ડાયાબિટીસ એક એવી બીમારી છે કે જે માનવીને અંદર અને બહારથી સંપૂર્ણ રીતે હેરાન પરેશાન કરી દે છે. આજના સમયમાં ડાયાબિટીસ એક ગંભીર સમસ્યા બની ગઇ છે. તમને જણાવી દઇએ કે, ડાયાબિટીસને સંપૂર્ણ રીતે ઠીક કરવી એ સંભવ નથી પરંતુ તેને કંટ્રોલમાં રાખી શકાય છે. એ માટે શરીરમાં બ્લડ શુગર લેવલ (Blood Sugar Level) ને નિયંત્રણમાં રાખવું પડે છે. ડાયાબિટીસના દર્દીઓએ ખાવા-પીવામાં ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. ડાયાબિટીસના દર્દીઓનું ડાયટ વિશેષ પ્રકારનું હોય છે. તેમના ડાયેટમાં લાપરવાહી રાખવામાં આવે તો તેઓને ખૂબ મોટું નુકસાન થઇ શકે છે.

ડૉક્ટરોનું માનીએ તો ડાયાબિટીસ આનુવંશિક અને ઉંમર વધવા પર અથવા તો મોટાપાના કારણે અથવા તો તણાવના કારણે હોઇ શકે છે. ડાયાબિટીસથી પીડિત લોકોને હાર્ટ એટેક અને હાર્ટ સ્ટ્રોકનો ખતરો સૌથી વધારે હોય છે. આ સાથે જ ડાયાબિટીસથી કિડનીની સમસ્યા અને પગ સુન્ન થઇ જાય તેવી પણ સમસ્યા સર્જાઇ શકે છે. તમને જણાવી દઇએ કે, ડાયાબિટીસના દર્દી શુગર લેવલને કંટ્રોલમાં રાખવા માટે પોતાના ડાયેટમાં ફળ, લીલી શાકભાજીને શામેલ કરી શકે છે.
ડાયાબિટીસના દર્દીઓનો લંચ આવો હોવો જોઇએ
લીલી શાકભાજી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. જો તમે ડાયાબિટીસના દર્દી છો તો લંચમાં લીલી પત્તાદાર શાકભાજીઓ જરૂરથી ખાવી જોઇએ. ડાયાબિટીસના દર્દીઓએ લંચમાં પાલક, મેથી, બ્રોકલી, લૌકી, તોરઇ, કારેલા જેવી શાકભાજી જરૂરથી શામેલ કરવી જોઇએ. તેમાં ઓછી કેલરી અને વધારે પોષકતત્વો ઉપલબ્ધ હોય છે કે જે બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે.
ફૈટી ફિશ
જો તમે નોનવેજ ખાવાનું પસંદ કરો છો તો લંચમાં તમે ફૈટી ફિશને શામેલ કરી શકો છો. આ સિવાય તમે સાર્ડિન, હેરિંગ, સૈલ્મન ફિશ પણ ખાઇ શકો છો. ડાયાબિટીસના દર્દીઓ માટે ફિશ વધારે ફાયદાકારક માનવામાં આવે છે. ફિશમાં ઓમેગા-3 ફૈટી એસિડ, ડીએચએ અને ઇપીએ સારી માત્રામાં મળી આવે છે. તેનાથી શરીરના સોજાને ઓછાં કરી શકાય છે. ફૈટી ફિશ બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખવાની સાથે-સાથે હાર્ટને પણ હેલ્ધી રાખે છે.

દહીં
ડાયાબિટિસના દર્દીઓએ લંચમાં દહીંનો સમાવેશ કરવો જોઇએ. દહીંને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. દહીંમાં સારી માત્રામાં કેલ્શિયમ, પ્રોટીન અને પોષક તત્વો હોય છે. દહીં ઇમ્યુનિટીને પણ મજબૂત કરે છે.
સંપૂર્ણ અનાજ અને વિવિધ દાળ
સંપૂર્ણ અનાજ અને વિવિધ દાળોમાં પણ વધુ માત્રામાં પોષક તત્વો મળી આવે છે. તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, પોટેશિયમ અને ફાઇબર ઉપલબ્ધ હોય છે. ડાયાબિટિસના દર્દીઓએ લંચમાં દાળ અને સંપૂર્ણ અનાજને શામેલ કરવા જોઇએ. તેનાથી બ્લડ શુગર લેવલને નિયંત્રણમાં રાખવામાં પણ મદદ મળશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- BIG BREAKING / ઉદ્ધવ સરકારની આવતીકાલે અગ્નિપરીક્ષા, સુપ્રીમ કોર્ટનો ‘સુપ્રીમ’ ચુકાદો
- BIG BREAKING / સુપ્રીમકોર્ટે ફ્લોર ટેસ્ટ પર નિર્ણય સુરક્ષિત રાખ્યો, ટૂંક સમયમાં મહત્વનો ચુકાદો આપશે
- મહારાષ્ટ્રના સત્તા સંઘર્ષમાં અમિત શાહની એન્ટ્રી : ભાજપ હવે ઉદ્ધવ સરકારને ઉથલાવી દેશે
- પુત્ર આકાશ પછી પુત્રી ઈશાને આ બિઝનેસ સોંપી શકે છે મુકેશ અંબાણી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેને બનાવ્યો ખાસ પ્લાન
- નૂડલ્સ તો ઘણા ખાધા હશે, આજે ટ્રાય કરો કોકોનટ સૂપ નૂડલ્સ-સ્વાદમાં આવશે પોઝિટીવ બદલાવ