GSTV

ફાયદાની વાત / આ કંપનીના તમામ કર્મચારીઓને મળશે 26 સપ્તાહની પેરેન્ટલ લીવ, સાથે મળશે અનેક લાભ

Last Updated on August 2, 2021 by Dhruv Brahmbhatt

ડિયાજિયો ઇન્ડિયાએ લિંગ સમાનતાને આગળ વધારવા અને વધુ વ્યાપક અને પ્રગતિશીલ કાર્યસ્થળ બનાવવા માટે ફેમિલી લિવ પોલિસી શરૂ કરી છે. આ નીતિ તમામ કર્મચારીઓને 26 અઠવાડિયાની પેરેંટલ રજા પૂરી પાડે છે. કર્મચારીના લિંગ અથવા જાતીય અભિગમને ધ્યાનમાં લીધા વગર માતાપિતાની રજામાં તમામ લાભો અને બોનસનો સમાવેશ થાય છે. ડિયાજિયો ઇન્ડિયાની આ નીતિ સરોગસી, દત્તક અને જૈવિક ગર્ભાધાનને આવરી લે છે.

ફક્ત લાઈફ પાર્ટનર નહીં પણ પાર્ટનરનો પણ થશે સમાવેશ

ડિયાજિયો ઈન્ડિયાના ચીફ હ્યુમન રિસોર્સિસ ઓફિસર આરીફ અઝીઝે જણાવ્યું હતું કે, “આ રજામાં જીવનસાથી સાથે સાથે પાર્ટનરનો પણ સમાવેશ થાય છે. આપણી વિચારસરણીને વધુ સર્વગ્રાહી બનાવવાની દિશામાં આ એક મહત્વનું પગલું છે. સાથે સાથે સમાવિષ્ટ નીતિઓ અને પર્યાવરણ બનાવવાનું લક્ષ્ય છે. કર્મચારીઓને કાર્યસ્થળમાં સફળ કરવામાં મદદ કરવા માટે અમારું માનવું છે કે, આ પગલું વધુ ઇક્વિટીનો માર્ગ મોકળો કરશે અને અમારી સાથે પ્રતિભા જાળવી રાખવામાં આવશે અને તેની સાથે સંવર્ધન કરી શકાશે.”

નવી નીતિ 30 જુલાઈથી લાગુ થશે

ડિયાજિયો ઇન્ડિયાની ફેમિલી લીવ પોલિસી 30 જુલાઈથી લાગુ થશે. આ નીતિ તમામ નવા માતાપિતાને લાગુ પડે છે અને નવા પિતા દ્વારા બાળકના જન્મ/દત્તક લીધાના 12 મહિનાની અંદર કોઈપણ સમયે તેનો લાભ લઈ શકાય છે. આ એટલા માટે છે કે માતા તેની કારકિર્દી તેમજ અન્ય પ્રાથમિકતાઓનું વધુ સારી રીતે સંચાલન કરી શકે. અઝીઝ કહે છે કે દરેક કર્મચારીને તેમની નોકરી પર તેમજ નવા પરિવારના વાલીપણાના આનંદ પર સમાન ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે જેથી તેઓ તેમના બાળક સાથે ગુણવત્તાયુક્ત સમય પસાર કરી શકે અને બોન્ડ બનાવી શકે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

આ વર્ષે ગુજરાતમાં ચોમાસું મોડું વિદાય લે તેવાં એંધાણ, હજુ પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી

Dhruv Brahmbhatt

ખુશખબર! ભારતમાં આવશે ઉડતી કાર, એક સાથે આટલા લોકો આકાશમાં ઉડશે, સરકારે શેર કરી તસવીરો

Bansari

કામનું/ SBI, HDFC કે પછી PNB? જાણો કઈ બેન્ક આપી રહી છે FD પર સૌથી વધુ વ્યાજ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!