbhatt

દેશનાં પાંચ રાજ્યનાં બહુ ગાજેલા ચૂંટણી જંગનું પરિણામ આજે છે અને આજે મુખ્ય પક્ષો વચ્ચે થનારા બળાબળનાં પારખા પણ ખબર પડી જશે. આજે પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીના ચૂંટણી પરિણામો આવી રહ્યાં છે. પ્રારંભિક વલણો આવવા લાગ્યા છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં ભાજપ અને ટીએમસી વચ્ચે જે પ્રકારે કાંટાની ટક્કર થઈ છે અને એગ્ઝિટ પોલ પણ પચાસ ટકાનાં બેઝ પર છે ત્યારે આજનાં પરિણામો પર સૌ કોઈની નજર મંડરાયેલી છે.

West Bengal Result LIVE

7. 00 PM Updates

 • પ્રચંડ જીત બાદ મમતા બેનર્જીએ કાલીઘાટ મંદિરની પૂજા કરી
 • TMC એ નંદીગ્રામમાં ફરી વાર મતગણતરીની માંગ કરી

પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. પશ્ચિમ બંગાળમાં નંદીગ્રામ બેઠક પર મમતા બેનરજી અને બીજેપીના શુભેન્દુ અધિકારી વચ્ચે કાંટાની ટક્કર થઈ હતી. જેમાં અગાઉ 17માં રાઉન્ડમાં1200 મતોથી મમતા બેનર્જી જીતી ગયા હતાં તેવું સામે આવ્યું હતું પરંતુ હવે અહીં ઉલટ પરિણામ જોવા મળ્યું છે. અહીં શુભેન્દુ અધિકારીએ મમતા બેનર્જીને 1957 વોટથી હાર આપી છે. જો કે આ હારનો ખુદ મમતા બેનરજીએ પણ સ્વીકાર કર્યો છે.

5. 00 PM Updates

સંરક્ષણ મંત્રી અને ભાજપનાં વરિષ્ઠ નેતા રાજનાથ સિહે મમતા બેનર્જીનીપાર્ટીની જીત પર તેમને શુભેચ્છા પાઠવી હતી.

4.30 PM Updates

નંદીગ્રામમાં મમતા બેનરજીએ જીત મેળવી લીધી છે. મમતા બેનરજીએ 1200 મતની સરસાઇથી જીત મેળવી લીધી છે. મહત્વપૂર્ણ છે કે શરૂઆતી વલણમાં ભાજપના ઉમેદવાર શુવેન્દુ અધિકારી ખૂબ જ આગળ ચાલી રહ્યા હતા. જોકે બાદમાં મમતાએ લીડ મેળવી લીધી હતી. છેલ્લા રાઉન્ડ સુધી બંને વચ્ચે રસાકસી ચાલી હતી.

4.00 PM Updates

પશ્વિમ બંગાળની હોટ સીટ ગણાતી નંદીગ્રામ પર મમતા બેનર્જી અને શુભેન્દુ અધિકારી વચ્ચે રસાકસીનો જંગ જારી છે. મમતાએ સત્તાની આ જંગમાં વાપસી કરી છે અને હાલ તેઓ 820 મતથી આગળ ચાલી રહ્યાં છે.

3.30 PM Updates

 • નંદીગ્રામની સીટ પર મમતા બેનર્જી અને ભાજપના ઉમેદવાર શુવેન્દુ અધિકારી વચ્ચે જોરદાર જંગ જામી છે. શુભેન્દુ માત્ર 6 મતથી મમતાથી આગળ નીકળી ગયા છે.
 • પશ્ચિમ બંગાળમાં નંદીગ્રામ સીટ પરના પરિણામથી સૌ કોઈના ધબકારા વધી રહ્યા છે. શુભેન્દુ અધિકારી અને મમતા બેનર્જી વચ્ચે ખૂબ જ ક્લોઝ ફાઈટ થઈ રહી છે. લગભગ 16માં રાઉન્ડની ગણતરીમાં બંને એકબીજાને જૂજ વોટથી આગળ-પાછળ ચાલી રહ્યા છે. હાલમાં શુભેન્દુ અધિકારી 6 મતથી આગળ નિકળ્યા છે. જેને લઈને મમતા સમર્થકોમાં ચિંતાનો વિષય બન્યો છે.
 • 15 રાઉન્ડની ગણતરી બાદ નંદીગ્રામ વિધાનસભા સીટ પરથી TMC પ્રમુખ મમતા બેનર્જી 3800 મતથી આગળ ચાલી રહ્યા છે. 15 રાઉન્ડ આવતા સુધીમાં મમતા આગળ નિકળી ચુક્યા છે.
 • પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીનાં પરિણામ આવ્યા બાદ TMCને મળી રહેલી લીડ બાદ કાર્યકર્તાઓ કોરોનાની ગાઈડલાઈનને ભુલાવીને ઉજવણીમાં લાગી ગયા. ચૂંટણી પંચનાં આદેશને ગણકાર્યા વગર લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા.

3.00 PM Updates

 • સોનાપુર ઉત્તરથી ટીએમસીના ઉમેદવાર ફિરદાઉસી બેગમે 22 હજાર મતોથી વિજય મેળવ્યો છે.
 • નંદીગ્રામમાં 14 રાઉન્ડની મતગણતરી પછી મમતા બેનર્જી 2331 મતો સાથે ફરીથી આગળ રહ્યા હતા. મમતાએ ફરી એક વાર શુવેન્દુ અધિકારીને પાછળ છોડી દીધા છે.
 • ચૂંટણીપંચે કહ્યું-ચૂંટણીની જીતનો જશ્ન મનાવતા દેખાતા લોકો પર FIR નોંધવામાં આવે
 • કોલકાતામાં ભાજપ કાર્યાલય સામે અનેક તૃણમૂલ કાર્યકર્તા એકઠા થયા. જીતની ઉજવણી કરી સૂત્રોચાર કર્યો

2.00 PM Updates

ચૂંટણીના પરિણામો વચ્ચે કોલકાતામાં ટીએમસી અને ભાજપના સમર્થકો આમને-સામને છે. ટીએમસી સમર્થકો અહીં ભાજપ કાર્યાલયની બહાર પહોંચી ગયા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા

બંગાળના ચૂંટણી પરિણામમાં TMCને 200 કરતા વધારે બેઠક પર આગળ ચાલવાને લઈને મમતા બેનર્જી પર રાજકીય શુભેચ્છાઓનો વરસાદ થઇ રહ્યો છે.

દિલ્હીનાં મુખ્યપ્રધાન કેજરીવાલે ટ્વીટ કરીને લખ્યું કે મમતા બેનર્જીને આ જીત માટે શુભેચ્છા. શું લડાઈ લડી છે. બંગાળનાં લોકોને પણ શુભેચ્છા.

UPનાં પૂર્વ મુખ્યપ્રધાને ટ્વીટ કરીને જણાવ્યું છે કે જનતાએ ભાજપને જડબાતોડ જવાબ આપ્યો છે.

શરદ પવારે મમતા બેનર્જી અને તમિલનાડુમાં સ્ટાલિનને શુભેચ્છાઓ પાઠવી

1.00 PM Updates

 • ટોલીગંજથી કેન્દ્રીય મત્રી અને ભાજપા ઉમેદવાર બાબુલ સુપ્રિયો 25000 વોટથી પાછળ રહ્યા
 • નંદીગ્રામમાં મમતા બેનરજી પ્રથમવાર ભાજપાના શુભેન્દુ અધિકારીથી 1500 વોટથી આગળ નીકળ્યા
 • બંગાળમાં કાંટાની ટક્કર વચ્ચે નંદીગ્રામમાં હવે મમતા બેનર્જી આગળ નિકળી ચુક્યા છે.
 • UPનાં પૂર્વ મુખ્યપ્રધાને ટ્વીટ કરીને જણાવ્યું છે કે જનતાએ ભાજપને જડબાતોડ જવાબ આપ્યો છે.
 • બંગાળનાં શરૂઆતનાં પરિણામમાં TMC 200ને પાર

12.30 PM Updates

 • બંગાળની ચૂંટણીમાં ટીએમસી મોટી જીત તરફ આગળ વધી રહી છે. ટ્રેન્ડ્સમાં ટીએમસીની 200થી વધુ સીટો થઇ ગઇ છે જ્યારે બીજેરી હજુ પણ 100 સીટોએ અટકી છે.
 • બંગાળમાં નંદીગ્રામ બેઠક પરથી મમતા બેનર્જી 3781 મતથી પાછળ
 • છઠ્ઠા રાઉન્ડની મત ગણતરી સુધી બંગાળનાં નંદીગ્રામથી ભાજપનાં શુભેન્દુ અધિકારી 7262 મતથી આગળ ચાલી રહ્યા છે. 6 રાઉન્ડ બાદ પણ મમતા બેનર્જી પાછલ ચાલી રહ્યાં છે.
બંગાળ

12.00 PM Updates

 • નંદીગ્રામમાં મમતા બેનર્જી અને શુભેન્દુ અધિકારી વચ્ચે મતોનું અંતર ઘટ્યું. 7000 મતોનું અંતર હવે 3781 થઈ ગયું છે.
 • બંગાળની ટોલીગંજ સીટથી ભાજપા સાંસદ અને કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો 3500 વોટથી પાછળ
 • સિંગૂર સીટ પર તૃણમૂલના બેચારામ મન્નાએ ભાજપાના રવીન્દ્રનાથ ભટ્ટાચાર્ય પર સરસાઈ મેળવી.
 • શિવપુરથી તૃણમૂલ ઉમેદવાર મનોજ તિવારી પાછળ

11.30 AM Updates

 • બંગાળમાં શરૂઆતી મિક્સ ટ્રેન્ડ બાદ ભાજપની બેઠક 100 નીચે પહોચી, બાબુલ સુપ્રિયો ફરી પાછળ, મમતા બેનર્જી સતત પાછળ
 • પશ્ચિમ બંગાળનાં ચૂંટણી પરિણામમાં શરૂઆતી પરિણામમાં જે રીતે જોવા મળી રહ્યું છે તે પ્રમાણે કોંગ્રેસનો વોટ શેર ટીએમસીમાં જતો રહ્યો છે. પાછલા લોકસભા ઈલેક્શનમાં લેફ્ટનાં વોટ ભાજપામાં જતા રહ્યા હતા.
 • ભાજપાના બાબુલ સુપ્રિયો, લોકેટ ચેટરજી અને સ્વપ્ન દાસગુપ્તા પાછળ
 • નંદીગ્રામમાં અંતર ઘટ્યું. હવે શુભેન્દુ અધિકારી 7000ના બદલે 4000 વોટથી આગળ, મમતા બેનરજી પાછળ
બંગાળ

11 AM Updates

 • મમતા બેનર્જીને તેમના જ ગઢ નંદીગ્રામાં મળી રહેલી ટક્કરનાં કારણે મોટો સેટબેક આવી શકે તેમ છે
 • નંદીગ્રામથી ભાજપાના શુવેન્દુ અધિકારી મમતા બેનરજીથી લગભગ 8200 વોટોથી આગળ
 • શ્ચિમ બંગાળનાં શરૂઆતી સમયનાં જે પરિણામ દેખાઈ રહ્યા છે તે મુજબ TMC 171 બેઠક પર, BJP- 110 બેઠક પર અને LEFT-5 બેઠક પર આગળ ચાલી રહ્યું છે.
 • બંગાળમાં શરૂઆતી મિક્સ ટ્રેન્ડમાં 278 પરિણામમાં બંગાળમાં TMC 153 , BJP 118 બેઠક પર આગળ, નંદીગ્રામમાં મમતા બેનર્જી ત્રીજા રાઉન્ડનાં અંતે 7000 મતથી પાછળ

10 AM Updates

 • નંદીગ્રામથી ભાજપાના શુવેન્દુ અધિકારી મમતા બેનરજીથી લગભગ 7000 વોટોથી આગળ
 • શરૂઆતના રૂઝાનોમાં ટીએમલીને બહુમત મળી ગયો છે, અત્યાર સુધી બંગાળમાં ટીએમસીને 148 સીટો અને બીજેપીને 116 સીટો મળતી જોવા મળી રહી છે.
 • બંગાળના ટોલીગંજથી ભાજપાના બાબુલ સુપ્રિયો પાછળ રહી ગયા છે, અગાઉ તેઓ આગળ ચાલી રહ્યા હતા
 • વલણોમાં તૃણમૂલને મોટું નુકસાન, ભાજપાને જોરદાર ટક્કર આપી રહી છે
બંગાળ

9.30 AM Updates

 • બંગાળમાં પોસ્ટલ બેલેટનાં 260 પરિણામમાં બંગાળમાં TMC 145 , BJP 109 બેઠક પર આગળ, નંદીગ્રામમાં મમતા બેનર્જી 3460 મતથી પાછળ
 • પશ્ચિમ બંગાળમાં નંદીગ્રામમાં પ્રથમ રાઉન્ડની ગણતરી સમાપ્ત, ભાજપાના શુભેન્દુ અધિકારીએ 1500 વોટની સરસાઈ બનાવી, મમતા બેનરજી પાછળ
 • બંગાળમાં શુવેન્દુ અધિકારી મમતા બેનર્જી કરતા 1500 મતથી આગળ
 • બંગાળની દેબરા સીટથી ભાજપાના ભારતી ઘોષ આગળ, તૃણમૂલના હુમાયુ કબીર પાછળ
 • બંગાળની તારકેશ્વર સીટથી ભાજપાના સ્વપ્ન દાસગુપ્તા આગળ
 • બંગાળની બહોલા સીટથી ભાજપાના પાયલ સરકાર આગળ
 • બંગાળની સિંગૂર સીટ પર ભાજપા આગળ
 • બંગાળની આસનસોલ સીટથી તૃણમૂલના સયાની ઘોષ આગળ, ભાજપાના અગ્નિમિત્રા પૉલ પાછળ
 • બંગાળનાં ભનાવીપુરમાં EVMથી ગણતરી શરૂ. પોસ્ટલ બેલેટની ગણતરીની વાત કરીએ તો TMC-92 કે જ્યારે BJP-85 બેઠક પર આગળ છે.
 • બંગાળમાં પોસ્ટલ બેલેટમાં શુભેન્દુ અધિકારી મમતા બેનર્જી કરતા આગળ નિકળ્યા

9 AM Updates

 • સવારે 9 વાગ્યા સુધીમાં બંગાળમાં 143 બેઠકોનો ટ્રેન્ડ આવી ગયો છે. ટીએમસી 79 અને બીજેપીની અત્યાર સુધીની 64 બેઠકો પર આગળ છે.
 • બંગાળમાં નંદીગ્રામમાં પોસ્ટલ બેલેટમાં મમતા બેનર્જી આગળ ચાલી રહી છે. શુભેન્દુ અધિકારી પાછળ ચાલી રહ્યા છે.
 • બંગાળનાં પોસ્ટલ બેલેટ પરિણામમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર, BJP-63, TMC-69
 • મુકુલ રોય પણ કૃષ્ણનગર બેઠક પરથી આગળ છે
 • ડોલીગંજમાં બાબુલની લીડ
 • બંગાળની નંદીગ્રામ સીટ પરથી મમતા બેનર્જી આગળ
 • બંગાળની 86 બેઠક પર પોસ્ટલ બેલેટનાં પરિણામમાં બંગાળમાં TMC 49 , BJP 44 બેઠક પર આગળ
 • બંગાળની 96 બેઠક પર પોસ્ટલ બેલેટનાં પરિણામમાં બંગાળમાં TMC 50 , BJP 46 બેઠક પર આગળ

પોસ્ટલ બેલેટનાં પરિણામમાં બંગાળમાં TMC 42 , BJP 40 બેઠક પર આગળ

ભાજપ

બંગાળમાં વોટિંગ 1.5 % ઓછું થયું, આ તૃણમૂલ માટે ચિંતાની વાત

જ્યારે 2019ની લોકસભા ચૂંટણી થઈ હતી, ત્યારે ભાજપાએ બંગાળની 128 વિધાનસભા સીટો પર સરસાઈ મેળવી હતી. જ્યારે તૃણમૂલની સરસાઈ ઘટીને માત્ર 158 સીટો પર રહી હતી. આ વખતે ઓછા વોટિંગે તૃણમૂલની ચિંતા વધારી દીધી. આ વખતે 8 તબક્કામાં સરેરાશ 81.59% વોટિંગ થયું. જ્યારે 2016ની વિધાનસભા ચૂંટણીમાં આ આંકડો 83.02% હતો. એટલે કે આ વખતે વોટિંગ લગભગ 1.5% ઓછું થયું છે. 1.5 % નો ફરક અનેક સીટોનું અંતર પેદા કરી શકે છે.

બંગાળની ચૂંટણીમાં આઠમા તબક્કાનું મતદાન પૂરું થયું તે સાથે જ એક્ઝિટ પોલ રજૂ થયા હતા. એક્ઝિટ પોલમાં દાવો થયો હતો કે પશ્વિમ બંગાળમાં મમતા દીદીની હેટ્રિક લાગશે, પરંતુ ભાજપ ઐતિહાસિક બેઠકો મેળવશે. આસામમાં ભાજપની સત્તા યથાવત રહેશે. તમિલનાડુમાં સત્તા પરિવર્તન થાય તેવી શક્યતા છે. કેરળમાં ડાબેરી સરકાર ફરીથી સત્તામાં આવશે.

પશ્વિમ બંગાળમાં આઠમા તબક્કાનું મતદાન થયું હતું. છેલ્લાં તબક્કામાં ૭૬ ટકા મતદાન થયું હતું. જોકે, મતદાન વચ્ચે હિંસા થઈ હતી. ઉત્તર કોલકાત્તામાં કાર સવારોએ બોમ્બ ફેંક્યા હતા. તે બાબતે ચૂંટણીપંચે અહેવાલ માગ્યો છે. પશ્વિમ બંગાળમાં આઠેય તબક્કામાં હિંસા થઈ હતી.

પશ્ચિમ બંગાળમાં ત્યારે ઉત્તર કોલકાતાના બિરભૂમ જિલ્લાના મહાજાતિ સદન વિસ્તારમાં બોમ્બ ફેંકવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે.  

કયા રાજ્યમાં કોને કેટલી બેઠકો મળશે?

રાજ્યએજન્સીતૃણમૂલભાજપ
પ. બંગાળટાઈમ્સ નાઉ સી વોટર૧૬૨-૧૮૫૧૦૪-૧૨૧
એબીપી-સીવોટર૧૫૨-૧૬૪૧૦૯-૧૨૧
રિપબ્લિક-સીએનએક્સ૧૨૮-૧૩૮૧૩૮-૧૪૮
ઇન્ડિયા ટૂ ડે  – એક્સિસ૧૩૦-૧૫૬૧૩૪-૧૬૦
રાજ્યએજન્સીકોંગ્રેસભાજપ
આસામઈન્ડિયા ટૂડે૪૦-૫૦૭૫-૮૫
ચાણક્ય૪૭-૬૫૬૧-૭૯
રિપબ્લિક-સીએનએક્સ૪૦-૫૦૭૪-૮૪
રાજ્યએજન્સીડીએમકેએઆઈએડીએમકે
તમિલનાડુએબીપી-સીવોટર૧૬૦-૧૭૨૫૮-૭૦
સીએનએક્સ૧૬૦-૧૭૦૫૮-૬૮
ચાણક્ય૧૬૪-૧૮૬૪૬-૬૮
રાજ્યએજન્સીડાબેરીકોંગ્રેસ
કેરળએક્સિસ માય ઈન્ડિયા૧૦૪૨૦-૩૬
એબીપી-સીવોટર૭૧-૭૭૬૨-૬૮
રાજ્યએજન્સીકોંગ્રેસભાજપ
પુડુચેરીએબીપી સી વોટર૬-૧૦૧૯-૨૩

જાણવા મળ્યા મુજબ કારમાં સવાર કેટલાક લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. જો કે તેના કારણે કોઈ નુકસાન થયું હોવાના સમાચાર સામે નથી આવ્યા.

 આ અંગે જાણ થયા બાદ તે વિસ્તારમાં ભારે  પોલીસ બળ તૈનાત કરી દેવામાં આવ્યું છે. ચૂંટણી પંચે આ ઘટનાને લઈ રિપોર્ટની માંગણી કરી છે. નોંધનીય છે કે, બંગાળમાં ચૂંટણીના દરેક તબક્કા દરમિયાન હિંસાની ઘટના નોંધાઈ છે. 

આઠમા અને અંતિમ તબક્કાના મતદાનમાં ૪ જિલ્લાની કુલ ૩૫ વિધાનસભા બેઠકો પર મતદાન  થયું હતું. આ તબક્કામાં માલદાની ૬, બીરભૂમની ૧૧, મુશદાબાદની ૧૧ અને કોલકાતા નોર્થની ૭ બેઠકો સામેલ થતી હતી.

મમતા

પશ્વિમ બંગાળમાં દીદીનો વિજય

છેલ્લાં તબક્કાનું મતદાન પૂર્ણ થયું પછી તરત જ એક્ઝિટ પોલ રજૂ થયા હતા. પશ્વિમ બંગાળમાં દીદીની હેટ્રિક નક્કી મનાય છે. એક્ઝિટ પોલ પ્રમાણે દીદીના તૃણમૂલ કોંગ્રેસ પક્ષને ૧૫૨થી ૧૬૪ બેઠકો મળશે. 

ભાજપનો રાજ્યમાં ઐતિહાસિક દેખાવ હશે. ભાજપની બેઠકોની સંખ્યા ૧૦૯થી ૧૨૧ સુધી હોય એવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.

 કોંગ્રેસ-ડાબેરીના ગઠબંધનને ૧૪થી ૨૫ બેઠકો મળશે. જોકે, અમુક એક્ઝિટ પોલમાં પશ્વિમ બંગાળમાં ભાજપને ૧૬૨થી ૧૮૫ બેઠકો મળતી હોવાનો દાવો થયો હતો, પરંતુ મોટાભાગના એક્ઝિટ પોલના કહેવા પ્રમાણે તૃણમૂલ કોંગ્રેસની સરકાર ત્રીજી વખત બનશે.

આસામમાં ભાજપની વાપસી

આસામમાં ભાજપ અને સાથીપક્ષો મળીને ફરીથી સરકાર બનાવશે, પરંતુ યુપીએ તેનાથી થોડીક જ ઓછી બેઠકો મેળવશે. યુપીએ ૫૩થી ૬૬ અને એનડીએ ૫૮થી ૭૧ બેઠકો મેળવે તેવી શક્યતા વ્યક્ત થઈ હતી.

તમિલનાડુમાં ડીએમકેને સત્તા મળશે

તમિલનાડુમાં સત્તા પરિવર્તન થશે એવા આસાર છે. એબીપી અને સી વોટરના સર્વેમાં તમિલનાડુની ૨૩૪ બેઠકોમાંથી કોંગ્રેસ-ડીએમકેનું ગઠબંધન પૂર્ણ બહુમતિ મેળવશે એવું કહેવાયું હતું. એઆઈડીએમકે અને સાથીપક્ષોને ૫૮થી ૭૦ બેઠકો મળશે. પરંતુ ડીએમકે અને સાથી પક્ષો ૧૬૦થી ૧૭૨ બેઠકો મેળવીને સત્તા પર આવશે.

કેરળમાં ડાબેરીઓનો કિલ્લો બચી જશે

કેરળમાં ડાબેરીપક્ષને ફરીથી સત્તા મળશે. ડાબેરીપક્ષોને ૭૧થી ૭૭ બેઠકો મળશે એવું એક્ઝિટ પોલમાં કહેવાયું હતું. ડાબેરી પક્ષોને રાજ્યમાં ૪૭ ટકા મતો મળ્યા હોવાનો દાવો સર્વેક્ષણોમાં થયો હતો. કેરળમાં ૧૪૦માંથી ડાબેરીપક્ષો ૧૦૪ બેઠકો મેળવી જશે એવી ધારણા પણ છે. 

પુડુચેરીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સ્પર્ધા

પુડુચેરીમાં એનડીએ ૧૯થી ૨૩ બેઠકો મેળવીને સત્તા પર આવશે. યુપીએને ૬-૧૦ બેઠકો મળશે. જોકે, કેટલાક સર્વેક્ષણોમાં બંને વચ્ચે સ્પર્ધા થશે એવું પણ કહેવાયું હતું. ગત ચૂંટણીમાં કોંગ્રેસને ૩૦માંથી ૧૭ બેઠકો મળી હતી. આ ચૂંટણીમાં ભાજપને બહુમતી મળે તેવી શક્યતા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

નફ્ફટાઈ: કફન ચોર ટોળકીને બચાવવા ભાજપ આગળ આવ્યું, કહ્યું છોડી દો આમને આપણા વોટર છે !

Pravin Makwana

અગત્યનું/ કોરોના સંક્રમણથી મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારને મળે છે સાત લાખ રૂપિયાનો વીમા લાભ, જાણી લો આ યોજના વિશે

Bansari

રસીકરણ/ રોજ સરકારે આટલા લાખ લોકોનું કરવું પડશે રસીકરણ, ત્યારે ડિસેમ્બર સુધીને તમામને લાગશે રસી

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!