GSTV
Home » News » 3000 મીટરની સ્ટીપલચેઝમાં દોડવીરનું ઉતરી ગયું એક બુટ અને પછી જે થયું તે દર્શકો જોતા રહી ગયા

3000 મીટરની સ્ટીપલચેઝમાં દોડવીરનું ઉતરી ગયું એક બુટ અને પછી જે થયું તે દર્શકો જોતા રહી ગયા

હિંમત અને ખેલદિલીની ભાવના તો તમે સાંભળી જ હશે, પણ કોઇ દિવસ કોઇ એવા ખેલાડીનું નામ સાંભળ્યું છે જેણે એક પગમાં સ્પોર્ટ શૂઝ પહેરી દોડ લગાવી હોય અને જીત્યો પણ હોય. ખેલના મેદાનમાં તમામ વસ્તુઓ શક્ય છે. અને આવું બન્યું છે કોઇ નાની મોટી રેસમાં નહીં, પરંતુ સ્વીત્ઝર્લેન્ડની IAAF ડાયમંડ લીગમાં. જ્યાં આ શાનદાર ખેલાડી એક પગમાં બુટ પહેરી દોડ લગાવે છે અને જીતે પણ છે. કેન્યાનો દિગ્ગજ દોડવીર કોન્સેસલસ કિપરુતોએ આ કારનામુ કરી બતાવ્યું છે.

વીડિયોમાં ચોખ્ખુ દેખાઇ રહ્યું છે કે આ દોડવીર જ્યારે બીજા નંબર પર હતો ત્યારે તેણે બધી તાકાત અને હિંમત લગાવી દેતા પ્રથમ નંબરના દોડવીરને માત્ર 0.4 સેકન્ડના અંતરે હરાવી દીધો. એક સમયે લાગતું હતું કે તે આ દોડને માત્ર પૂર્ણ કરવા માગતો હશે. પરંતુ દર્શકોએ તેનો ઉત્સાહ વધારતા તેણે અંત સુધી હાર ન માની અને જીતીને રહ્યો.

 

ફિનીશ લાઇન પાર કરતા આ ખેલાડીનો પગ દુખતો હતો, તે લંગડાઇ રહ્યો હતો, તેના પગમાં ઇજાઓ પહોંચી હતી. પરંતુ તેણે એ કરી બતાવ્યું હતું જે તે કરવા માગતો હતો. બાદમાં કોન્સેસલસ કિપરુતોએ પોતાનો અનુભવ ટ્વીટર પર પણ જતાવ્યો અને ફેન્સ સાથે શેર કર્યો.

એશિયન ગેમ્સ હાલ ચાલી રહી છે, ત્યારે સમાચારોની વચ્ચે આ ખેલાડીએ પોતાની રમત પ્રત્યે દર્શાવેલ નિષ્ઠા અને હિંમત ક્યાંક ઢંકાઇ ગયેલી હતી. જોકે બાદમાં તેનો આ કારનામો સોશિયલ મીડિયાના કારણે દુનિયાની સામે આવવા લાગ્યો.

Related posts

એક મહિના પહેલાં જ પ્રેમ થયો, કાલે તેના ઘરે જઈ કરી દીધી આ ભૂલ અને પહોંચવું પડ્યું હોસ્પિટલ

Bansari

અલ્પેશ ઠાકોરે રિઝલ્ટ પહેલાં કરી દીધા આ દાવાઓ, લોકસભાનો રેકોર્ડ તૂટશે રાધનપુરમાં

Nilesh Jethva

હરિયાણામાંથી ભાજપ સરકારની વિદાય નિશ્ચિત છે, કોંગ્રેસ પૂર્ણ બહુમતિ સાથે સરકાર રચશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!