GSTV
Health & Fitness Life Trending

રામબાણ ઇલાજ/ ડાયાબિટિસના દર્દી વાસી મોઢે ચાવી લે આ 4 પાન, ડાયેટ કર્યા વિના કંટ્રોલમાં રહેશે બ્લડ શુગર

ડાયાબિટિસ

ડાયાબિટીસના દર્દીઓ માટે તેમની લાઇફ સ્ટાઇલ અને ખાનપાનનું ધ્યાન રાખવું જરૂરી છે જેથી બ્લડ સુગરનું લેવલ કંટ્રોલમાં રહે. કેટલીક નેચરલ રીતો છે જે બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. નિષ્ણાતોના મતે તુલસી, ઓલિવ અને મધુનાશિની જેવા છોડના લીલા પાંદડા તમને ડાયાબિટીસની સમસ્યામાં ફાયદો પહોંચાડશે.

ઓલિવના પાન

ઓલિવના પાન ચાવવાથી પણ ફાયદો થશે. જો ટાઇપ 2 ડાયાબિટીસના દર્દીઓ ઓલિવના પાનનું સેવન કરે છે, તો તે બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. વર્ષ 2013માં કરવામાં આવેલા એક અભ્યાસ અનુસાર, સંશોધકોએ શોધી કાઢ્યું હતું કે ઓલિવના પાનનું સેવન કરવાથી ઇન્સ્યુલિન રેસિસ્ટેંસમાં સુધારો થાય છે. આ અભ્યાસમાં 46 લોકોને ઓલિવના પાન ખાવા માટે આપવામાં આવ્યા અને 12 અઠવાડિયા પછી જોવામાં આવ્યું કે તેનાથી ડાયાબિટીસના દર્દીઓને ફાયદો થયો છે.

મીઠી તુલસીના પાન

ખેતી

સ્ટેવિયા એટલે કે મીઠી તુલસી ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. 2018ના અભ્યાસમાં, સંશોધકોએ શોધી કાઢ્યું હતું કે જે દર્દીઓએ મીઠી તુલસીનું સેવન કર્યું છે તેઓ બ્લડ સુગરના લેવલને ઘટાડવામાં મદદ કરે છે. અમેરિકન હાર્ટ એસોસિએશન (એએચએ) અને અમેરિકન ડાયાબિટીસ એસોસિએશન (એડીએ) અનુસાર, મીઠી તુલસીના પાનનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે.

સલગમના પાન

ડાયાબિટિસ

સલગમના પાનમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે. અભ્યાસ અનુસાર, જો ટાઇપ 1 ડાયાબિટીસવાળા લોકો ફાઇબરનું સેવન કરે છે, તો તે બ્લડ સુગર લેવલ ઘટાડવામાં મદદ કરે છે. ટાઈપ 2 ડાયાબિટીસના દર્દીઓમાં સલગમના પાન ચાવવાથી બ્લડ સુગર, લિપિડ અને ઈન્સ્યુલિનના લેવલમાં સુધારો થઈ શકે છે.

મધુનાશિનીના પાન

ડાયાબિટિસ

ઔષધીય ગુણોથી સમૃદ્ધ, મધુનાશિનીના પાન બ્લડ શુગર લેવલને ઘટાડવા માટે જાણીતું છે. 2013 ના અભ્યાસ મુજબ, જ્યારે ટાઇપ 1 અને ટાઇપ 2 ના દર્દીઓને 18 મહિના માટે મધુનાશિનીના પાન આપવામાં આવ્યા હતા, ત્યારે તેમનામાં ઇન્સ્યુલિન લેનારાઓ કરતાં વધુ તફાવત હતો. આનાથી બ્લડ શુગર લેવલ ઘટાડવામાં મદદ મળી.

Read Also

Related posts

મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ

Hardik Hingu

મોંઘવારી સામે લડવા ઓઈલ કંપનીઓ પાસે વધુ ટેક્સ વસૂલવા સરકારની તૈયારી

GSTV Web Desk

રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય ઓઈલ કંપનીઓના ડિવિડન્ડના રૂ. 1000 કરોડ અટવાયા

GSTV Web Desk
GSTV