પહેલાથી બીજા રોગથી પીડિત દર્દીઓ માટે કોરોના વાઇરસ સૌથી વધુ જોખમી સાબિત થઇ રહ્યું છે. ડાયબિટીઝ પણ આ જ બિમારીઓમાંથી એક છે, જે કોરોના દર્દીની મુશ્કેલી વધારી રહ્યો છે. આમ તો કોરોનાની બીજી લહેર સ્વસ્થ લોકોને પણ પોતાની ઝપટમાં લઇ રહી છે, તેમ છતાંય ડાયબિટીઝના દર્દીમાં તેની ગંભીરતા થોડી વધારે છે.
ડાયબિટીઝના દર્દીઓમાં કોરોનાના બીજા પણ લક્ષણો જોવા મળી શકે છે. જો સમયસર ધ્યાન આપવામાં ના આવે, તો તે જીવલેણ પણ થઇ શકે છે. ચાલો જાણીએ લક્ષણો અંગે, જેને અવગણવા ભારે પડી શકે છે.
સ્કીન રેશિઝ અને નખ પર અસર
બીજી લહેરમાં ઘણા લોકોને સામાન્ય લક્ષણો પહેલા સ્કિન રેશિઝ, સોજો અથવા એલર્જી જેવી સમસ્યા થઇ રહી છે. જેમ કે હાથ-પગના નખ પર અસર અને સ્કીન પર લાલ ફોલ્લીઓ જેવા લક્ષણો એ દર્દીમાં વધારે દેખાઇ રહ્યા છે, જેમનું બ્લડ શુગર લેવલ વધારે છે.
ડાયબિટીઝના દર્દીના ઘાવ ઝડપથી નથી ભરાતા. હાઈ બ્લડ સુગરના કારણે સ્કિન ખૂબ જ ડ્રાય થઇ જાય છે. ઉપરાંત સ્કીન પર સોજો, રેડ પૈચેઝ, ફોલ્લીની સંભાવના વધી જાય છે. આ તમામ વસ્તુ કોરોના સાથે પણ થઇ શકે છે. તેથી ડાયબિટીઝવાળા કોરોનાના દર્દીઓને તેમની સ્કીન પર ધ્યાન આપવું જોઇએ.
કોવિડ ન્યૂમોનિયા
કોરોનાના દર્દીમાં ન્યૂમોનિયાનું જોખમ વધે છે. ખાસકરી એ લોકોને જેમને ડાયબિટીઝ છે. વધેલા બ્લડ શુગર શ્વાસ સંબંધિત સમસ્યા પેદા કરી શકે છે, જેના કારણે કોરોના વધુ ગંભીર બની જાય છે. ડોક્ટર મુજબ હાઈ બ્લડ શુગરમાં વાઇરસ શરીરમાં સરળતાથી ફેલાઇ જાય છે અને બીજા અંગોને ખરાબ કરવા લાગે છે.
ઓક્સિજનની અછત
બીજી લહેરમાં કોરોનાના દર્દીમાં ઓક્સિજનની ઉણપ વર્તાઇ રહી છે. ડાયબિટીઝના દર્દીની ઇમ્યુનિટી નબળી હોય છે, એવામાં એ લોકોમાં ઓક્સિજનની અછતનું જોખમ વધી જાય છે. ડાયબિટીઝના દર્દીમાં શ્વાસ લેવામાં સમસ્યા અને ચેસ્ટ પેન જેવા લક્ષણ વધારે જોવા મળે છે. ઉપરાંત હાઇપોક્સિયાનું પણ સૌથી વધુ જોખમ ડાયબિટીઝના દર્દીમાં હોય છે. હાઇપોક્સિયામાં કોઇ લક્ષણ વગર પણ ઓક્સિજન લેવલ ઓછું થઇ જાય છે.
બ્લેક ફંગસ
કોરોનામાં બ્લેક ફંગસનું જોખમ અચાનકથી વધ્યું છે. તેના કારણે દર્દીને માથામાં દુ:ખાવો, આંખ નબળી પડવી અને સોજા જેવા લક્ષણો દેખાય છે. કેટલાક કેસોમાં તેનાથી દર્દીનું જીવ પણ જોખમ મુકાય છે. આ ખાસકરી કોરોનાથી સાજા થયા પછી એ દર્દીને થાય છે, જેમનું બ્લડ શુગર ખૂબ જ વધારે હોય અથવા જેમને સ્ટેરોઇડની વધારે ડોઝ આપવામાં આવી હોય.
Read Also
- જય જગન્નાથ / ઈસ્કોન મંદિરમાં 13મી રથયાત્રાનું આયોજન, પૂરજોશમાં ચાલી રહી છે તૈયારી
- કહી ખુશી કહી ગમ / મહારાષ્ટ્રમાં ઠાકરેના રાજીનામાં બાદ ભાજપમાં ખુશીનો માહોલ, ફડણવીસને મોં મીઠું કરાવ્યું
- મહારાષ્ટ્ર સંકટ / ઉદ્ધવના રાજીનામા પછી દેવેન્દ્ર ફડણવીસનું થશે રાજતિલક, શિંદેની પણ ચમકશે કિસ્મત
- Breaking / ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું, મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલ
- મોટા સમાચાર / સુપ્રીમમાંથી ફટકો પછી સોશિયલ મીડિયા પર ઉદ્ધવ ઠાકરેનું સંબોધન, આપી શકે છે રાજીનામું