GSTV
Home » News » પ્રધાનમંત્રી મોદી યુવાન દેખાવા માટે સવારમાં ડાયમંડ ફેશિયલ કરે છે

પ્રધાનમંત્રી મોદી યુવાન દેખાવા માટે સવારમાં ડાયમંડ ફેશિયલ કરે છે

કોંગ્રેસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કોઈ પણ ક્ષેત્રે માત આપવા માગે છે. એકાદ વર્ષ પહેલા વિવાદ સામે આવ્યો હતો કે પ્રધાનમંત્રી સૌથી મોંઘા તાઈવાનના મશરૂમ ખાય છે. જેના કારણે મશરૂમ પર રાજકારણ રમાવા લાગ્યું હતું. હવે પવન ખેડાએ કહ્યું છે કે, ‘પીએમ મોદી સવારે ડાયમંડ ફેશિયલ કરે છે. અને એક ફેશિયલની કિંમત 8 લાખ રૂપિયા છે. જે દેશમાં ખેડૂત બે ટાઈમની રોટલી માટે તરસી રહ્યો છે એ દેશમાં પ્રધાનમંત્રી આટલું મોંઘુ ફેશિયલ કરાવે તો સવાલ ઉઠવો જ જોઈએ.’

આ અંગે ભાજપના પ્રવક્તા સંદિપ પાત્રાએ કહ્યું હતું કે, ‘જ્યારે દેશ પાકિસ્તાનને સબક શીખવાડવામાં લાગેલું છે ત્યારે વિપક્ષ આવા ઓછા આરોપ લગાવે છે.’ પણ આ આરોપ પ્રત્યારોપ સાચા છે કે ખોટા એ વચ્ચે જાણી લઈએ કે ડાયમંડ ફેશિયલ શું છે ?

ડાયમંડનો માત્ર જ્વેલરીના રૂપે ઉપયોગ કરવામાં નથી આવતો. પણ ત્વચાને નિખારવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ ફેશિયલ સૌથી શ્રેષ્ઠ ફેશિયલ ટ્રીટમેન્ટ ગણવામાં આવે છે. જે કોઈ પણ સારા સલૂનમાં કરવા મળે છે.

તમારી ત્વચાને ખૂબસુરત બનાવવા માટે એક સેશનની કિંમત 2000 રૂપિયાથી 4500 રૂપિયા સુધીની હોય છે. જાવેદ હબીબના ફ્રેન્ચાઈઝી સેન્ટરમાં ડાયમંડ ફેશિયલની કિમત 1500 રૂપિયાથી શરૂ થાય છે. ત્યાં વીએલસીસીમાં પણ ડાયમંડ ફેશિયલ 1499 એટલે કે પંદરસો જ અને અલ્ટ્રા વાઈટનિંગ ડાયમંડ ફેશિયલ 3999 અને ચારકોલ બ્લો ડાયમંડ ફેશિયલ 1299 રૂપિયા છે. ટેક્સ અલગથી લગાવવામાં આવે છે.

ડાયમંડ ફેશિયલ ઘણા પ્રકારના હોય છે. સિમ્પલ ડાયમંડ ફેશિયલને બોલિવુડ ફેશિયલ પણ કહેવામાં આવે છે. એન્ટી એન્જીંગ માટે ડાયમંડ ફેશિયલ ખૂબ જ પોપ્યુલર છે. જે ડલ અને ડ્રાઈ સ્કિન માટે ખૂબ જ ઉપયોગી છે. આ સિવાય ચહેરા પરની કરચલીઓ ઓછી કરવા માટે પણ મદદ કરે છે. જેમાં ઘણા એન્ટી એન્જિંગ લાભ થાય છે. ડાયમંડ ફેશિયલ ન માત્ર તમારી ત્વચાના ટોનને દૂર કરે છે પણ બ્લેકહેડ્સને પણ દૂર કરે છે. ડાયમંડ ફેશિયલ કિટ ડાયમંડ સ્ક્રબ, ડાયમંડ ડિટોક્સીફાઈંગ લોશન, ડાયમંડ મસાજ જેલ અને ડાયમંડ ફેસ માસ્કનો સમાવેશ થાય છે.

ડાયમંડ સ્ક્રબમાં પ્રાકૃતિક અવયવો જેવા કે ફુલોનો અર્ક, તેલ અને અખરોટ સાથે હિરાની રાખ હોય છે. આ સ્ક્રબનો ઉપયોગ કરવાથી મૃત કોશિકાઓ હટી જાય છે. જેનાથી વ્યક્તિ યુવાન દેખાય છે. ડાયમંડ ડિટૉક્સિફાઈંગ લોશનનો ઉપયોગ ત્વચાને નિખારવા અને સાફ કરવા માટે કરવામાં આવે છે. ડાયમંડ મસાજ જેલમાં એન્ટી એન્જીંગના ગુણ હોય છે. જે ચહેરાની ત્વચાને કસવામાં અને કરચલીઓ દૂર કરવામાં મદદ કરે છે. ત્વચાની ઉંમર વધતા રોકે છે. ડાયમંડ ફેસ માસ્ક ડિસ્ક્રાઈબ્ડ અને ટેન્ડ ત્વચાનો ઈલાજ કરવામાં ખૂબ પ્રભાવી હોય છે. આ સિવાય ત્વચામાં દાગ ધબ્બાઓ ઓછા કરવામાં પણ ઉપયોગી છે.

READ ALSO

Related posts

ગુજરાતનાં CM વિજય રૂપાણીનાં કાફલાને અકસ્માત નડ્યો,અંબાજીથી પરત ફરતા બની ઘટના

Riyaz Parmar

અધધધ…ચોથા તબક્કાનાં 300થી વધુ ઉમેદવારો કરોડપતિ,આ ઉમેદવારતો સાક્ષાત ધનકુબેર

Riyaz Parmar

ભાવનગરમાં ગુંગળાઈ જવાથી ત્રણનાં મોત,પાણીનાં સેમ્પલ લેવા જતા બની ઘટના

Path Shah