GSTV
Cricket Sports Trending

શું બીસીસીઆઇએ વિરાટ કોહલી પાસેથી કેપ્ટનશીપ છીનવી લીધી? બોર્ડના આ મોટા અધિકારીએ કર્યો ખુલાસો

વિરાટ કોહલીએ પોતે ટી-20 ટીમની કેપ્ટનશીપ છોડી દીધી હતી, પરંતુ ત્યાર બાદ બોર્ડે તેની પાસેથી વનડેની કેપ્ટનશીપ છીનવી લીધી હતી. હવે ખજાનચી અરુણ કુમાર ધૂમલે આ અંગે બોર્ડ સમક્ષ મોટો ખુલાસો કર્યો છે.

ભારતના સુપરસ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી લાંબા સમયથી ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે. તેના બેટમાંથી રન નથી નીકળી રહ્યા. છેલ્લા ત્રણ વર્ષથી તે ક્રિકેટના કોઈપણ ફોર્મેટમાં સદી ફટકારી શક્યો નથી. કોહલીની કેપ્ટન્સીમાં ભારતીય ટીમને ટી-20 વર્લ્ડ કપ 2021માં હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી, કોહલી પાસેથી વનડેની કેપ્ટનશીપ લેવામાં આવી હતી, જેના કારણે ભારતીય પ્રશંસકોને લાગ્યું કે બીસીસીઆઇ તેની સાથે સારો વ્યવહાર નથી કરી રહ્યું. હવે બીસીસીઆઇના ટ્રેઝરર અરુણ કુમાર ધૂમલે મોટું નિવેદન આપ્યું છે.

BCCI

એક કાર્યક્રમમાં બોલતા અરુણ કુમારે કહ્યું, ‘જ્યાં સુધી વિરાટની વાત છે, તે કોઈ સામાન્ય ખેલાડી નથી. તે મહાન છે અને ભારતીય ક્રિકેટમાં તેમનું યોગદાન અજોડ છે. આ પ્રકારની વાતચીત (બોર્ડ કોહલીને સાઇડલાઇન કરવાનો પ્રયાસ કરી રહ્યું છે) મીડિયામાં થતી રહે છે અને તેની અમને અસર થતી નથી. અમે ઈચ્છીએ છીએ કે તે જલ્દી ફોર્મમાં પરત ફરે અને જ્યાં સુધી ટીમની પસંદગીનો સવાલ છે, આ વાત અમે તેને પસંદગીકારો પર છોડી દઈએ છીએ.

ટીમ ઈન્ડિયા

અરુણ કુમાર ધૂમલે કહ્યું, ‘જ્યાં સુધી કેપ્ટનશિપની વાત છે, વિરાટ કોહલીએ નક્કી કર્યું કે તે કેપ્ટનશીપ નહીં કરે. પરંતુ આ તેમનો દૃષ્ટિકોણ છે. તે સુકાનીપદ છોડવા માંગતો હતો અને તે સંપૂર્ણ રીતે તેનો નિર્ણય હતો અને અમે તેનું સન્માન કરીએ છીએ. જુઓ, તેણે ભારતીય ક્રિકેટમાં એટલું યોગદાન આપ્યું છે કે ક્રિકેટ બોર્ડમાં દરેક વ્યક્તિ તેનું સન્માન કરે છે.

ટી-20 વર્લ્ડ કપ બાદ વિરાટ કોહલીએ પોતે ટી-20 ટીમની કેપ્ટનશીપ છોડી દીધી હતી. જો કે, આ પછી બીસીસીઆઇ મર્યાદિત ઓવરના ફોર્મેટ અને ટેસ્ટ ક્રિકેટ માટે બે અલગ-અલગ કેપ્ટન ઈચ્છતી ન હતી. આવી સ્થિતિમાં રોહિત શર્માને ફરી ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન બનાવવામાં આવ્યો છે. વિરાટ કોહલીની કપ્તાનીમાં ભારત એક પણ આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી શક્યું નથી.

Read Also

Related posts

ખાદ્ય ચીજો પર GST જેવી બાબતો પરથી લોકોનું ધ્યાન ભટકાવવા બોયકોટની ગેમ રમવામાં આવી રહી છેઃ અનુરાગ કશ્યપ

Hemal Vegda

બ્રિટનના નવા વડાપ્રધાન ક્યારે ચૂંટાશે? મતદાનના આટલા રાઉન્ડ બાદ નામ ફાઈનલ થાય છે, આ રહી પ્રક્રિયા

Binas Saiyed

આમિર ખાને લાલ સિંહ ચઢ્ઢાની અસફળતાના કારણે લીધો આ મોટો નિર્ણય, ફિલ્મે 5 દિવસમાં માત્ર 48 કરોડની કરી કમાણી

Hemal Vegda
GSTV