GSTV
Gandhinagar Trending ગુજરાત

રાજકારણ/ શું કોંગ્રેસે ગુજરાતમાં વાપસીની છોડી દીધી આશા? મહિનાઓથી ખાલી પડ્યું છે પ્રદેશ અધ્યક્ષનું પદ, એક્શન મોડમાં BJP

કોંગ્રેસે

શું કોંગ્રેસે ગુજરાતમાં વાપસીની આશા છોડી દીધી છે? શું પાર્ટી ગુજરાત વિધાનસભા ચૂંટણી લડવા માટે ગંભીર નથી?શું પાર્ટી આ વખતે ગત ચૂંટણીની જેમ ભાજપને નહીં ઘેરે? આવા ઘણાં સવાલ છે, જે ગુજરાત કોંગ્રેસના દરેક નેતા અને કાર્યકર્તાના મનમાં ઉઠી રહ્યાં છે. કારણ કે, ગુજરાત ચૂંટણીમાં એક વર્ષથી પણ ઓછો સમય બાકી રહ્યો છે.

કોંગ્રેસે

ચાર વર્ષમાં કોંગ્રેસ પાર્ટી સંગઠન સતત નબળુ પડી ગયું

વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ઉમદા પ્રદર્શન બાદ તેવી આશા જાગી હતી કે કોંગ્રેસ હવે પોતાની સ્થિતિ મજબૂત બનાવી લેશે. પરંતુ ગત ચાર વર્ષમાં પાર્ટી સંગઠન સતત નબળુ પડી રહ્યું છે. પાર્ટીના એક ડઝનથી વધુ ધારાસભ્યો ભાજપમાં સામેલ થઇ ચુક્યાં છે. પાર્ટીના બાકી ધારાસભ્યો પણ પોતાને અલગ અનુભવી રહ્યાં છે.

પ્રદેશ કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે ગુજરાતને લઇને પાર્ટી કેટલી ગંભીર છે, તેનો અંદાજ તેનાથી લગાવી શકાય કે ગત ત્રણ મહિનાથી કોઇ પ્રદેશ પ્રભારી નથી. રાજ્યસભા સાંસદ રાજીવ સાતવનું કોરોનાથી નિધન થયા બાદ મે મહિનાથી આ પદ ખાલી પડ્યું છે. પાર્ટી નેતૃત્વએ પણ પ્રદેશ કોંગ્રેસ નેતાઓ સાથે સંગઠનને લઇને કોઇ ચર્ચા નથી કરી.

કોંગ્રેસે

વધી પીએમ મોદીની સક્રિયતા

પાર્ટી નેતાએ કહ્યું કે ભાજપે ગત વર્ષે પોતાની સ્થિતિ મજબૂત બનાવી છે. ચૂંટણીમાં હજુ એક વર્ષનો સમય બચ્યો છે, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની સક્રિયતા વધારી દીધી છે. ભાજપ સતત મહેનત કરી રહી છે. સાથે જ સતત હારનો સામનો કરવા છતાં કોંગ્રેસ પાછલા ચાર વર્ષથી ગાયબ છે. પાર્ટીએ સંગઠન મજબૂત બનાવવાના કોઇ પ્રયાસ નથી કર્યા. જો કે ગત ચાર વર્ષમાં કોંગ્રેસના પડકારો વધ્યા છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના નિધનથી પણ કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. સાથે જ ગત ચૂંટણીની જેમ આ વખતે પાટીદાર આંદોલન નથી. દલિત અને અન્ય ઓબીસી જાતિઓમાં ભાજપે પોતાની સ્થિતિ મજબૂત બનાવી લીધી છે. તેવામાં પાર્ટી માટે પડકાર સતત વધી રહ્યાં છે.

Read Also

Related posts

સરકારની સ્પષ્ટતા / ઘરના ભાડા પર સરકારની ચોખવટ, હવે માત્ર આ લોકોએ ભરવો પડશે 18% GST

GSTV Web Desk

BIG BREAKING / યુરોપના મોન્ટેનેગ્રોમાં અંધાધૂંધ ગોળીબાર, અત્યાર સુધીમાં 11ના મોત

Hardik Hingu

RBIની રિકવરી એજન્ટ વિરુદ્ધ લાલ આંખ / લોન લેનાર ગ્રાહકને હેરાન કરાશે તો કડક પગલાં લેવામાં આવશે

Hardik Hingu
GSTV