GSTV
Home » News » સહેવાગે પાક. બોલરોની કરી ધોલાઇ, કહ્યું- ‘હાથોએ હથિયાર છોડ્યા છે, ચલાવાનું નથી ભૂલ્યા’

સહેવાગે પાક. બોલરોની કરી ધોલાઇ, કહ્યું- ‘હાથોએ હથિયાર છોડ્યા છે, ચલાવાનું નથી ભૂલ્યા’

સ્વિટ્ઝરલેન્ડના પર્યટન સ્થળ સેન્ટ મોરિટ્ઝમાં સેન્ટ મોરિટ્ઝ આઇસ ક્રિકેટ 2018 રમવામાં આવી હતી. તેમા ભારત, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, ઇંગ્લેન્ડ, અને દક્ષિણ આફ્રીકાના ખેલાડીઓએ ભાગ લીધો હતો. એક ટીમના કેપ્ટન વિરેન્દ્ર સહેવાગ હતા તો બીજી ટીમના કેપ્ટન શાહિદ આફ્રિદી હતા. મજબૂત પિચની જગ્યાએ 22 યાર્ડની બરફ આચ્છાદિત પિચ પર મેચ રમવામાં આવી હતી.

હંમેશા પાકિસ્તાન વિરુદ્ધ દમદાર બેટિંગ કરનાર સહેવાગનું બેટ આ પિચ પર ગરજ્યૂ. તેણે 31 મેચોમાં શાનદાર 62 રન બનાવ્યા. મેચ બાદ તેમણે ટ્વિટર પર લખ્યું, ‘હાથોએ હથિયાર છોડ્યા છે, ચલાવાનું ભૂલ્યા નથી’.

સહેવાગ પેલેસ ડાઇમન્ડ્સના કેપ્ટન છે ત્યારે રોયલ્સના કેપ્ટન શાહિદ આફ્રિદી છે. પહેલા બેટિંગ કરવા ઉતરી સહેવાગની ટીમે 20 ઓવરમાં 164 રન બનાવ્યા. જેમા સૌથી વધારે 62 રન સહેવાગે બનાવ્યા. તેમણે શોએબ અખ્તર અને અબ્દુલ રજ્જાકની બોલ પર સિક્સ ફટકારી. ઇનિંગમાં તેમણે 4 ફોર અને 5 સિક્સ લગાવી. પરંતુ શોએબ અખ્તરે તેમને આઉટ કર્યા હતા.

જવાબમાં રોયલ્સે શાનદાર બેટિંગ કરી અને 15 ઓવરમાં જ મેચ જીતી લીધી. તેમની ટીમમાંથી ઓવેજ શાહે સૌથી વધારે 74 રન બનાવ્યા. જેમા 5 ફોર અને 7 સિક્સ સામેલ હતા. મેન ઓફ ધ મેચ તેમને જ આપવામાં આવ્યો હતો.

સહેવાગની ટીમ :

વિરેન્દ્ર સહેવાગ (કેપ્ટન), દિલશાન, જયાવર્ધને, માઇકલ હસી, સાઇમન્ડ્સ, મોહમ્મદ કેફ, જોગિન્દર શર્મા, રમેશ પવાર, અજીત અગરકર, ઝહીર ખાન, મલિંગા.

આફ્રિદીની ટીમ :

ગ્રીમ સ્મિથ, મેટ પ્રાયર, જેક કાલિસ, ઓવેજ શાહ, શાહિદ આફ્રિદી, ગ્રાન્ટ એલોઇટ, નાથન મેક્કુલમ, ડેનિયલ વિટોરી, મોન્ટી પનેસર, અબ્દુલ રજ્જાક, શોએબ અખ્તર.

Related posts

1 ડિસેમ્બરથી અમલી બનશે ફાસ્ટટેગ, નહીં તો ભરવો પડશે બે ગણો ટોલટેક્સ

Arohi

મામા-ભાણિયા વિખવાદ- ગોવિંદા પરિવાર સાથે કપિલ શર્મા શોમાં આવતાં જ કૃષ્ણા થયો ગાયબ

NIsha Patel

શરાબની શોખિન જોલીને લગ્નેત્તર સંબંધો પણ હતા, ગણાતી હતી સંસ્કારી ગૃહિણી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!