જો આ લક્ષણ દેખાય તો તરત જ તપાસ કરાવી લો, હોઇ શકે છે ડાયાબિટીસ

ડાયાબિટીસ (મધુપ્રમેહ) રોગ ખોરાકમાંના પોષક ઘટક કાર્બોદિત પદાર્થના ચયાપચયની ખામીથી ઉદ્દભવતો રોગ છે જેમકે અતિ ચા, કોફી, સરબતો, આઈસ્ક્રીમો, અન્ય કાર્બોનિટેડ ઠંડા પાણીઓ, મિઠાઇઓ, અતિ ભારે ચરબીયુક્ત ખોરાક, બેઠાડુ જીવન, માનસિક તાણ, વારસાગત, વ્યાયામ-કસરતનો અભાવ, અયોગ્ય આહાર-વિહાર, વધારે વજન વગેરે.

સામાન્ય રીતે આ રોગના લક્ષણો જેવા કે,
• વારંવાર પેશાબ માટે જવું
• ખુબ તરસ લાગવી
• ખુબ ભૂખ લાગવી
• વજન ઘટવું
• પગમાં કળતર થવું
• પીંડી કડવી
• ખાલી ચઢી જવી
• ચામડીના રોગો થવા
• નબળાઈ લાગવી
• ગુપ્ત ભાગોમાં ખંજવાળ-ચળ-ખુજલી આવવી
• મોઢામાં મીઠો-મીઠો સ્વાદ આવ્યા કરે
• મોઢું સુકાય
• આખે ઝાંખપ આવે
• ચશ્માંના નમ્બર માં વારંવાર ફેરફાર થાય
• ગુમડા નીકળે
• ઈજાઓમાં પાક રસી થાય
• શરીરે ચળ આવે
• ઘાવ ન રૂઝાય

વગેરે એક કે એક કરતા વધારે લક્ષણો ચિન્હો જોવા મળે છે .પરંતુ ઘણીવખત કોઇપણ જાતના લક્ષણો જોવા મળતા નથી એટલે કે અલાક્ષણીક ડાયાબીટીસ હોય ત્યારે આ લક્ષણો નો અભાવ જોવામાં આવે છે. પરંતુ લોહી -પેશાબની તપાસ દ્વારા ચોક્કસપણે જાણી શકાય કે ડાયાબિટીસ છે કે નહી. આ માટે એકવાર રિપોર્ટ કરાવવા હિતાવહ માનવામાં આવે છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter