GSTV

સાવચેતી/ ડાયાબિટીસ છે તો ખાવામાં આ 5 ફૂ્ડ્સની ના કરો અવગણના, ઈમ્યુનિટી નહીં પડવા દે ક્યારેય નબળી

diabetes

Last Updated on August 22, 2020 by Bansari

કોરોના મહામારી વચ્ચે ઈમ્યૂનિટીને મજબૂત રાખવી બહુજ જરૂરી છે. કારણકે, ડોક્ટર્સ મુજબ નબળા ઈમ્યૂનિટીવાળા લોકોને કોરોનાનો ખતરો વધારે હોય છે. એવામાં ડાયાબિટીસનાં દર્દીઓએ પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. આજકાલ આ બિમારી સામાન્ય થઈ ગઈ છે. બાળકો હોય કે, વૃદ્ધો દરેક લોકો તેની ઝપેટમાં આવી રહ્યા છે. ઘણીવાર ડાયાબિટીસનાં દર્દીઓ પોતાના ડાયેટ વિશે બેદરકાર રહે છે. જેને કારણે તેઓનું બ્લડ શુગર ફક્ત નથી વધતુ પરંતુ તેમની ઈમ્યુનિટી પણ નબળી પડી જાય છે. એવામાં આ કોરોનાના સમયમાં ડાયાબિટીસનાં દર્દીઓએ પોતાના ખોરાકનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

મેથીનું  પાણી

મેથીના પાણીમાં એંટીઓક્સિડેન્ટ અને વિટામિન્સ હાજર હોય છે. જે બ્લડમાં શુગરાનાં લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તેના સિવાય તે ડાયાબિટીસનાં લક્ષણોને પણ વધવાથી રોકે છે.  દરરોજ રાત્રે મેથીનાં દાણાને પાણીમાં પલાળીને સવારે તે પાણીને પીવો, તે ઘણું ફાયદાકારક રહેશે.

મગ દાળ

સ્વાસ્થ્ય માટે મગદાળ બહુજ ફાયદાકારક રહે છે. તેમાં પ્રોટીન અને ફાઈબર હોય છે. જે ડાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક હોય છે. સાથે જ તેમાં હાજર મિનરલ્સ ઈમ્યુનિટીને વધારવામાં મદદ કરે છે. એટલા માટે ડાયાબિટીસનાં દર્દીઓને દરરોજ ડાયેટમાં મગદાળ સામેલ કરવી જોઈએ.

બ્રોકલી

બ્રોકલીમાં મેગ્નેશિયમ અને વિટામિન સી ઉચ્ચ માત્રામાં હોય છે. એટલા માટે તેને ડાયેટમાં સામેલ કરીને બ્લડશુગરને કંટ્રોલ કરી શકાય છે. આ સિવાય પણ બ્રોકલી સેવનથી દર્દીઓમાં ઈંસ્યુલિનનું લેવલ પણ કંટ્રોલ કરી શકાય છે.

દહીં

દહીમાં હાજર ગુડ બેક્ટેરિયા ડાયાબિટીસનાં દર્દીઓ માટે ખૂબજ ફાયદાકારક હોય છે. તે શરીરમાં લિપિડ લેવલને ઘટાડવામાં મદદ કરે છે. જે ડાયાબિટીસનાં દર્દીઓ માટે ફાયદાકારક હોય છે. તેમાં ઉચ્ચ માત્રામાં પ્રોટીન હોય છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે.

ચીકુ

આ ફળ બહુજ મીઠુ હોય છે. તેના સિવાય તેનો ગ્લાઈસેમિક ઈન્ડેક્સ ઘણો વધારે હોય છે. જેના કારણે તમારું બ્લડ શુગર ઘણું વધારે તેજીથી વધી શકે છે.

READ ALSO

Related posts

ફોન પર કહ્યું હું કિડનૈપ થઈ ગયો છું, આખી રાત 600 પોલીસ જવાનો શોધતા રહ્યા, સવારે બોલ્યો-થોડો છાંટોપાણી કર્યું હતું એમાં આવું થયું

Pravin Makwana

ઠાગાઠૈયા/ એક વર્ષનો સમય વીતી ગયો છતાં ગુજરાતના ‘ગુંડા’ એક્ટને મંજૂરી નહીં, કેન્દ્રની સ્પષ્ટતા છતાં કાયદો અદ્ધરતાલ

Pravin Makwana

આવકવેરા ખાતાની ટીમના ડેરી ઉદ્યોગ ગ્રુપ પર દરોડા, રૂ.400 કરોડની કરચોરી પકડાઈ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!