GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

રમત-રમતમાં લાખો રૂપિયાનો હીરો ખાઈ ગયો કુતરો, ઓપરેશન કર્યુ તો નીકળ્યુ એવુ કે ચોંકી ગયા ડૉક્ટર

હીરાના ઘરેણાનુ નામ સાંભળીને જ કોઈપણ મહિલાના આંખોમાં ચમક આવી જાતી હોય છે. આવે પણ શું કામ નહી, ડાયમંડ આવે જ છે એટલુ મોંઘુ છે કે, જે પણ મહિલાને તેને ઘરેણા મળી જાય તે લકી જ છે, પરંતુ ડાયમંડ ખરીદવુ દરેકના ગજાની વાત નથી. એક મિનિટ માટે વિચારો કે, તમે ડાયમંડ ખરીદ્યો અને તમારો લાડલો ડોગી તેને ખાઈ જાય તો. આવી જ એક ઘટના પુણેમાં સામે આવી છે. જ્યાં પુણેના એક હીરાના વેપારીના કુતરાએ રમત-રમતમાં બે હીરાને ગળી ગયો હતો. આ હીરાની કિંમત 1.50 લાખ રૂપિયા છે. કુતરા દ્વારા હીરાને ગળ્યા બાદ લોકો ઘબરાઈ ગયા. આ ઘટના બાદ હીરાના વેપારી તરત જ આ કુતરાને હોસ્પીટલ લઈને ગયા હતા.

પેટમાં માત્ર હિરો નહી પણ નીકળ્યુ આ બધુ

હોસ્પીટલમાં કુતરાનુ ઓપરેશન કરવામાં આવ્યુ, જેથી હિરાને કાઢી શકાય. ડૉક્ટરોએ જ્યારે કુતરાનુ ઓપરેશન કર્યુ ત્યારે તે હેરાન થઈ ગયા હતા. કારણ કે, કુતરાના પેટમાંથી માત્ર બે હિરા જ નહી, પરંતુ એક સોઈ, કેટના બે બટન, રબરનો તાર અને કેટલાક દોરા પણ મળી આવ્યા હતા.

કૂતરો હીરો કેમ ગળી ગયો?

આખરે એવુ તે શું થયું કે કૂતરો હીરા ગળી ગયો, તેના પર ડૉક્ટરોનુ કહેવુ છે કે, હીરાની ચમક જોઈને કૂતરાએ આવું કર્યું હશે. ડૉકટરો કહે છે કે, હાલ કૂતરો બરાબર છે અને હીરાના વેપારીઓ તેને ઘરે પરત લઈ ગયા છે. ડૉક્ટરો તેમ પણ કહે છે કે કૂતરો ચમકતી વસ્તુઓ તરફ આકર્ષાતો હશે, તેથી તેણે સોય, રબર અને કોટનું બટન ખાઈ લીધુ હશે. જોકે, કૂતરાએ તે બધુ ચાવ્યું ન હોય, પણ તે બધું ગળી ગયું. આ તમામ બાબતોને ઓપરેશન બાદ દૂર કરવામાં આવી છે.

READ ALSO

Related posts

સસ્પેન્ડેડ DSP દેવિંદર સિંહ સહિત છ પર ચાર્જશિટ, સંવેદનશીલ માહિતી મેળવી રહ્યા હતા પાક.અધિકારીઓ

Pravin Makwana

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં હેલ્થકેરમાં નોકરી કરતી યુવતીએ કર્યો આપઘાત

Nilesh Jethva

છેલ્લા 24 કલાકમાં દેશમાં આવ્યા નવા 23 હજારથી વધુ કેસ, મૃત્યાંક પહોંચશે 20 હજારની નજીક

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!