GSTV
Home » News » વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટે નિરવ મોદી વિરુદ્ધ જારી કર્યો વોરન્ટ, ટૂંક સમયમાં કરાશે ધરપકડ

વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટે નિરવ મોદી વિરુદ્ધ જારી કર્યો વોરન્ટ, ટૂંક સમયમાં કરાશે ધરપકડ

nirav modi news

મની લોન્ડરિંગ કેસમાં પ્રત્યાર્પણ કરવાની ઇડીની માગના સંદર્ભમાં લંડનની કોર્ટે બે અબજ ડોલરના પીએનબી કૌભાંડના મુખ્ય આરોપી અને જ્વેલરી ડિઝાઇનર નિરવ મોદી વિરુદ્ધ પ્રત્યાર્પણ વોરન્ટ ઇશ્યુ કર્યો છે અને ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે.

વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા નિરવ મોદી વિરુદ્ધ જારી કરાયેલા ધરપકડ વોરન્ટની જાણ તપાસ એજન્સીને કરી દેવામાં આવી છે. સ્થાનિક પોલીસ દ્વારા ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામા આવે તેવી શક્યતા છે. 

ધરપકડ કરવામાં આવ્યા પછી સૌૈ પ્રથમ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ તેના પ્રત્યાર્પણ માટેની કાયદાકીય પ્રક્રિયા શરૃ કરવામાં આવશે. 

ઇડીએ આ મહિનાની શરૃઆતમાં જણાવ્યું હતું કે બ્રિટનના ગૃહ પ્રધાન સાજિદ જાવીદે નિરવ મોદીના પ્રત્યાર્પણની અરજીને કોર્ટમાં મોકલી આપી હતી. 

બ્રિટનના અખબારે તાજેતરમાં એક અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે નિરવ મોદી લંડનના રસ્તાઓ પર આરામથી ફરી રહ્યો છે અને તે શહેરના વેસ્ટ એન્ડમાં ૮૦ લાખ પાઉન્ડના એક એપાર્ટમેન્ટમાં વસવાટ કરે છે.  ઉલ્લેખનીય છે કે ઇડી અને સીબીઆઇ નિરવ મોદી અને મેહુલ ચોકસીની મની લોન્ડરિંગ અને ભ્રષ્ટાચારના કેસમાં તપાસ કરી રહી છે.

Related posts

ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમના પૂર્વ MDનું કરોડોનું જમીન કૌભાંડ,એસીબીની તપાસમાં સામે આવી ચોંકાવનારી…

Path Shah

આતંકી અથડામણમાં શહીદ થયા મેજર, મોટી સંખ્યામાં લોકોએ ભીની આંખો સાથે આપી વિદાય

Path Shah

ફ્રેન્ચ અબજોપતિએ સોધેબી હાઉસ અધધ આટલા અબજ ડોલરમાં ખરીદયુ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!