GSTV
Health & Fitness Life Trending

ચેતવણી/ ડાયાબિટીસના દર્દીઓએ આ ફળોનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ, થઈ શકે છે અનેક નુકસાન

ડાયાબિટીસ

જ્યારે પણ આપણે કોઈ બિમારીનો શિકાર બનીએ છીએ, ત્યારે આપણે ડોક્ટર પાસે જઈને તેનો ઈલાજ કરાવીએ છીએ અને દવાઓનું સેવન કરીએ છીએ. એવી જ એક બિમારી છે ડાયાબિટીસ એટલે કે મધુપ્રમેહ. જેમાં અનેક પ્રકારની દવાઓનું નિયમિત સેવન કરવાનું હોય છે. નહીં તો તમારી સમસ્યામાં વધારો થઈ શકે છે. પરંતુ અમૂક બિમારીમાં દવાઓ સાથે ખાન-પાનનું પણ નિર્ભર કરે છે. તમારે કઈ વસ્તુઓ ખાવી જોઈએ અને કઈ વસ્તુનું સેવન કરવું નહીં આ વાતનું વિશેષ ધ્યાન લેવું જોઈએ. તો ચાલો અમે તમને જણાવીએ કે ડાયાબિટીસથી પીડાતા લોકોએ કઈ વસ્તુનું સેવન કરવું નહીં.

દ્રાક્ષ

દ્રાક્ષ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. દ્રાક્ષ ખાવામાં મીઠી અને ખાટી હોય છે. પરંતુ જો ડાયાબિટીસના દર્દી વધુ પ્રમાણમાં દ્રાક્ષનું સેવન કરે તો તેના માટે નુકસાનકારક સાબિત થાય છે. જો કોઈ વ્યક્તિ 1 કપ દ્રાક્ષ ખાય તો તેના શરીરમાં 23 ગ્રામ સુધી ખાંડ જાય છે. એવામાં વિચારો કે જો ડાયાબિટીસનો દર્દી દ્રાક્ષનું વધુ પ્રમાણમાં સેવન કરે છે તો કેટલી ખાંડ તેના શરીરમાં થઈ શકે છે. એટલા માટે એવા વ્યક્તિએ મર્યાદિત માત્રામાં દ્રાક્ષ ખાવી જોઈએ.

કેળા

તમે પતલાથી થોડા ભરાવદાર થવા માગો છો જીમ જાવ છો અથવા તો સવારે દોડવા જાવ છો. એવા લોકોને કેળાનું સેવન કરતા વધુ પડતા જોવા મળ્યા છે. આ લોકો માટે કેળા ખૂબ ફાયદાકારક છે. અને શરીરમાં અનેક લાભ થાય છે. કેળા અનર્જી આપવાનું કામ કરે છે. કારણ કે તે આપણા શરીરમાં શર્કરાનું પ્રમાણ તુરંત જ વધારે છે. અને શરીરને બુસ્ક કરે છે. જ્યાં કેળાની ક્વોલિટી સામાન્ય લોકો માટે ફાયદાકારક સાબિત થાય છે. ત્યાં ડાયાબિટીસથી પીડાતા લોકો માટે આ નુકસાન કારક છે. કારણ કે કેળાનું સેવન કરવાથી તેમના શરીરમાં શર્કરાનું લેવલ વધી જાય છે.

દહીં

કેરી

આપણે રાત્રીના ભોજન બાદ અથવા તો દિવસમાં પણ અનેક ફળોનું સેવન કરતા હોઈએ છીએ. પરંતુ વાત જ્યારે કેરીની આવે તો પછી બાકીના બધા ફળો છોડીને લોકો આ ફળનું સેવન કરવું સારું માને છે. કેરીને ફળોનો રાજા માનવામાં આવે છે. અને ગર્મીમાં લોકો કેરીનું સેવન જ્યૂસ બનાવીને પણ કરે છે. પરંતુ ડાયાબિટીસના દર્દી માટે કેરીનું સેવન નુકસાન કારક હોય છે. એક કેરીમાં લગભગ 45 ગ્રામ નેચરલ શર્કરા હોય છે. એવામાં કેરીનું સેવન કરવાથી ડાયાબિટીસના દર્દીને ફાયદાની જગ્યાએ નુકસાન થઈ શકે છે.

READ ALSO

Related posts

સાઉથની વધુ એક ફિલ્મનો બોક્સ ઓફિસ પર તરખાટ, ‘પોન્નિયિન સેલ્વન’નુ બે દિવસનુ કલેક્શન 150 કરોડ

GSTV Web Desk

Ind Vs SA / ભારતે બીજી મેચમાં પણ આફ્રિકાને ચટાડી ધૂળ, ટી-20 સીરીઝ પર જમાવ્યો કબ્જો

Hardik Hingu

ભારત જોડો યાત્રા / ભારે વરસાદ વચ્ચે પણ રાહુલ ગાંધીનું ભાષણ જારી, અમને કોઈ નહીં રોકી શકે

Hardik Hingu
GSTV