ફિલ્મ અભિનેત્રી પરિણિતી ચોપરા અને આપના સાંસદ રાઘવ ચઢ્ઢા ડેટિંગ કરી રહ્યાં હોવાનું ચર્ચાય છે.
તાજેતરમાં તેઓ એક રેસ્ટોરાંમાં સાથે જોવા મળ્યાં હતાં. તે વખતે જોવા મળેલી તેમની આત્મિયતા પરથી આ અંદાજ લગાવાઈ રહ્યો છે.
પરિણિતી ચોપરા સિંગલ છે જ્યારે ૩૪ વર્ષીય રાઘવે પણ હજી સુધી લગ્ન કર્યા નથી. હજુ તાજેતરમાં જ અભિનેત્રી સ્વરા ભાસ્કરે સમાજવાદી પાર્ટીના નેતા ફહાદ અહમદ સાથે લગ્ન કર્યાં છે. તે પછી આ બીજી અભિનેત્રીનું યુવા રાજકારણી સાથે ડેટિંગ ચાલતું હોવાનું ચર્ચાય છે. હાલ જાન્યુઆરી મહિનામાં પરિણિતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાનું સમ્માન ભારત યૂકે આઉટસ્ટેન્ડિંગ અચીવર ઓનર્સ કરવામાં આવ્યું હતું.

આ સેરેમની બ્રિટિશ યૂનિવર્સિટીમાં અભ્યાસ કરનારા ભારતીય વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી.
૧૫ વરસ પહેલા પરિણિતી બ્રિટનની મેનચેસ્ટર સ્કૂલની વિદ્યાર્થિની હતી. તેમજ રાઘવ ચડ્ઢા પણ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં શિક્ષણ લીધું છે. બન્ને જ અભ્યાસમાં હોંશિયાર હતા અને પોતાની ક્લાસના ટોપર પણ હતા. તેથી બન્નેને કદાચ એકબીજા સાથે સારા સંબંધ પણ હોઇ શકે એમ મનાય છે.
READ ALSO
- ‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન
- તારીખ 29-05-2023, જાણો સોમવારનું રાશિફળ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો
- બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે
- સિદ્ધપુરમાં માનવ અવશેષો મળી આવવાનો સિલસિલો યથાવત, ખોપડીનો ભાગ મળી આવ્યો